Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeલાઇફ સ્ટાઇલસપના છે છૂપો સંદેશ – ન કરો નજરઅંદાજ (પાર્ટ-૨)

સપના છે છૂપો સંદેશ – ન કરો નજરઅંદાજ (પાર્ટ-૨)

dream and their meaning
Share Now

સ્વપ્ન એક એવો વિષય છે જે જેટલો રહસ્યમયી છે તેટલો જ રોચક પણ છે. ઘણી વખત આપણને એવા અજીબ સ્વપ્ન આવે છે કે જે જોઈને આપણે બે ક્ષણ માટે વિચારમાં પડી જોઈએ કે શું આ સ્વપ્નનનો કોઈ અર્થ હતો કે પછી માત્ર સ્વપ્ન હતું? શું યુનિવર્સ મને કોઇ સંદેશ આપવા માંગે છે?

જો તમને પણ અજીબ સ્વપ્ન આવતાં હોય, એવું સ્વપ્ન કે જે તમે ક્યારેય વિચાર્યું ન હોય. ઘણી વખત એવું લાગે કે જાણે તે હકીકત છે. જો તમને પણ આવો અનુભવ થતો હોય તો આ સંદેશની જરા પણ અવગણના ન કરો. કારણ કે કહેવાય છે કે સ્વપ્નો દ્વારા યુનિવર્સ તમને કોઇ સંદેશ આપવા માંગે છે. માટે જ્યારે તમને કોઈ આસામાન્ય અને અજીબ સ્વપ્ન આવે તો ચોક્કસથી તેના પર વિચાર કરો અને તેને સમજવાનો પ્રયાસ કરો. આજના લેખમાં અમે તમને જણાવીશું કે તમે જોયેલા સ્વપ્નનો શું અર્થ થાય છે?

ક્યાંય ફસાઈ જવું

શું તમને પણ ઘણી વખત એવા સપના આવે છે કે જેની અંદર તમે ક્યાંક ફસાઈ ગયેલા છો? ચાહે તે કોઈ જગ્યા હોય કોઈ વ્યક્તિ હોય. જો તમને આવા સ્વપ્ન વારંવાર આવે છે, તો તેનો મતલબ છે કે તમે રિયલ લાઈફમાં પણ કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો. તે કોઈ જોબ હોય શકે કે પછી કોઈ રિલેશનશિપ હોઈ શકે. ઘણી વખત આનો અર્થ એવો પણ થતો હોય છે કે તમે તમારા ભૂતકાળમાં ફસાઈ ગયા છો. એટલે કે તમારા ભૂતકાળની કોઈ એવી ઘટના કે કોઈ એવો સંબંધ જેમાંથી બહાર નથી આવી શકતા.

માટે જો તમને આવું સ્વપ્ન વારંવાર આવે તો તમારે તમારી જાતને એક વખત પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જેનાથી તમે નાખુશ છો. એવી વસ્તુ કે સંબંધ જેમાં તમે ફસાયેલા છો. ધ્યાનથી વિચાર્યા પછી તમને જે જવાબ મળે તે વસ્તુ, વ્યક્તિ,સંબંધ કે જગ્યા તે તમારે છોડી દેવી જોઈએ, કારણ કે તમારું અંતરમન તે જગ્યાએ ખુશ નથી અને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગે છે.

દાંત તૂટી જવો

તમને પણ તમારો દાંત તૂટી જવા એવો સપના આવતું હોય તો તેનો પણ એવો સંકેત થાય છે કે તમને ચોક્કસથી તમારા દેખાવ પ્રગતિ ખૂબ જ ચિંતા છે તમે જ છો કે તમારો દેખાવ આકર્ષક લાગી રહ્યો છે કે નહીં અને તમને અંદરથી કદાચ એવું ફિલ થઇ રહ્યું છે કે તમારું દેખાવ આકર્ષકતા તમે કોઈ રહ્યા છો. આનો મતલબ એ પણ થાય છે કે તમને સતત એવી ચિંતા સતાવતી રહે છે કે લોકો તમારા વિશે શું વિચારે છે તમે કેવા દેખાઈ રહ્યા છો આવો સ્વપ્ન એક કે બે વખત આવવું તે નોર્મલ છે પરંતુ જો તમને વારંવાર આવું સ્વપ્ન આવતું હોય તેનો મતલબ કેવું છે કે તમે લોકો શું વિચારી રહ્યા છે તેના વિશે ખૂબ વધારે ચિંતિત છો. જો તમને પણ આ સ્વપ્ન વારંવાર આવતું હોય તો તમારે મચ્છુ મા ની જરૂર છે કે તમારું અર્ધજાગ્રત મન તમને કહી રહ્યું છે કે તમારે બીજાના વિચારો ની પરવા કરવાની જરૂર નથી તમારે તમારી જાતને પ્રેમ કરતા શીખવું પડશે અને આ રીતે જ તમારામાં કોન્ફિડન્સ પણ આવશે.

કોઈ સેલિબ્રિટીને મળવું

શું તમને પણ ઘણી વખત સપનામાં કોઈ સેલીબ્રીટી દેખાયું છે તમે તેને મળી રહ્યા છો અથવા તો તે સેલિબ્રિટી તમારી ખૂબ નજીક છે તો તેનો મતલબ એ થાય છે કે તમને lawrence ફિલ થઇ રહી છે. લાગી રહ્યું છે કે લોકો તમને ઇગ્નોર કરી રહ્યા છે માટે તમે લોકો ની વચ્ચે પોતાની ઓળખાણ બનાવવા માંગો છો. તમને જોઈએ છે કે લોકો તમારા પ્રત્યે ધ્યાન દોરે તમને માન આપે માટે સપનામાં જો તમને સેલિબ્રિટી દેખાય છે તો તેનો મતલબ એ છે કે તમારું અર્ધજાગ્રત મન ઈચ્છે છે કે લોકો તમને નોટિસ કરે.

પાણી દેખાવવું

જો તમને સ્વપ્નમાં પાણી દેખાય છે તો તેનો ઘણા બધા અર્થ થાય છે હવે એ અર્થ એ વસ્તુ પર નક્કી થાય છે કે તમે પાણી ને કઈ સ્થિતિમાં જુઓ છો. પાણી આપણી લાગણીઓ ને રજૂ કરે છે. જો તમને સપનામાં શાંત પાણી દેખાય છે અથવા તો પાણીનો કોઈ નાનો સ્ત્રોત જેવા કે સ્વિમિંગ પૂલ તમારા મનની શાંતિને રજૂ કરે છે એટલે કે તમે તમારા જીવનમાં ભાવનાત્મક રીતે ખૂબ શાંતિ અનુભવ કરી રહ્યા છો. અશાંત પાણી કે ખૂબ વધારે લહેરો વાળુપાણી એ દર્શાવે છે કે તમે ભાવનાત્મક રીતે ખૂબ ઉતાર-ચઢાવ મહેસૂસ કરી રહ્યા છો અથવા તો તમારા જીવનમાં જે ઉતાર-ચડાવ આવી રહ્યા છે તેને લઈને તમે ખૂબ ચિંતિત છો અને તેના વિશે ખૂબ વધારે વિચારી રહ્યા છો.

પરીક્ષામાં નાપાસ થવું

તમે કોઈ વિદ્યાર્થી છો અને તમારી પરીક્ષા નજીક છે તો આ પ્રકારનાં સ્વપ્ન આવવા સ્વાભાવિક છે ્ પરંતુ શું તમે કોલેજ કી સ્કુલ પાસ કરી લીધી છે તમે કોઈ પ્રકારની પરીક્ષા આપવા નથી જતા છતાં પણ તમને આવા પ્રકારનાં સ્વપ્ન આવે છે તેનો અર્થ એ થાય છે કે તમારું અર્ધજાગ્રત મન કોઈ બાબતને લઇને ખાસ જરૂર છે ખાસ કરીને તમે ફેલીયર થી ડરી રહ્યા છો જો તમને આવા સ્વપ્ન વારંવાર આવતા હોય તો તેનો અર્થ એ છે કે તમારે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે કે જ્યાં તમે તમારા ફોર્મને લઇને ખૂબ ચિંતિત છો ભલે તે જોબ હોઈ શકે કે પછી કોઈ રિલેશનશિપ હોઈ શકે અને તમારે તે કાર્ય પર અથવા તે સંબંધ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે સ્વપ્નમાં થયેલી અમુક વાત અથવા સપનામાં જોયેલી અમુક વસ્તુ જીવનમાં ખરેખર સાચી પડી હોય તો તમારા જોડે પણ એવું બન્યું હોય તો તમે કોમેન્ટ્સમાં તે કમેન્ટ કરીને જણાવો અને સાથે જ આ બધામાંથી તમને કહ્યું સ્વપ્ન સૌથી વધારે આવે છે તે પણ જણાવશો. જો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો આ લેખને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરો અને આવી વધારે ઉપયોગી જાણકારી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

 

 

 

No comments

leave a comment