Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝE Shram Portal: આજે સરકાર e shram Portal કરશે લોન્ચ, તમને શું લાભ મળશે?

E Shram Portal: આજે સરકાર e shram Portal કરશે લોન્ચ, તમને શું લાભ મળશે?

E Shram Portal: Today the government will launch e shram portal, what will you get?
Share Now

નવી દિલ્હી : અસંગઠિત ક્ષેત્ર (Unorganized Sector)ના શ્રમિકોના ડેટાબેસ બનાવવા માટે સરકાર 26 ઓગસ્ટ એટલે કે આજે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલ (E Shram Portal)નો લોગો લોન્ચ કર્યો છે. મંત્રીએ જણાવ્યું કે, પોર્ટલ 26 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે અને આજે જ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની માંગણી કરતા શ્રમિકોના સવાલોના જવાબ અને સમાધાન માટે એક રાષ્ટ્રીય ટોલ-ફ્રી નંબર 14434 પણ લોન્ચ કરવામાં આવશે. તો આવો જાણીએ પોર્ટલ વિશેની તમામ માહિતી OTTIndia Gujarati સાથે…………….

E Shram Portal: Today the government will launch e shram portal, what will you get?

E Shram Portal

પોર્ટલના શુભારંભ પછી અસંગઠિત ક્ષેત્રના શ્રમિક એ જ દિવસે પોતાનું રજીસ્ટ્રેશન (Registration) શરૂ કરી શકે છે.

કામદાર બર્થ ડેટ, હોમ ટાઉન, મોબાઈલ નંબર અને સામાજિક શ્રેણી જેવી અન્ય જરૂરી ડિટેલ (Detail) ભરવા સિવાય પોતાનો આધાર કાર્ડ નંબર અને બેન્ક ખાતાની માહિતીનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે.

શ્રમિકોને એક ઈ-શ્રમ કાર્ડ (E Shram Card) જારી કરવામાં આવશે જેમાં 12 આંકડાનો વિશિષ્ટ નંબર હશે.

ઈ-શ્રમિક પોર્ટલ (E Shram Portal) લોન્ચ કરવાનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ કરવાનો છે.

E Shram Portal: Today the government will launch e shram portal, what will you get?

ઈ-શ્રમ પોર્ટલ (E Shram Portal)ના માધ્યમથી સરકારનો લક્ષ્ય 38 કરોડ અસંગઠિત શ્રમિકો જેવા કે કન્સ્ટ્રક્શન મજૂરો, પ્રવાસી મજૂરો, રેકડી-લારીવાળા સ્થાનિક કામદારોનું રજીસ્ટ્રેશન કરવાનો છે.

સરકારના આ પગલાથી દેશના લગભગ 43.7 કરોડ અસંગઠિત કામદારો સુધી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પહોંચશે.

આ પણ વાંચો : શું ભારત સરકાર તાલિબાન સાથે કરશે વાતચીત ?

અધિકારીએ જણાવ્યું કે, કામદારોનું આ રજીસ્ટ્રેશન શ્રમ મંત્રાલય (Labor Ministry), રાજ્ય સરકાર, ટ્રેડ યુનિયન અને CSCsના સહયોગથી થશે. દેશભરના શ્રમિકોના રજીસ્ટ્રેશન માટે એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

સરકારે 38 કરોડ અસંગઠિત ક્ષેત્રના કામદારોના રજીસ્ટ્રેશનનો લક્ષ્ય રાખ્યો છે.

E Shram Portal: Today the government will launch e shram portal, what will you get?

સરકારે લોન્ચ કરેલ લોગો પરથી જાણવા મળે છે કે સરકાર આ પોર્ટલ કન્સ્ટ્રક્શન વર્કર્સ, માઈગ્રન્ટ વર્કર્સ (Migrant Workers), ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ, ફેરીયા, લોકલ કામદારો, ખેતમજૂરો અને અન્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને સુવિધાઓ પુરી પાડવા માંગે છે. અને જરૂરીયાતમંદ શ્રમિકો સુધી સરકાર પોતાની પહોંચ બનાવવા માંગે છે.

ઈ-શ્રમમાં રજીસ્ટર થયેલ શ્રમિકોને 1 વર્ષ સુધી PMSBY યોજનાનો લાભ મળશે. તેમને મૃત્યુ અને કાયમી દિવ્યાંગતા પર 2 લાખ રૂપિયા અને આંશિક દિવ્યાંગતા પર 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે.

આ પોર્ટલ માઈગ્રન્ટ કામદારોને ટ્રેક કરવામાં મદદ કરશે અને તેમને રોજગારની તકો પુરૂ પાડશે.

રજીસ્ટ્રેશન બાદ મળતું કાર્ડ સમગ્ર દેશમાં લાગુ પડશે, શ્રમિક દેશના કોઈ પણ ખૂણેથી કાર્ડનો લાભ લઈ શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment