દેશમાં દેવી દુર્ગાના (Durgaparameshwari) ઘણા ચમત્કારીક મંદિર છે. દરેક મંદિરની અલગ અલગ માન્યતાઓ છે. બધા મંદિરોની રિતીઓ પણ અલગ અલગ છે. એવું જ એક મંદિર કર્ણાટક રાજ્યના કાતીલમાં સ્થિત છે. રાજ્યમાં આવનારા આ તીર્થ સ્થળ નંદિની નદીના કાંઠે વસ્યુ છે. આમ તો આખુ વર્ષ અહીં મા દુર્ગાના ભક્તોની ભીડ લાગેલી હોય છે પણ માન્યતા અનુસાર, શારદીય નવરાત્રીના સમયે આ મંદિરમાં આવીને માતાજીના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરની આસપાસ આખુ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યતાથી ભરપૂર હોય છે. આ મંદિર હિન્દુઓનું પવિત્ર સ્થાન છે.
Durgaparameshwari મંદિરની પ્રચલિત પ્રથા
માન્યતા અનુસાર, આ મંદિરમાં સદીઓથી અગ્નિકેલી નામની એક અદ્ભૂત પરંપરા ચાલી રહી છે. જેમાં લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર જ એકબીજા પર આગની મશાલ ફેંકે છે. આ પરંપરા અહીં ફક્ત બે દિવસ જ નહીં પણ 8 દિવસ સુધી એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે.
આ પરંપરા બે ગામ આતુર અને કાલત્તુરના લોકોની વચ્ચે થાય છે. આ અનોખી પરંપરાનો આ ઉત્સવ શરુ કર્યા પહેલા માતાજીની શોભા યાત્રા કાઢવામાં આવે છે. અને તે ઉપરાંત તળાવમાં ડુબકી લગાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, તળાવમાં ડુબકી લગાવ્યા બાદ ગામના લોકોની વચ્ચે અલગ અલગ દળ બનાવી લેવામાં આવે છે.
દળ બનાવ્યા બાદ હાથમાં નારિયેળના છાલથી બનેલી મશાલ લઈને એકબીજાની સામે ઊભા થઈ જાય છે. ત્યારબાદ એક બીજાની ઉપર મશાલોને ફેંકવામાં આવે છે. મશાલોને ફેંક્યા બાદ આ પ્રથા લગભગ 15 મિનીટ સુધી ચાલે છે. અગ્નિકેલી નામની આ પરંપરાને લઈને લોકોનું કહેવું છે કે, આ પરંપરા વ્યક્તિના દુઃખોને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી વ્યક્તિની આર્થિક તથા શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચોઃ- Doddagaddavalli માં સ્થિત લક્ષ્મીજીના પ્રાચીન મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવો
ભક્તોને મળે છે આત્મિક શાંતિ!
આ મંદિરનું પોતાનું રંગમંચ કેન્દ્ર છે જ્યાં યક્ષગાન કરવામાં આવે છે. આ યક્ષગાનમાં માતા દુર્ગાપરમેશ્વરી (Durgaparameshwari) દેવીના દ્વાર દાનવોના સંહાર કથા વિશે જણાવે છે. માતાના પ્રેરક વિચારોથી લોકોને સમજણ પાડવામાં આવે છે. તે દરમિયાન અભિનય, સંગીત, નૃત્ય સાથે સજેલી નાટ્ય કળાને જોઈને દેશ-વિદેશથી ભક્તોની ભીડ અહીં આવે છે.
નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની સંખ્યા અન્ય દિવસ કરતા વધારે હોય છે. ચોમાસાંની ઋતુમાં ભક્ત શાંતિનો અનુભવ કરે છે. આ મંદિર પર્યાપ્ત ભૌગોલિક સંરચનામાં બનાવવામાં આવે છે, જેના લીધે અહીં સૌંદર્યતા વધારે સુંદર થઈ જાય છે.
આસ્થા અને અદ્યાત્મથી સરાબોર આ મંદિરમાં આવનારા ભક્ત આત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ મંદિર પર્યાપ્ત ભૌગોલિક સરંચનામાં બનાવવામાં આવ્યુ છે. જેના લીધે અહીં સૌંદર્યતા અને ભક્તિમય વાતાવરણથી ભક્તો દૈવિક સુખનો અનુભવ કરે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4