Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝમહેસાણામાં હિરપુરા બેરેજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયું ખાતમુહૂર્ત, હવે નહીં રહે પાણીની તંગી

મહેસાણામાં હિરપુરા બેરેજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયું ખાતમુહૂર્ત, હવે નહીં રહે પાણીની તંગી

Share Now

આજ રોજ તારીખ 29 ઓક્ટોબર 2021ના રોજ મહેસાણા જિલ્લામાં હીરપુરા બેરેજના ખાતમુહુર્ત (E- inauguration of barrage) સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ- લોકાર્પણ અને શિલાન્યાસ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra bhai Pate) અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (C R PATIL) સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું .

E- inauguration of barrage in mahesana by cm Bhupendra bhai patel

મહેસાણા જિલ્લામા હીરપુરા બેરેજના ખાતમુહુર્ત સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ- લોકાર્પણ અને શિલાન્યાસ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra bhai Patel) અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

વિવિધ વિકાસલક્ષી કાર્યોની વિગત જોઇએ તો 19 દરવાજાથી સજ્જ અને 346 કરોડ લિટર પાણીનો સંગ્રહશક્તિ ધરાવતાં હીરપુરા બેરેજનો લાભ 7910 એકર જટેલા વિસ્તૃત વિસ્તારને મળશે. જેમા બે તાલુકા હિંમતનગર અને વિજાપુરના આંતરીયાળ ગામોમાં સિંચાઇ અને પિવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. અંદાજે 3.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ એપીએમસી બ્રાહ્મણવાડા સબયાર્ડ ગોડાઉનનું ખાતમુહુર્ત, પ્રાથમિક શાળાનંબર 7 ના 20 વર્ગો કે જે એક કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા ખંડનું લોકાર્પણ, શાળાના ઓરડા અને મધ્યાહન ભોજનનાને શેડ કે જે એક કરોડ 19 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. વિજાપુર ખાતે મોડલ સબરજીસ્ટર કચેરી 96 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

E- inauguration of barrage in mahesana by cm Bhupendra bhai patel વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ આંદોલન થકી નર્મદા યોજના પુરી કરી અને એના કારણે ગુજરાતને ઘણો લાભ થયો છે. – ભુપેન્દ્રભાઇ પટેલ

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલજીએ (CM Bhupendra bhai Patel) જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ આંદોલન થકી નર્મદા યોજના પુરી કરી અને એના કારણે ગુજરાતને ઘણો લાભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની દીર્ધદ્રષ્ટી આપણને તેમના દરેક નિર્ણયમાં અને તેના પરિણામમા જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો એક કુટુંબ ભાવનાથી સાથે રહી પ્રજા લક્ષી કાર્યો કરે છે. ખેડૂતો માટે સરકાર હરહંમેશ કામ કરશે.

પ્રાકૃતિક ખેતી કરવા હાંકલ કરી તેના લાભો વિશે જણાવ્યું. પ્રાકૃતીક ખેતી વિશે ભુપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું કે ગામડાના લોકો તો ખેતી કરતા હોય છે જેથી ખેતીવિશે તેમને જણાકારી હોય છે પરંતુ શહેરમાં રહેતા લોકો પણ જાણે કે ખેતી કેવી રીતે થાય. ખેતીમાં જે યુરિયા અને દવાનો છંટકાવ થાય છે તેના કારણે સ્વસ્થ્ય પણ બગડે છે તેથી પ્રાકૃતિક ખેતી લાભદાઇ રહેશે.કલેકેટરશ્રી અને અધિકારીઓને  મુખ્યમંત્રીએ ટકોરકરી કે કોઇ પણ વ્યકિત કામ લઇને આવે તો તેનો ધક્કો એળે ન જાય.  ભુપેન્દ્રભાઇ પટેલે વિશ્વાસ સાથે જણાવ્યું કે જયા સુધી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ છે ત્યા સુધી વિકાસના કામો અટકશે નહી અને અંતમા પાણી નો બગાડ ન થાય અને યોગ્ય રીતે પાણીનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીએ લોકોને વિનંતી કરી.

E- inauguration of barrage in mahesana by cm Bhupendra bhai patel

ગામના લોકોની નાની માંગણીઓ હોય તે પણ પુરી થવી જોઇએ તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે- સી.આર.પાટીલ

આ કાર્યક્ર્મમાં સી.આર.પાટીલ (C R PATIL) સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે સરકારની અંદર મોટા નિર્ણયો કરવામાં આવતા હોય છે ત્યારે ગામના લોકોની નાની માંગણીઓ હોય તે પણ પુરી થવી જોઇએ તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. ગુજરાતમાં પાણીની અછત કેટલાક વિભાગોમાં છે. આખા ગુજરાતનું કુલ પાણીનો 65 ટકા ભાગ દક્ષિણ ગુજરાતમાં છે પરંતુ પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે હજી કેટલાક ગામો દરિયા કિનારે હોવાને કારણે ખારુ પાણી આવે છે આ કારણે સુરત શહેરમાં બોરના પાણી ખારા થવા માંડયા ત્યારે અમે પ્રયોગ શરૂ કર્યો કે મકાનમાં અગાસીમાંથી ઉતરતુ પાણી સીધુ બોરમાં જાય તેની વ્યવસ્થા કરી અને દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં સરપંચોને સાથે રાખી પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. સી.આર.પાટીલ સાહેબે લોકોને વરસાદી પાણીનો બોરમા સંગ્રહ કરવા અંગે માહિતી આપી હતી બોર કેવી રીતે બનાવવુ અને તેનો ખર્ચ સહિત તેની વ્યવસ્થા અંગે લોકોને માહિતગાર કર્યા હતા.

E- inauguration of barrage in mahesana by cm Bhupendra bhai patel

ગામડામાં પિવાનું શુદ્ધ પાણી, પુરતુ પાણી ખેતી માટે મળે, આર્થીક ઉપાજન માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી ગામડાઓ આર્થિક રીતે મજૂબત થાય – સી.આર.પાટીલ

સી.આર .પાટીલ સાહેબે જણાવ્યું કે પાણીની અછતને કારણે ગામડાઓ તૂટે છે. સંયુકત કુટંબમાં રહેતા લોકો શહેર તરફ પ્રયાણ કરે છે ગામડાઓ તૂટવા ન જોઇએ તે માટે વિશિષ્ટ પ્રયોગો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ગામડામાં પિવાનું શુદ્ધ પાણી, પુરતુ પાણી ખેતી માટે મળે, આર્થીક ઉપાજન માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી ગામડાઓ આર્થિક રીતે મજૂબત થાય તેવી હાંકલ કરી.

સી.આર.પાટીલ સાહેબે રાજયના મુખ્યમંત્રીને ગામડાઓને તૂટતા અટકાવવા માટે દરેક પ્રયત્નો કરે તે માટે વિનંતી કરી અને સૌ સાથે મળી ગુજરાતને સમૃદ્ધ કરે અને ગુજરાતના નાના મા નાના વ્યકિતની સમસ્યા દૂર કરવા યોગ્ય કામ કરી પરિણામ આપવા હાંકલ કરી હતી .

જુઓ આ વિડીયો: Home MInister Harsh Sanghavi On India Crossing 100 Crore Vaccination

આ કાર્યક્રમમાં પુર્વ , રાજયના મંત્રી રૂષીકેષભાઇ પટેલ,પ્રભારીમંત્રી જગદીશભાઇ પંચાલ,મહેસાણા જિલ્લાના સાંસદ શારદાબેન,સાબરકાંઠા જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડ ,સાંસદ ભરતભાઇ ડાભી , વિજાપરુના ધારાસભ્યઓ, રમણભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ ,કરશનભાઇ, મતી આશાબેન પટેલ, અજમલજી ઠાકોર, મહેસાણા જિલ્લા પ્રભારી કૌશલ્યા કુવરબા, મહેસાણા જિલ્લાના પ્રમુખ જસુભાઇ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પણ વાંચો: યુપીમાં અમિત શાહનું હુંકાર, સદસ્યતા અભિયાનની કરી શરૂઆત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment