આર્યન (Drug) ડ્રગ્સ કેસ પર થઈ રહેલી રાજનીતિની વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને કેન્દ્ર સરકાર પર વેંધણ શબ્દોથી હુમલો કર્યો છે. પત્રકાર પરિષદ કરીને નવાબ મલિકે કહ્યું કે, મને રાજનૈતિક રીતે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. મલિકે કહ્યું કે, મારા જમાઈ સમીર ખાનને પણ ભાજપ દ્વારા (Drug) ડ્રગ્સ કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, NCB જેવી મોટી એંજસીને તંબાકુ અને ગાંજામાં ફરક ખબર નથી પડતી.
આપને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલીવુડમાં (Drug) ડ્રગ્સ પર તપાસ તેજ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નવાબ મલિકના જમાઈની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલાં જ નવાબ મલિકના જમાઈને જામીન મળ્યા છે. નવાબ મલિકે મનીષ ભાનુશાળી અને કે.પી. ગોસ્વામીના રોલ પર સવાલ ઉઠાવ્યા હતા. મલિકે ક્રુઝ પરની રેડને ખોટી કહી હતી. જે બાદ ભાજપના નેતાઓ દ્વારા નવાબ મલિકને ભાજપના નેતા દ્વારા નિશાના પર લેવામાં આવ્યાં. મલિકે કહ્યું કે, ભાજપના નેતા મને બોલી રહ્યા છે કે, મારા જમાઈ ડ્રગ્સનો સ્મગલર છે. આવું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મલિકે વધુમાં જણાવ્યું કે, મારા જમાઈને 8 મહિના બાદ જ જામીન મળી ચુક્યા છે.
મશાલ રાસ આકર્ષણ કેન્દ્ર બન્યું જુઓ વીડિયો
રામપુરના દરોડાથી મારા જમાઈનો સંબંધ છે એવું જણાવવામાં આવી રહ્યું હતુ. NCB પર સવાલ ઉઠાવતાં નવાબ મલિકે કહ્યું કે, તેના જમાઈને ખોટાના કેસમાં ફસાવવામાં આવ્યો છે. 200 કિલો ગાંજો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પણ ફક્ત સાડા સાત ગ્રામ મારિજુઆના સાહિસ્તા ફર્નીચરવાળા પાસેથી મળ્યો હતો. નવાબ મલિકે કહ્યું હતું કે જાન્યુઆરીમાં શાહિસ્તા ફર્નિચરવાલાની ધરપકડ બાદ દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલોર, મુચ્છડ પાનવાળાને ત્યાં દરોડા પડ્યા હતા.CA રિપોર્ટમાં આવ્યુ કે મળેલી ચીજ હર્બલ તંબાકુ છે. વેંધક સવાલ પુછતા કહ્યું કે, સૌથી મોટો સવાલ તો એ છે કે, આટલી મોટી એંજન્સી NCBને તંબાકુ અને ગાંજામાં ફરક નથી.
આ પણ વાંચો: ડીસાના ભોંયણ નજીક ચાર વાહન વચ્ચે અકસ્માત, આગ લાગતા 2ના મોત
મલિકે જણાવ્યું કે, મારી માહિતી પ્રમાણે, અન્ય એજન્સીઓ પાસ એક ઈન્સ્ટન્ટ ટ્રેડીંગ કીટ હોય છે જેથી ખબર પડે કે, મળેલી ચીજ NDPS એક્ટમાં આવે છે કે નથી. મલિકે આગળ કહ્યું કે કોર્ટની રિપોર્ટમાં આ બધી વાતો છે. તેના બદલે NCB દ્વારા લોકોને ફસાવવાનું કામ કરવામાં આવે છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4