હાલ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ડ્રગ્સના સમાચારોએ વેગ પક્ડયો છે.રાજ્યમાંથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. રાજય જાણે હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે . તેવુ ચોક્કસ લાગી રહ્યું છે. મુંદ્રામાં ઝડપાયેલા કરોડોના બાદ આજે દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુ જથ્થો મળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજયમાં ATSએ આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ કરતા વધુ કિંમતના ડ્રગ્સના( drugs)જથ્થાને દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપી પાડ્યો છે. સમુદ્ર રસ્તેથી ફરીથી ગુજરાતમાં નશીલા કૌભાંડ પ્રાથમિક માહિતી પ્રમાણે લાગી રહ્યું છે. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે. ડ્રગ્સના( drugs) બનવોમાં પોલીસ નાની માછલીઓને પકડી મોટા મગરને છૂટા મૂકી દે છે તેનું જ પરિણામ છે કે ગુજરાતમાં એક બાદ એક ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાઇ રહ્યા છે.તો સાથે જ હાલ અનેક સમાચારો પણ રોજ આવી રહ્યા છે.
દ્વારકા બન્યું ડ્રગ્સનો(drugs) સિલ્કરૂટ
પાકિસ્તાનની હેરોઇન કાર્ટેલ સૌરાષ્ટ્રના માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે તે પ્રયાસને સરકારની તમામ એજન્સીઓ સામ,દામ, દંડ ભેદ દ્વારા આ દાણચોરી અટકાવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસને આજે વધારે એક મોટી સફળતા મળી હતી. આજે દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનની હેરોઇન કાર્ટેલ સૌરાષ્ટ્રના માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની ( drugs)દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે તે પ્રયાસને સરકારની તમામ એજન્સીઓ સામ,દામ, દંડ ભેદ દ્વારા આ દાણચોરી અટકાવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસને આજે વધારે એક મોટી સફળતા મળી હતી. આજે દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
કોણ છે ભોલાજી શૂટર?
ભોલો શુટર મુળ પંજાબના ફરિદકોટનો રહેવાસી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી ફરિદકોટ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જો કે તે ડ્રગ્સનું રેકેટ જેલમાંથી જ સંચાલિત કરી રહ્યો હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. હાલમાં જ ગુજરાતનાં મુંદ્રા પોર્ટ પરથી પણ 10 હજાર કરોડ રૂપિયાનું પકડાયું હતું જેની ચર્ચા આખા દેશમાં થઈ હતી અને ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સની( drugs) હેરફેર માટે કેન્દ્ર સરકાર પણ નજર રાખી રહી હોવાનું સામે આવ્યું છે.
ડ્રગ્સનો( drugs) જથ્થો બધી જગ્યાઓ પર ગુજરાતમાં પકડાયા હોવાનું સામે આવી રહ્યું છે. બંન્ને સાગરિક અંકિત ઝાંખડ અને અરવિંદ યાદવ થકી હાલમાં સમગ્ર રેકેટનું સંચાલન થઇ રહ્યું હોવાનું પોલીસ માની રહી છે. આ તમામ લોકો બિશ્નોઇ ગેંગ સાથે પણ સંકળાયેલા હોવાનો પોલીસનો અંદાજ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4