ક્રૂઝ ડ્રગ્સ કેસને લઇને મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકારણ ગરમ છે. મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) એનસીપી (NCP) નેતા નવાબ મલિક (Nawab Malik) પર અંડરવર્લ્ડ સાથે લિંક હોવાના આરોપ લગાવ્યા હતા. જેની સામે નવાબ મલિકે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર કેટલાક ગંભીર આરોપ કર્યા છે.
“ફડણવીસ NCB ને ખોટા કામોમાં મદદ કરે છે”
I'm fighting against a man who is framing innocent people in fake cases. Devendra Fadnavis is not only diverting my issue but also trying to defend one officer (Sameer Wankhede): Maharastra Minister and NCP leader Nawab Malik pic.twitter.com/SJYLySaiAZ
— ANI (@ANI) November 10, 2021
નવાબ મલિકે કહ્યું કે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે મારા પર આરોપ લગાવ્યા હતા. દેવેન્દ્રએ કહ્યું કે હું સલીમ પટેલને જાણતો હતો. તમને જણાવી દઉ કે હું 2005માં મંત્રી નહોતો. દેવેન્દ્ર ફડણવીસ પર સીધો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે ફડણવીસ NCB ને ખોટા કામોમાં મદદ કરે છે, NCB નિર્દોષ લોકોને હેરાન કરીને પૈસા પડાવી રહી છે અને દેવેન્દ્રજી તેને બચાવવાનું કામ કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવતા મલિકે કહ્યું કે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી પછી ઘણા રાજ્યોમાં નકલી નોટો પકડાવા લાગી. પરંતુ 1 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટનો એક પણ કેસ સામે આવ્યો નથી. 8 ઓક્ટોબર 2017ના રોજ DRIએ BKCમાં 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટ પકડી હતી.
નકલી નોટોના ધંધામાં ફડણવીસનું કનેક્શન: નવાબ મલિક
નવાબ મલિકે કહ્યું કે જ્યારે 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધી થઈ ત્યારે PM મોદીએ કહ્યું હતું કે આતંકવાદ, નકલી નોટો, કાળાં નાણાંને ખતમ કરવા માટે નોટબંધી કરવામાં આવી રહી છે. આ પછી દેશભરમાંથી નકલી નોટો પકડાઈ. પરંતુ 8 ઓક્ટોબર 2017 સુધી મહારાષ્ટ્રમાં એક પણ નકલી નોટનો મામલો સામે આવ્યો ન હતો. કારણ કે દેવેન્દ્રના રક્ષણમાં નકલી નોટોનો ખેલ ચાલી રહ્યો હતો. 8 ઑક્ટોબર 2017ના રોજ ઇન્ટેલિજન્સ રેવન્યુના ડિરેક્ટરે BKC ખાતે દરોડો પાડ્યો હતો, જેમાં 14 કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી.
આ પણ વાંચો : વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પીએમ મોદી ટ્વિટર પર પ્રભાવશાળી લોકોની યાદીમાં બીજા નંબર પર
આરોપો પ્રતિઆરોપોનો દોર યથાવત
મહારાષ્ટ્રની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મહારાષ્ટ્રના લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિક અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે એકબીજા પર મોટા આરોપો લગાવ્યા છે. ફડણવીસે મંગળવારે કહ્યું કે મલિકે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરનારાઓ પાસેથી જમીન ખરીદી છે.આ આરોપ પછી મલિકે કહ્યું, ‘ફડણવીસ કોઈ ધડાકો કરી શક્યા નથી, હું બુધવારે તેમના અંડરવર્લ્ડ કનેક્શનનો હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરીશ. બુધવારે સવારે મલિકે તેના સોશિયલ મીડિયા પેજ પર લખ્યું, ‘તેમની ઊંઘ ઊડી ગઈ છે, હવે તેમની શાંતિ ગુમાવવાનો વારો આવ્યો છે.
મલિકે કહ્યું- આરોપ પાયાવિહોણા, પહેલા તેઓ ત્યાં માત્ર ભાડૂઆત હતા
ફડણવીસે કહ્યું કે તેઓ આ દસ્તાવેજો તપાસ એજન્સીઓને ઉપલબ્ધ કરાવશે અને તેની નકલ એનસીપીના પ્રમુખ શરદ પવારને પણ મોકલશે. નવાબ મલિકે ફડણવીસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા કહ્યું, ‘જે જમીનનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેમાં તેનો પરિવાર પહેલેથી જ ભાડુઆત હતો. બાદમાં તેની માલિકી લેવામાં આવી હતી. જમીનના મૂળ માલિક મુનીરા પટેલ છે. તેણે તેની જમીનની પાવર ઓફ એટર્ની સલીમ પટેલણે આપી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4