Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeરાઈટર્સ કૉલમડોરેમોન લવર્સને ચોકાવી દે તેવી વાત, જાણો શું થયું રહસ્યમય છેલ્લા એપિસોડમાં

ડોરેમોન લવર્સને ચોકાવી દે તેવી વાત, જાણો શું થયું રહસ્યમય છેલ્લા એપિસોડમાં

Share Now

જિંદગી સવાર દુ, એક નઈ બહાર દુ,

દુનિયા હી બદલ દુ, મેં તો પ્યારા સા ચમત્કાર હું,

માનો યા ના માનો,

મેં હું એક પ્યારા રોબોર્ટ…ડોરે..મોન (doraemon)!!!

ઉપરની પંક્તિઓ વાંચીને લગભગ તમને તમારું બાળપણ ચોક્કસથી યાદ આવી જશે. એ પણ હું ગજબના દિવસો હતા નહિ! મસ્ત સોફા પર બેસીને ટી.વી. જુઓ, ચિપ્સ ખાઓ અને ડોરેમોન (doraemon) જુઓ…મમ્મી પાણીથી લઈને જમવાનું બધું સોફા પર આપી જાય. બાળપણમાં તો આ ડોરેમોન અને નોબીતા જ જાણે આપણો સાચો મિત્ર. 

“ફૂજીકો ફૂજો” જાપાનિઝ કાર્ટુનીસ્ટ

નોબીતાના જીવનમાં લગભગ રોજે કઈકને કઈક તકલીફો આવતી હોય, અને તેની બધી તકલીફોનું સોલ્યુશન  હોય ડોરેમોન. એ પોતાની પોકેટમાંથી કોઈ નવું ગેજેટ કાઢે…અને પછી નોબીતા એ ગેજેટ વાપરીને કોઈ નવી મુસીબત ઉભી કરી દે. અને છેવટે ડોરેમોન આખી વાતનો ઉકેલ લાવે છે. આ આખી ડોરેમોન સીરીયલનો કોન્સેપ્ટ છે. પણ સવાલ એ છે કે ડોરેમોન નો અંત શું હતો? હવે તમને થશે કે આ કાર્ટુન શો તો ચાલ્યા જ રાખે છે. તેમાં અંત ક્યાંથી આવે?

image credit- google image

મોટા ભાગના કાર્ટુન શો એ કોઈને કોઈ કોમિક બુક પરથી બનતા હોય છે. ત્યારે ડોરેમોન કાર્ટુન શો પણ એક કોમિક બુક પરથી જ બનવાવમાં આવ્યો છે. જાપાનના ફૂજીકો ફૂજો નામના કાર્ટુનીસ્ટ દ્વારા આ કોમિક બૂક લખવામાં આવી છે. અને આ કોમિક બુકમાં ડોરેમોન સ્ટોરીનો અંત કહેવમાં આવ્યો છે. જે ખરેખર ખુબ રસપ્રદ છે. તો ચાલો આજે વાત કરીએ આ સ્ટોરીના એન્ડ વિશે…

“ડોરેમોન” (doraemon ) કોમીક બુકનો છેલ્લો એપિસોડ

છેલ્લો એપિસોડ: દરેક વખતની જેમ નોબીતા ડોરેમોન પાસે પોતાના રૂમમાં આવે છે. અને જોર જોરથી બુમો નાખીને બોલવા લાગે છે, “ડોરેમોન સુનીયોને આજ ફિર સે મુજે પરેશાન કિયા… તુમ મુજે કોઈ નયા ગેજેટ દો ના તાકી મેં ઉસકો મજા ચખા સકું” ડોરેમોન તેની સામે જ બેઠો હોય છે પણ એ કઈ જવાબ આપતો નથી. નોબીતા જોવે છે કે ડોરેમોન આ વખતે તેને ચિડાયને જવાબ ના આપ્યો, અને કઈ જ ના કહ્યું. એટલે નોબીતાને નવાઈ લાગી કે ડોરેમોન કેમ કઈ બોલતો નથી. તે તેની પાસે જાય છે. એનું તો ધ્યાન પોતાની તરફ કરવા માટે તેને હચમચાવે છે. પણ તે જોવે છે કે ડોરેમોન મૂર્તિની જેમ બસ સ્તબ્ધ થઇ ગયો છે. ના કઈ બોલે છે, ના કઈ હાવભાવ!

doraemon last episode of comic book

image credit- google image

નોબીતા નિરાશ થઈને બેસી જાય છે. અને એટલા સમયમાં જ ડોરેમોનની બહેન આવી જાય છે. અને તે નોબીતાને હકીકતથી વાકેફ કરે છે. અને કહે છે કે ડોરેમોનની અંદર એક બેટરી મુકવામાં આવી છે. જેના વિશે કોઈને પણ જાણ નથી હોતી. અને હવે આ બેટરી પૂરી થઇ ગઈ છે. હવે જો નવી બેટરી નાખવામાં આવશે તો જ ડોરેમોન ફરીથી સાજો થઇ શકશે. નોબીતા હવે ટેન્શનમાં આવી જાય છે.

આ પણ વાંચો: લિફ્ટમાં અરીસો કેમ મુકવામાં આવે છે ?

ફ્યુચરની ગવર્મેન્ટ ટાઇમ ટ્રાવેલને સીઝ કરી નાખી!

નોબીતા ડોરેમીને કહે છે કે ચાલો આપણે ટાઇમ મશીનની મદદથી એકવીસમી સદીમાં જઈને આ બેટરી લઇ આવીએ. ત્યારે ડોરેમી કહે છે કે ફ્યુચરની ગવર્મેન્ટ ટાઇમ ટ્રાવેલને સીઝ કરી દીધી છે. એટલે આપણે નહિ જઈ શકીએ. ડોરેમોનનો (doraemon) સફર અહિયાં સુધી જ હતો. હવે ડોરેમોનને પાછો નહિ લાવી  શકાય. અને આ સાંભળીને નોબીતાનું અસહ્ય રીતે દિલ તૂટી જાય છે.

doraemon last episode of comic book

image credit- google image

આ ઘટના પછી નોબીતા કેટલાય સમય સુધી સાવ ગુમસુમ ચુપ ચાપ રહે છે. જાણે તેનો જીવ ચાલ્યો ગયો છે. તેનો ફેવરેટ ડોરેમોન તેને મુકીને જતો રહ્યો છે. એ પોતાના મિત્રો, પરિવાર બધાથી અલગ થઇ જાય છે. અને તે નક્કી કરે છે કે હું આ બેટરી બનાવીને રહીશ.

નોબીતા કોલેજમાં ટોપ કરે છે!

તેના પછી કોમિક બુકમાં ગ્રેજ્યુએટનો એક સીન બતાવવામાં આવે છે, જેમાં નોબીતા અને બીજા બધા મિત્રો કોલેજમાંથી પાસ આઉટ કરી લે છે. અને જેમાં નોબીતા પોતાની આખી કોલેજમાં ટોપ કરે છે. પણ કોમિક બુકમાં બતાવેલ પ્રમાણે તે ટોપ કરવા છતાં તેના ચેહરા પર દુખી હાવભાવ હોય છે અને એ કહે છે કે મારે એક કામ કરવાનું છે. એટલે હું તમારી સાથે સેલિબ્રેશન નહિ કરી શકું.

doraemon last episode of comic book

image credit- google image

તેના પછી કોમિક બુકમાં 10 વર્ષ પછીનો સીન બતવવામાં આવે છે જેમાં નોબીતા એ એક વૈજ્ઞાનિક બની જાય છે. અને સીઝુકા સાથે તેના લગ્ન થઇ જાય છે. તે ડોરેમોનની (doraemon ) બેટરી પર દસ વર્ષથી કામ કરતો હોય છે. અને અંતે એ દિવસ આવે છે કે જયારે એ બેટરી ફાઈનલી બની જાય છે.

“નોબીતા તુમને અપના હોમવર્ક કિયા કી નહિ..”

બેટરી બની જતા નોબીતા ખુશીથી જુમી ઉઠે છે. અને એ બેટરી નોબીતાની અંદર ફીટ કરી દે છે. બેટરી ફીટ કરતાની સાથે જ ડોરેમોન પહેલું વાક્ય બોલે છે “નોબીતા તુમને અપના હોમવર્ક કિયા કી નહિ..” પણ ત્યાં સુધીમાં તો નોબીતા એક વૈજ્ઞાનિક બની ગયો હોય છે. અને  છેલ્લે કોમિકમાં એવું કહેવમાં આવ્યું છે કે ડોરેમોનની બેટરી બંધ થઇ જવા પાછળનું કારણ એક જ હોય છે કે નોબીતા પોતાની અંદર રહેલી હોશિયારીને ઓળખે!

doraemon last episode of comic book

image credit- google image

આખી વાર્તાનો સાર છે કે દરેકની અંદર એક ખૂબી છુપાયેલી હોય છે, બસ એને ઓળખાવની જરુરુ છે. જયારે કોઈ વસ્તુને મેળવવા માટે તમારી પાસે પૂરો જુસ્સો હોય, પૂરી લગન હોય ત્યારે તમને અંતે એ વસ્તુ મળીને જ રહે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment