Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeભક્તિDussehra નિમિતે કેટલાક નિયમોનું પાલન કરવાથી કારકિર્દીમાં મળશે સફળતા

Dussehra નિમિતે કેટલાક નિયમોનું પાલન કરવાથી કારકિર્દીમાં મળશે સફળતા

Dussehra
Share Now

દશેરા હિન્દુઓનો પ્રમુખ તહેવાર પૈકી એક છે. આસો મહિનાના શુક્લ પક્ષની દશમ તિથિ એટલે કે 15 ઓક્ટોબરના દિવસે શુક્રવારે દશેરા (Dussehra 2021) પર્વ આખા દેશમાં ધૂમધામથી મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનું વધ કર્યુ હતુ. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. જ્યારે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો સંહાર પણ કર્યો હતો,આથી પણ તેને વિજય દશમીના રુપે મનાવવામાં આવે છે. દશેરા પર અસ્ત્ર-શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે અને વિજય પર્વ મનાવવામાં આવે છે. વિજ્યા દશમી (Dussehra 2021)ના કેટલાક ખાસ નિયમો છે જેને અમલમાં મૂકવાથી ક્યારેય પણ પૈસાની ઉણપ નહીં આવે. એટલુ જ નહીં તમારી સફળતામાં નવા રસ્તાઓ ખૂલશે.

આ 10 નિયમોનું કરો ખાસ પાલન

  • વિજ્યા દશમીના દિવસે તમારા અસ્ત્ર-શસ્ત્રની સાફ-સફાઈ કરો તેનું નિરિક્ષણ કરો. આ અસ્ત્ર-શસ્ત્રોનું પૂજન પણ કરો.
  • જો તમારુ કો કેસ ચાલી રહ્યું છે, તો તમારા કેસની ફાઈલ ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિની નીચે રાખી દો. એવું કરવાથી તમે વિજ્યી બનશો.
  • આ દિવસે સૂરજમુખીના મૂળને વિધિ પૂર્વક પૂજા કર્યા બાદ તિજોરીમાં તેને રાખો, એવું કરવાથી ક્યારેય પણ તમારા ત્યાં ધનની ઉણપ નહીં થાય.
  • અસ્ત્ર-શસ્ત્રના સંચાલનનું પ્રશિક્ષણ લેવુ પણ શુભ હોય છે.
  • વિજ્યા દશમી પર ભગવાન શ્રીરામના 108 નામ જાપ કરવાથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થશે. સાથે જ તમારા સાહસ અને શૌર્યમાં વૃદ્ધિ થશે.
  • વિજ્યા દશમી પર કન્યાઓ માટે દાન પુણ્ય કાર્યથી મા દુર્ગાનું વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે. ધનમાં વધારો થાય છે અને સફળતા મળે છે.
  • વિજ્યા દશમીના દિવસે તમારી નોકરીમાં ઉન્નતિ માટે સફેદ સુતરને કેસરથી કલર કરો અને ઓમ નમો નારાયણ મંત્રનો 108વાર જાપ કરીને પાસે રાખો.
  • આ દિવસે બદામ લાલ કપડામાં લપેટીની પૂજા વખતે જોડે રાખો. પૂજા બાદ દરરોજ બદામ પલાડીને ઘસીને ગાયના દેશી ઘીમાં મિક્સ કરીને ખાવાથી બુદ્ધિ તીવ્ર થશે અને યાદશક્તિ વધશે.

આ પણ વાંચોઃ- Arbuda Devi મંદિરમાં અર્બૂદા માતાજીના પગલાની થાય છે પૂજા

  • આ દિવસથી પ્રતિદિન ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો, તો બુદ્ધિ-શુદ્ધિ તથા નિર્મલ થશે, જેનાથી તમારી શક્તિ સામર્થ્યનું કોઈ નબળા કે નિર્બળ વ્યક્તિ પર પ્રયોગ ના કરો. તેનાથી તમારુ હૃદય બળ તથા આત્મબળ પણ વધશે.
  • વિજ્યા દશમીના દિવસે તમારા તથા તમારા પરિવાર પર આવેલા નકારાત્મક દુષ્પ્રભાવને પૂર્ણ કરવા માટે દક્ષિણ દિશામાં મોં રાખીને હનુમાનજીની સાથે તલના તેલનો દીવો પ્રગટાવો અને સુંદરકાંડનું ઉચ્ચ સ્વરમાં પઠન કરો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment