Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝડેમનો આહલાદક નજારો સર્જાયો, આ વર્ષે પહેલી વાર છલકાયો ડોસવાડા ડેમ

ડેમનો આહલાદક નજારો સર્જાયો, આ વર્ષે પહેલી વાર છલકાયો ડોસવાડા ડેમ

Share Now
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ આ વર્ષે પેહલી વાર છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતા તેની આસપાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ડેમને સંલગ્ન 20થી વધુ ગામોને આગામી વર્ષ માટે ડોસવાડા ડેમના પાણીનો લાભ મળશે. જેને લઈ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
Doswada dam

આ સુંદર નજારો છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમનો (Doswada dam) છે. આ ડેમ આશરે 100 વર્ષ જૂનો છે. આ ડેમનું નિર્માણ ગાયકવાડી સમયમાં થયું હતું. આ ડેમનું પાણી દર વર્ષે વ્યારા અને સોનગઢ તાલુકાના આશરે 10થી વધુ ગામના લોકોને પીવા માટે મળી રહેશે. સાથે જ ખેડૂતોને સિંચાઈમાં પણ મદદરૂપ થશે. જેને પગલે ડેમની આસપાસના ગામોના લોકોમાં રાહત જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં આવી સફેદ વાઘની જોડી

  • સોનગઢનો ડોસવાળા વિયર ડેમ ઓવરફ્લો થયો
  • તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટ થી ઉપર વહી રહ્યું છે પાણી
  • હાલ ડેમમાં 58 ક્યુસેક પાણી વહી રહ્યું છે
  • ડેમનો આહલાદક નજારો સર્જાયો
  • 10થી વધુ ગામોને કરાયા એલર્ટ

 Doswada dam

ઉલ્લેખનીય છે કે આ ડેમ તેની દરિયાઈ લેવલથી ચાલુ વર્ષે સપાટીથી ઉપર વહી રહ્યો છે. તાપી જિલ્લામાં આવેલ ગાયકવાડી રાજના સમયનો ડોસવાડા વિયર ડેમ ચાલુ વર્ષે છલકાયો છે. આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફૂટ જેટલી છે, જયારે હાલ ડેમ માંથી 58 ક્યુસેક પાણી વહી રહ્યું છે, ડેમ ઓવરફ્લો થતા ડેમનો રમણીય નજારો જોવા મળી રહ્યો છે.

ડોસવાડા ડેમ (Doswada dam) ઓવરફ્લો થવાના પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.  તો બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા આગામી વર્ષ માટે ડેમની આસપાસ આવેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે જેને લઈ આનંદ જોવા મળી રહ્યો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment