Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝડૉ. નીમાબેન આચાર્ય બન્યા વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ

ડૉ. નીમાબેન આચાર્ય બન્યા વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ

Dr. Nimaben Acharya
Share Now

આજે સોમવારથી રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ.નીમાબેન આચાર્ય (Dr. Nimaben Acharya)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ડૉ.નીમાબેન આચાર્ય (Dr. Nimaben Acharya) ને વિપક્ષે પણ સર્વાનુમતે ટેકો જાહેર કર્યો 

ગુજરાત વિધાનસભામાં પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડૉ.નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે, જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ 1925માં CLAના પ્રથમ સભ્ય એવા માનનીય વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે. તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ડૉ.નીમાબહેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહવતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

જેઠાભાઈ આહિર બન્યા ઉપાધ્યક્ષ

ગૃહમાં ઉપાધ્યક્ષ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેઠાભાઈ આહિર ઉપાધ્યક્ષ બન્યાં છે. તો ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને નાયબ મુખ્ય દંડક બનાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Gandhinagar: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ

મંત્રીઓની બેઠક વ્યવસ્થા કઇ રીતની હશે

વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે જેમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DYCM નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ નવામંત્રીઓ સાથે બેઠેલા જોવા મળશે. તો સિનિયર પ્રધાનોને બેઠક વ્યવસ્થા છેલ્લે ગોઠવવામાં આવશે. વિધાનસભામાં પ્રથમ હરોળમાં સીએમ પાસે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને સ્થાન અપાયું છે. રાજ્ય સરકારના પૂર્વ પ્રધાનોને હવે વિધાનસભાની બીજી અને ચોથી હરોળમાં સ્થાન મળશે. જ્યારે નવા પ્રધાનોને પ્રથમ અને બીજી હરોળમાં સ્થન મળશે.

નવા મંત્રીઓની પ્રથમ કેબિનેટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment