Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝડિજિટલ કરન્સી: PM મોદીએ લોન્ચ કર્યું e-Rupi: ભારતના જનજન માટેની હશે આ ડિજિટલ કરન્સી

ડિજિટલ કરન્સી: PM મોદીએ લોન્ચ કર્યું e-Rupi: ભારતના જનજન માટેની હશે આ ડિજિટલ કરન્સી

India to Enter Digital Currency World With e-Rupi: PM Modi to Launch Digital Payment Solution
Share Now

નવી દિલ્હી : ભારતીય અર્થજગતમાં ડિજિટલ કરન્સીની સંભાવનાઓ અને સ્થાન છેલ્લા એકાદ વર્ષથી ખંગોળાઈ રહી હતી. ભારતની સેન્ટ્રલ બેંક, આરબીઆઈએ પણ લક્ષ્મી(Lakshmi) નામથી ડિજિટલ કરન્સી(Digital Currency) બહાર પાડવાની તૈયારી આરંભી હતી, તેવામાં હવે મોદી સરકાર જ ડિજિટલ કરન્સી દુનિયામાં પ્રથમ પગલું માંડવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)  આજે ડિજિટલ કરન્સી સમાન ઈ-રૂપી(e-Rupi)નું લોન્ચિંગ કરશે.

સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરંસિગ થકી સાંજે 4.30 કલાકે ઈ-રૂપી લોન્ચ કરશે. પીએમ મોદીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. પીએમ મોદીએ ઈ-રૂપીની વિશિષ્ટતાના સંકેત આપતા લખ્યું છે કે આ એક કેશસેલ સિસ્ટમ છે અને કોન્ટેકટલેસ ડિજિટલ પેમેન્ટ છે. સર્વિસ આપનાર અને સર્વિસ ઉપભોક્તાને ડિજિટલ માધ્યમથી જોડવાનું કામ ઈ-રૂપી કરશે. ખાસ કરીને આ એક લીક-પ્રૂફ સિસ્ટમ હશે.

e-Rupi કોણે બનાયું છે ?

આ ડિજિટલ કરન્સી સમાન સિસ્ટમ દેશની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI) દ્વારા બનાવવામાં આવી છે. NPCI દ્વારા તેના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મ પર તેને રજૂ કરવામાં આવી છે. NPCI દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા(National Health Authority) આયુષ મંત્રાલયના સહયોગથી આ નવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો : ઐતિહાસિક દિવસ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય હોકી ટીમ પહોંચી સેમી-ફાઇનલમાં!

ઈ-રૂપીએ ભારતનું પરોક્ષ ડિજિટલ ચલણ પણ ગણી શકાય છે. આ સિસ્ટમ કે આ પ્રકારના ચલણથી દેશની કરન્સીનું આદાન-પ્રદાન ઘટશે અને એક વાઉચર થકી જ સર્વિસની લેવડ-દેવડ થશે. આ એક પ્રકારનું વાઉચર જ છે. ઈ-રૂપી કેશસેલ અને એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મીડિયમ આધારિત હશે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક ડિજિટલ વાઉચર છે,જેને સર્વિસ ઉપભોકતા સર્વિસ લેવા માટે વટાવી શકશે.

આ રીતે ઈશ્યુ થશે e-Rupi વાઉચર્સ

NPCI દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલ આ સિસ્ટમ થકી તમામ બેન્કો e-Rupi ઈશ્યુ કરી શકશે. કોઈપણ કોર્પોરેટ અથવા સરકારી એજન્સીએ ચોક્કસ વ્યક્તિ અને હેતુ કે જેના માટે ચૂકવણી કરવી છે તે માટે સહયોગી સરકારી અથવા ખાનગી બેંકનો સંપર્ક કરવો પડશે. લાભાર્થીની ઓળખ મોબાઈલ નંબર દ્વારા કરવામાં આવશે અને સર્વિસ પ્રોવાઈડરને કોઈ ચોક્કસ વ્યક્તિના નામે વાઉચર ફાળવવામાં આવશે, જે તે જ વ્યક્તિને આપવામાં આવશે.

આ પણ વાંચો : પાંચ વર્ષ આપણી સરકારના, શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા

કઈ રીતે કામ કરશે e-Rupi ?

ઈ-રૂપીની આ સિસ્ટમ વ્યક્તિ-વિશિષ્ટ અને હેતુ-વિશિષ્ટ હશે. ઈ-રૂપી દ્વારા સેવા પ્રદાતા(Service Providers)ને સેવાના લાભાર્થીઓ(Beneficiaries) સાથે કોઈપણ ભૌતિક ઈન્ટરફેસ વગર જોડી શકાશે. આ ડિજિટલ વાઉચર થકી કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવામાં આવશે.

e-Rupi એક ક્યૂઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ(‌SMS String) આધારિત ઈ-વાઉચર છે, જે લાભાર્થીના મોબાઈલ નંબર પર પહોંચાડવામાં આવશે. આ એક વખતની ચૂકવણી પદ્ધતિ(One Time Payment Mechanism) થકી સર્વિસ ઉપભોક્તઓ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કર્યા વગર જ સર્વિસ પ્રોવાઈડર પાસેથી વાઉચર થકી સર્વિસ અને તેના લાભ લઈ(Redeem) કરી શકશે.

e-Rupi

સામાન્ય શબ્દોમાં કહીએ તો આ એક SMS કે ક્યુઆર કોડ હશે,જે એક જ વખત રીડિમ કરી શકશો અને તેમાં ધાંધલીને કોઈ અવકાશ નહિ રહે. સરકાર તરફથી ઈશ્યુ થયેલ લાભ આ SMS કે QR કોડમાં હશે જેને લાભાર્થીઓ સર્વિસ આપતી સંસ્થાઓ પાસે જઈને SMS કે QR કોડ બતાવીને લઈ શકશે.

હવે તમને થશે કે આ તો પહેલાં પણ થતું હતુ. સરકાર આ e-Rupi થકી નવું શું કરવા જઈ રહી છે. મોદી સરકારનું આ નવી સિસ્ટમમાં મેજિક શું છે ? તો આવો જાણીએ ઈ-રૂપીના ફાયદા………….

e-Rupiનો ફાયદો શું ?

સરકારના જણાવ્યા અનુસાર દેશમાં ચાલતી અનેક કલ્યાણકારી યોજનાઓમાં ધાંધલી અને ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળતી હતી. હવે આ ત્રુટીને દુર કરવા માટે સરકારે ઈ-રૂપી લોન્ચ કર્યું છે. આ સિસ્ટમ થકી હવે કોઈ પણ લીકેજ વગર સર્વિસ ઉપભોક્તા સુધી તેને સરકાર દ્વારા આપનારી સેવા પહોંચાડી શકાશે.

સરકાર શરૂઆતી તબક્કે ઈ-રૂપી(e-Rupi)નો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દવાઓ અને ખાતર સબસિડી જેવી યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે પણ થઈ શકે છે.

Govt Schemes : 26 important schemes launched by Narendra Modi government

આ પણ વાંચો : બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, દેશના નામે કર્યો વધુ એક મેડલ

મોદી સરકારના જણાવ્યા અનુસાર ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારીઓને સંલગ્ન કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો હેઠળ આ ડિજિટલ વાઉચર્સ(e-Rupi)નો ઉપયોગ કરી શકશે.

સરકારની અનેક યોજનાનોના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વચ્ચે અનેક પક્ષકારો હોય છે. આ બધા જ ટચ પોઈન્ટને દૂર કરીને સીધા ગ્રાહકોને તેમના આંગળીઓના ટેરવે લાભ આપવા માટે મોદી સરકાર આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.

અન્ય કોઈ દેશમાં છે ઈ-રૂપી જેવી સિસ્ટમ ?

ભારતમાં 2જી ઓગષ્ટે લોન્ચ થનાર આ ડિજિટલ સિસ્ટમ અગાઉથી અન્ય દેશોમાં અન્ય કોઈ રીતે અમલમાં છે જ. અમેરિકામાં એજ્યુકેશન વાઉચર્સ અથવા સ્કૂલ વાઉચર્સની એક વર્ષો જુની વ્યવસ્થા છે, જેના દ્વારા સરકાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ચૂકવણી કરે છે. વિદેશોમાં આ સબસિડી માતાપિતાને તેમના બાળકોને શિક્ષિત કરવાના ચોક્કસ હેતુ માટે સીધી આપવામાં આવે છે.

અમેરિકા ઉપરાંત કોલંબિયા, ચિલી, સ્વીડન અને હોંગકોંગ જેવા દેશોમાં પણ શાળા વાઉચર સિસ્ટમ લાગુ છે.

ડિજિટલ કરન્સીથી લઈ રીતે અલગ છે e-Rupi ?

કેન્દ્ર સરકાર અને દેશની સેન્ટ્રલ બેંક, આરબીઆઈ ડિજિટલ ચલણ લાવવાની યોજના પર કામ કરી રહ્યાં છે. E-Rupiના લોન્ચિંગ સાથે દેશમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિજિટલ ચલણની સંભાવનાઓને એક નવો વેગ મળશે. દેશની ડિજિટલ કરન્સી માટેનો આકાશ અને અવકાશ આ રેગ્યુલેટરી સંસ્થાઓને મળી શકે છે. 

Most Well-Known Digital Types of Cryptocurrencies

આ પણ વાંચો : પોર્નોગ્રાફી કેસ: રાજકુન્દ્રાની મુશ્કેલીઓ વધી, બે એપમાંથી 51 અશ્લીલ ફિલ્મો મળી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment