મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સના (Drug Case) વિવાદમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે જ તેને કોર્ટમાં હાજર કર્યો હતો. સવારથી કોર્ટમાં ઘણી દલીલો થઈ હતી. અંતે ડ્રગ્સ કેસ વિવાદમાં કોર્ટમાં હલચલ વધી ગઈ છે. આર્યન ખાનના એનસીબી રિમાન્ડ બાબતે ઘણી બઘી વસ્તુઓના ખુલાસા થઈ રહ્યાં છે. એનસીબી તરફથી કહેવામાં આવ્યુ છે કે, આર્યનના ફોનમાંથી ઘણી એવી તસવીરો મળી આવી છે. જે તસવીરોમાં આપત્તિજનક વસ્તુઓ પણ મળી આવી છે. આથી એનસીબીએ 7 ઓક્ટોબર સુધી તેને રિમાન્ડ પર રાખવાની માંગણી કરી છે. તથા અન્ય પાંચ ગુનેગારોને 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રાખવામાં આવશે.
Drug Case વિવાદમાં આર્યન ખાન NCB ના સકંજામાં
મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સના વિવાદમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ગઈકાલે ધરપકડ કરી હતી. આર્યન ખાનને ડ્રગ્સ (Drug Case) વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન આર્યન તેના આંસુઓ પર કાબૂ મેળવી શકતો નથી. તે સતત રડી રહયો છે. તે દરમિયાન આર્યને સ્વીકાર કર્યો છે કે તે લગભગ 4 વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્ય છે. ઉલ્લેખનિય છે કે, રવિવારે સાંજે કોર્ટે આ ત્રણ આરોપીઓને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલ્યા હતા. એનસીબીએ આ વિવાદમાં અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે.
Cruise ship raid case | Narcotics Control Bureau seeks 9-day custody of the other five accused in the case
Aryan Khan, Arbaz Seth Merchant and Munmun Dhamecha sent to NCB custody till 7th October.
— ANI (@ANI) October 4, 2021
9માં ગુનેગારની ધરપકડ જાણો કોણ છે શ્રેયસ નાયર ?
Drug Case- આર્યનના વકીલની દલીલ
આર્યનના વકીલે કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટનો કેસ જામીનપાત્ર છે. તે રવિવાર હોવાને કારણે જામીન અરજી દાખલ કરી શકે તેમ નથી. વધુમાં વકીલે જણાવ્યું હતુ કે, આયોજકોએ આર્યનને બોલાવ્યો હતો. ક્રૂઝ (Cruise)ની ટિકિટ પણ તેની પાસે નહોતી અને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેના મોબાઈલની તપાસ થઈ ચૂકી છે.
જણાવી દઇએ કે કીંગ ખાનના પુત્ર આર્યન ખાન પર NDPC 8 C, 20 B, 27 તથા 35 લગાવવામાં આવી છે, જેમાં ડ્રગ્સ લેવું, જાણી જોઈને ડ્રગ્સ લેવું તથા ખરીદી કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામ વચ્ચે કીંગ ખાનના પુત્ર આર્યને ડ્રગ્સ ખરીદ્યુ હોવાના વાતનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ગઇકાલે રવિવારે મુંબઇ (Mumbai)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ક્રુઝ પર અચાનક દરોડા (Raid)પાડ્યા હતા. આ દરોડામાં કિંગ ખાનના પુત્રનું નામ સામે આવ્યુ હતુ. જણાવી દઇએ કે તે સમયે ક્રુઝ પર પાર્ટી ચાલી રહી હતી, જેમાંથી કેટલાક પ્રવાસીઓ પાસેથી ડ્રગ્સ (Drugs Party ) મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ
દેશની બહાર પણ ડ્રગ્સનું સેવન કર્યું
એનસીબી (NCB)ની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આર્યન લગભગ 4 વર્ષથી ડ્રગ્સ (Drug case)નું સેવન કરે છે. આર્યન ભારતની બહાર યુકે-દુબઈ અથવા અન્ય દેશોમાં પણ ડ્રગ્સનું સેવન કરે છે. આર્યન અને અરબાઝ લગભગ 15 વર્ષથી મિત્રો છે. આર્યન ફિલ્મ નિર્માણ સાથે પણ જોડાયેલો છે.
NCBને પાર્ટીમાંથી શું મળ્યુ હતુ?
આ પહેલા એનસીબીએ ક્રુઝ (Cruise)માં પાડેલા દરોડા દરમિયાન ડ્રગ્સને લઇને એક નિવેદન આપ્યુ હતું. NCB એ ટીપના આધારે ક્રૂઝ પર કાર્યવાહી કરી હતી. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, એમડીએમએની ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
આર્યન ડ્રગ પેડલર્સના સંપર્કમાં છે
એનસીબીએ આ કેસમાં આર્યન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓના ફોન જપ્ત કરી અને તમામ મેસેજની તપાસ કરી હતી. આ તકે તપાસમાં બહાર આવ્યું હતુ કે, આર્યન ઘણા ડ્રગ પેડલર્સ અને ડ્રગ સપ્લાયર્સના સંપર્કમાં હતો. તે પુરાવાના આધારે, એનસીબીએ આર્યન અને અરબાઝ બંનેને રૂબરૂ બેસાડી અને કેટલાક સવાલો કર્યાં હતા.
આર્યને (Aryan)શું સ્પષ્ટતા કરી
એનસીબીની કસ્ટડીમાં આર્યને ક્રૂઝમાં પોતાની હાજરીને લઇને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેને ક્રુઝમાં ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેણે તેના માટે કોઈ પૈસા લીધા નહતા. આર્યને એવો પણ દાવો કર્યો હતો કે, તે પાર્ટી (Party)માં તેના નામે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4