Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeન્યૂઝબુટલેગર બન્યા બેફામ: મોડાસામાં નશામાં ધૂત બુટલેગરે હાઈવે પર બેફામ કાર હંકારી આતંક મચાવ્યો, ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો

બુટલેગર બન્યા બેફામ: મોડાસામાં નશામાં ધૂત બુટલેગરે હાઈવે પર બેફામ કાર હંકારી આતંક મચાવ્યો, ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો

Modasa
Share Now

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નંબર-8 બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે. શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ઠાલવતા રહ્યા છે. રાજ્ય સરકારે તે ચેકપોસ્ટ પણ દૂર કરતા બુટલેગરોને જલ્સો પડી ગયો છે. અમદાવાદના જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં રહેતો કૃણાલ દેસાઈ નામનો બુટલેગર ઉદેપુરના ઠેકા પરથી દારૂ ઢીંચી હોન્ડા સીટીમાં દારૂ ભરી નિકળ્યો હતો. ત્યારે ગુજરાતમાં આવતા સમયે દારૂનો નશો ચઢી જતા બેફામ કાર હંકારી અન્ય વાહનોને ટક્કર મારી કાર સ્પીડમાં દોડાવી મુકતા રાજેન્દ્ર નગર ચોકડી પર ચેકિંગમાં રહેલી મોડાસા (Modasa)રૂરલ પોલીસે કારને અટકાવી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 912 બીયરના ટીન સાથે બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Modasa પોલીસે ઝડપી પાડ્યો

મોડાસા રૂરલ પીઆઈ મુકેશ તોમર અને તેમની ટીમે શામળાજી- હિંમતનગર હાઇવે પર રાજેન્દ્ર નગર ચોકડી નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વાહનોનું ચેકીંગ હાથ ધરતા સમયે શામળાજી તરફથી હોન્ડા સીટી કારમાં દારૂ ભરી બુટલેગર બેફામ કાર હંકારી વાહનોને ટક્કર મારતો મારતો હિંમતનગર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી બેરિકેડ ગોઠવી બાતમી આધારિત કાર આવતા અટકાવી કોર્ડન કરી કાર ચાલક કૃણાલ જયેશભાઇ દેસાઈને ઝડપી પાડ્યો હતો. નશામાં ધૂત બુટલેગરે શામળાજી-હિંમતનગર હાઈવે પર બેફામ કાર હંકારી આતંક મચાવી દેતા વાહનચાલકો ફફડી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: Arrvali માં પોલીસ પરીક્ષાની તૈયારી કરતી પરણિત યુવતીને પતિની છૂટાછેડા આપવાની ધમકી

પોલીસે (Police)કારને રોકી તપાસ હાથ ધરતા કારમાંથી 1.36 લાખથી વધુનો દારૂ જપ્ત કરી વિદેશી દારૂ, મોબાઈલ, કાર સાથે 6.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના અજાણ્યા ઠેકા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

યુવક બન્યો યુવતી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment