Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આવતા જ ભારતમાં ડ્રાય ફ્રુટ્સ થયા મોંઘા, જાણો કેમ?

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આવતા જ ભારતમાં ડ્રાય ફ્રુટ્સ થયા મોંઘા, જાણો કેમ?

Dry Fruits Price : As soon as the Taliban came to Afghanistan, dry fruits became expensive in India
Share Now

નવી દિલ્હી: ભારત અને અફઘાનિસ્તાનના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો હંમેશાથી મજબૂત રહ્યા છે. બન્ને દેશોના વેપાર સંબંધો પણ સદીઓ જુના છે. બન્ને દેશોની ભૌગોલિક નિકટતા અને ઐતિહાસિક સંબંધોને જોતા ભારત અફઘાનિસ્તાનનો નેચરલ ટ્રેડિંગ પાર્ટનર (Natural Trading Partner) છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદનોનું સૌથી મોટું માર્કેટ છે.

આ પણ વાંચો : Afghanistan સંકટ વચ્ચે ભારત સરકારની મહત્વની પહેલ, VISA અંગે લીધો મોટો નિર્ણય

અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દિવસોમાં આવેલ રાજકીય ફેરફારોને કારણે ભારતમાં ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits)ના ભાવમાં તેજી આવવા લાગી છે. બિઝનેસમેન જણાવે છે કે, અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ પછી આયાત (Export) પર પ્રતિબંધો લદાયા છે, આ કારણે જમ્મુ-કાશ્મીરમાં ડ્રાય ફ્રુટ્સના ભાવ વધ્યા છે.

Dry Fruits Price : As soon as the Taliban came to Afghanistan, dry fruits became expensive in India

15 દિવસથી આયાત બંધ

વેપારીઓનું કહેવું છે કે, તેઓ અફઘાનિસ્તાનથી પિસ્તા, બદામ, અંજીર, અખરોટ જેવા ઘણાં બધા ફ્રુટ્સ મંગાવે છે. છેલ્લા 15 દિવસથી અફઘાનિસ્તાનથી આયાત અટકી પડી છે, જેને કારણે માર્કેટમાં સુકા મેવાની અછત વર્તાવા લાગી છે. જમ્મુ ડ્રાય ફ્રુટ્સ રિટેલર એસોસિએશનના પ્રેસિડન્ટ જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનથી આયાત છેલ્લા કેટલાક મહિનાથી લગભગ બંધ રહી છે. છેલ્લા 15 દિવસથી અફઘાનિસ્તાનથી કોઈ પણ સામાન નથી આવી રહ્યો. આ કારણે ભારતમાં ડ્રાય ફ્રુટ્સના ભાવ (Dry Fruits Price) વધ્યા છે.

Dry Fruits Price : As soon as the Taliban came to Afghanistan, dry fruits became expensive in India

થોડા વર્ષોથી વધ્યો છે વેપાર

છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનથી સુકા મેવાની આયાતમાં વધુ તેજી આવી છે. અફઘાનિસ્તાનથી ભારતને થનાર નિકાસમાં 99 ટકા હિસ્સો કૃષિ અને તેની સાથે જોડાયેલ ઉત્પાદનોનો છે. પરંતુ અફઘાનિસ્તાનમાં ફરી ચરમપંથી તાલિબાને સત્તા પોતાના હાથમાં લીધી છે. તેનાથી બન્ને દેશોના વેપાર સંબંધો (Trade Relations) પર અસર થઈ શકે છે.

Dry Fruits Price : As soon as the Taliban came to Afghanistan, dry fruits became expensive in India

દિવાળી પર અછત વર્તાવાની શક્યતા

ભારત માટે અફઘાનિસ્તાન (Afghanistan) સુકા મેવાનો એક મોટો સ્ત્રોત છે. ગૃહયુદ્ધ દરમિયાન પણ દેશમાં સુકા મેવા, બદામ અથવા શેતુર ભરપૂર માત્રામાં પેદા થાય છે. તાલિબાનના કબજાથી અફઘાનિસ્તાનથી સુકા મેવા, શેતુર અને બદામના પુરવઠા પર અસર થવાની આશંકા પેદા થઈ છે. સુકા મેવાની સાથે જ અફઘાનિસ્તાનથી ભારે પ્રમાણમાં સફેદ શેતુર આયાત કરવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે, તાલિબાનના કબજા દરમિયાન સંબંધો પહેલા જેવા નહિં રહે. એટલે કે આ દિવાળી પર લોકોને અફઘાની સુકા મેવા અને બદામની અછતનો સામનો કરવો પડી શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment