Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeભક્તિDurga માતાજીનું વિસર્જન ક્યારે કરવુ રહેશે હિતાવહ?

Durga માતાજીનું વિસર્જન ક્યારે કરવુ રહેશે હિતાવહ?

Durga
Share Now

શારદીય નવરાત્રી આ વર્ષે 7 ઓક્ટોબરે શરુ થઈ હતી, જેની પૂર્ણાહૂતિ આજે 14 ઓક્ટોબરે મહાનવસીની સાથે થઈ રહી છે. 15 ઓક્ટોબરે અસત્ય પર સત્યની વિજયનું પર્વ દશેરા મનાવવામાં આવશે. આ દિવસે મા દુર્ગા (Durga) પાછા કૈલાશ પર્વત માટે પ્રસ્થાન કરે છે. મા દુર્ગાની મૂર્તિના વિસર્જનની સાથે જ દુર્ગા પૂજા ઉત્સવનું પૂર્ણાહૂતિ થાય છે. મા દુર્ગાની વિદાઈ શુભ મહૂર્તમાં કરવાથી અત્યંત ફળદાયી અને શુભ હોય છે. તો આવો જાણીએ દુર્ગા વિસર્જનનું શુભ મહૂર્ત…

હાથી પર સવારી કરીને મા Durga કરશે પ્રસ્થાન

મા દુર્ગા આ વખતે કૈલાશ પર્વત પરથી ડોલીમાં બેસીને પૃથ્વી પર આવ્યા હતા, પણ માતાનું પ્રસ્થાન હાથી પર થશે. દસમી તિથિ શુક્રવારની છે, જેના લીધે મા દુર્ગા હાથી પર સવારી કરીને પ્રસ્થાન કરશે. દેવી મા ની હાથી પર સવારી ઉત્તમ વર્ષાનું સંકેત છે.

જાણો Durga માના વિસર્જનનું મહૂર્ત

દુર્ગા (Durga) વિસર્જનનું મહૂર્ત સવારે વિજ્યાદશમી તિથિ પર શરુ થાય છે. દસમી તિથિ 14 ઓક્ટોબરે 6:53 શરુ થશે. 15 ઓક્ટોબરે ઉદયાતિથિ પર દશેરા મનાવવામાં આવશે. આથી સવારના સમયે મા દુર્ગાની વિદાઈ માટે શુભ છે. 15 ઓક્ટોબરે સવારે 2:18 સમયે મા દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે અત્યંત શુભ રહેશે. સવારે 6:21 થી 8:39 સુધી મા દુર્ગાની વિદાય કરી શકાય છે.

આ પણ વાંચોઃ- Arbuda Devi મંદિરમાં અર્બૂદા માતાજીના પગલાની થાય છે પૂજા

શ્રેષ્ઠ સમય

દસમી તિથિ સવારે, ત્યારે મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવુ જોઈએ. ઘણા વર્ષોથી પ્રાતઃકાળ મહૂર્તમાં થતુ આવ્યુ છે. જો શ્રવણ નક્ષત્ર અને દસમી તિથિમાં એક સાથે વ્યાપ્ત થાય, તો આ સમય મા દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે અત્યંત શુભ હોય છે. દેવી દુર્ગાના મોટાભાગના ભક્તો વિસર્જન બાદ જ નવરાત્રીના પારણા કરે છે. દુર્ગા વિસર્જન બાદ વિજ્યાદશમીનું પર્વ મનાવવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment