હિંદુ ધર્મમાં સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. જેમાંથી એક આસોની નવરાત્રી અને બીજી ચૈત્રની નવરાત્રી. આ ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી પણ હોય છે. જેમાંથી ચૈત્ર માસમાં આવતી નવરાત્રીનું ધાર્મિક મહત્વ સૌથી વધુ હોય છે. માતાજીના અનુષ્ઠાન, વ્રત અને પૂજા પાઠ ચૈત્રી નવરાત્રી દરમિયાન સૌથી વધુ થાય છે. માતાજીના વિવિધ નવ સ્વરૂપોની નવ દિવસ દરમિયાન પૂજા આરાધના કરવામાં આવે છે. માતાજીને રિઝવવા માટે દુર્ગા સપ્તશતિનો પાઠ કરવાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. પરંતુ દુર્ગા સપ્તશતિના 13 અધ્યાય છે અને 700 જેટલા શ્લોક છે. જેમાં માતાજીએ મહિષાસુર, ચંડ મુંડ જેવા રાક્ષસોનો વધ કેવીરીતે કર્યો ત્યારબાદ દેવતાઓએ સ્તુતિ કરીને કેવીરીતે માતાજીને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું તેની વાત છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના રોગો દૂર થાય છે અને તમામ તકલીફોમાંથી તેને મુક્તિ મળે છે. માતાજીની કૃપાથી વ્યક્તિને સુખ-શાંતિ, યશ-કિર્તિ, ધન-ધાન્ય, આરોગ્ય, અને બળ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ પાઠ લાંબો હોવાથી તે કરવામાં ખુબ જ સમય લાગે છે. શ્લોકોનું સાચુ ઉચ્ચારણ થવું પણ ખુબજ જરૂરી છે. એટલે જ કેટલાંક લોકો ડરીને જ દુર્ગા સપ્તશતિનો પાઠ નથી કરતા. પરંતુ દુર્ગા સપ્તશતિમાં જ તેનો ઉપાય જણાવવામાં આવ્યો છે. જો તમારી પાસે એટલો સમય નથી તો તમે ફક્ત 10 મિનિટમાં સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ પણ કરી શકો છો.
સપ્તશ્લોકી દુર્ગામાં સાત શ્લોકો છે. ઋષિઓ દ્વારા એવુ કહેવામાં આવ્યું છે કે દુર્ગા સપ્તશતિના 700 શ્લોકોમાંથી 7 શ્લોક એવા છે જે માતાજીને ખુબ જ પ્રિય છે. આ 7 શ્લોકો અલગથી લઈને સપ્તશ્લોકી દુર્ગાની રચના કરવામાં આવી છે. સપ્ત શ્લોકી દુર્ગાના પાઠ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરવામાં આવે તો તેનું પણ દુર્ગાસપ્તશતિ જેટલું જ ફળ મળે છે.
સપ્તશ્લોકી દુર્ગાના શ્લોકો અને પઠન માટે જુઓ આ વિડિયો: ॥दुर्गा सप्तशती श्लोक मंत्र॥
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:
Android : http://bit.ly/3ajxBk4
iOS : http://apple.co/2ZeQjTt