Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સનીરજ ચોપરાના ભાલાની બોલી પહોંચી કરોડોમાં, જાણો ઓલિમ્પિક ખેલાડીઓની કઈ-કઈ વસ્તુઓ છે હરાજીમાં?

નીરજ ચોપરાના ભાલાની બોલી પહોંચી કરોડોમાં, જાણો ઓલિમ્પિક ખેલાડીઓની કઈ-કઈ વસ્તુઓ છે હરાજીમાં?

niraj chopra Spear
Share Now

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર પીએમને મળેલી ભેટ-સોગાદોની ઈ-હરાજી કરવામાં આવી રહી છે. ઈ-હરાજીમાં નીરજ ચોપડાને ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર ભાલાની બોલી 10 કરોડ સુધી પહોંચી ગઈ છે. ઈ-હરાજીમાં 1330 સ્મૃતિ ચિન્હોની બોલી લગાવવામાં આવી રહી છે. જેમાં ટોક્યો ઓલમ્પિક 2020 અને ટોક્યો પેરાઓલમ્પિક 2020ના વિજેતાઓ દ્વારા પ્રધાનમંત્રીને આપેલી ભેટ સોગાદો પણ સામેલ છે. ઈ- હરાજી 7 ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ આયોજન કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે. ટોક્યો ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનાર નિરજ ચોપડાની બરછીની મૂળ કિંમત એક કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ એક જ દિવસમાં તે બરછની બોલી 10 કરોડ સુધી પહોંચી ગઈ છે.

sunil antil

જ્યારે પેરાઓલમ્પિક ટોક્યોમાં બરછી ફેંકમાં ગોલ્ડ પોતાના નામે કરવાવાળા સુનિલ અંતિલની બરછીની બોલી 3 કરોડ સુધી પહોંચી ગઈ છે. અંતિલના ભાલાની પણ મુળ કિંમત એક કરોડ રાખવામાં આવી હતી. બંન્ને ખેલાડીઓએ એજ ભાલાથી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

આ પણ વાંચો : CBDT : સોનુ સૂદે 20 કરોડની વધુ રૂપિયાની કર ચોરી કરી, AAP અને શિવસેનાએ કરી ભાજપની નિંદા

સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય બોક્સર લવલીના બોરગોહેનના બોક્સિંગ મોજાની કિંમત પણ 10 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ વાદળી રંગના મોજાની પ્રારંભિક કિંમત રૂપિયા 80 લાખ રાખવામાં આવી હતી. આ મોજા પર બોક્સર લવલીના બોરગોહેનની સહી પણ છે.

Lovlina

આ સાથે ટોક્યો ઓલમ્પિકમાં બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધુના બેડમિન્ટન અને બેડમિન્ટન બેગની કિમત 2 કરોડ 20 હજાર રુપિયા સુધી પહોંચી ચુકી છે. જોકે તેની મુળ કિંમત 80 લાખ રૂપિયા હતી. ભારતીય મહિલા હોકી ટીમની હોકી પર પણ જોરદાર બોલી લાગી રહી છે. હોકી પર મહિલા હોકી ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે. તેની કિંમત પણ 80 લાખ રૂપિયા હતી. જેની કિંમત હવે 1 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. મહિલા હોકી ટીમ ટોક્યો ઓલમ્પિંકમાં ચોથા સ્થાન ઉપર રહી હતી.

india women hockey

તમને જણાવી દઈએ કે વ્યક્તિ અથવા સંસ્થા 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોમ્બર 2021ની વચ્ચે થનાર ઈ હરાજીમાં ભાગ લઈ શકે છે. ઈ-હરાજીમાંથી મળનાર રકમ ગંગા નદીના રક્ષણ માટે નમામિ ગંગે અભિયાનને આપવામાં આવશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment