સોમનાથ મહાદેવના (Somnath Mahadev)સાનિધ્યમાં આયોજિત થતો આવતો પ્રાચીન અને ધાર્મિક(Ancient and religious) પરંપરા વાળો લોકમેળો જે કાર્તિકી પૂનમના(Karthiki Poonam) દિવસે સોમનાથમાં શરૂ થતો હોય છે અને પાંચ દિવસ ચાલતા હોય છે. આ મેળાને આ વર્ષે પણ કોરોના સંક્રમણને (Corona transition) કારણે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે પરતું તકેદારીના પગલાં અતિ જરૂરી છે તેથી ભીડ થાય અને સંક્રમણ વધે તેથી અગચેતી પગલાં અનિવાર્ય છે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત થતો આવતો પ્રાચીન અને પરંપરા વાળો લોકમેળો જે કાર્તિકી પૂનમના દિવસે સોમનાથમાં મેળો યોજાઈ છે.
આ પણ વાંચો : ભારતીય લોકશાહીને ‘કચડી નાખવા’ માટે પેગાસસ સ્નૂપિંગ પ્રયાસ, રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર
સતત બીજા વર્ષે મેળાને રદ્દ કરવાની ફરજ
સતત બીજા વર્ષે મેળાને રદ્દ કરવાની ફરજ પડી છે અને મેળાનું આયોજન અને વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust)અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ(Administration Gir Somnath) કરતું હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળાને રદ્દ કરવાની ફરજ પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથની યોજાતો આવતો મેળો ભાતીગળ મેળા તરીકે પણ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. અહીં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો મેળા મહાલવાની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
સોમનાથ ટ્રસ્ટના કહેવા અનુસાર 1955 થી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન થતું આવ્યું છે. 66 વર્ષના મેળાના ઇતિહાસ દરમિયાન આ વર્ષે મળીને કુલ ત્રણ વખત મેળાને રદ કરવાની ફરજ પડી છે. ભારત અને ચાઇના વચ્ચે થયેલા યુદ્ધના સમયે આ મેળાને રદ કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ 2020 અને 2021 દરમિયાન સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને કારણે કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાની ફરજ પડી રહી છે મેળાના ઇતિહાસ માં ત્રીજી ઘટના છે કે કોઇ સમસ્યા ઊભી થઈ હોય અને મેળાનું આયોજન રદ કરવું પડ્યું હોય.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4