Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝચીનની અવળચંડાઈ, કરાવતું હતુ ડેટામાં ધાંધલી : વિશ્વ બેંકે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રીપોર્ટ બંધ કર્યા

ચીનની અવળચંડાઈ, કરાવતું હતુ ડેટામાં ધાંધલી : વિશ્વ બેંકે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રીપોર્ટ બંધ કર્યા

Ease Of Doing Business Report Data Manipulation by China: World Bank Halts EODB Ranking Report
Share Now

નવી દિલ્હી : વિશ્વ બેન્કની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રીપોર્ટ(Ease Of Doing Business Report)ની વિશ્વસનીયતા પર અનેક મોટા સવાલ ઉભા થઇ રહ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે વિશ્વ બેંક દ્વારા વર્ષ ૨૦૧૮ના રીપોર્ટમાં ચીનના દબાણના કારણે હેરફેર કરવામાં આવી હતી. વિશ્વ બેન્કની કારોબારી સુગમતા રીપોર્ટમાં કરવામાં આવેલ ગેરરીતિનો મામલો હવે વધારે ઉગ્ર બનતો જાય છે.

Ease Of Doing Business Report- OTT India

Ease Of Doing Business Report

ચીન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સારા માર્ક એટલેકે ઉચ્ચ ક્રમાંક મેળવવા માટે વર્લ્ડ બેંકના ટોચના અધિકારીઓ અને અન્ય પક્ષકારો પર પ્રત્યક્ષ અને પરોક્ષ દબાણ કરાવતું હતુ હોવાના અહેવાલ બહાર આવતા હોબાળો મચ્યો છે. ચીને ટોચના અધિકારીઓને પોતાના પક્ષે કરીને ડેટામાં અને અંતે રીપોર્ટમાં ગડબડી કરાવી હોવાના ઘટસ્ફોટ થયા છે.

ચોંકાવનારી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)ના મેનેજિંગ ડાયરેકટર ક્રિસ્ટલીના જોર્જીવાનું નામ પણ બહાર આવ્યું છે. અહેવાલ અનુસાર વિશ્વ બેંકના કાર્યકાળ દરમિયાન જોર્જીવાએ કર્મચારીઓ પર એક રીપોર્ટ(Ease Of Doing Business Report)માં ફેરબદલ કરવા માટે દબાણ કર્યું હતું જેથી ચીન નારાજ ના થાય. જો કે આ મામલાને જોર્જીવાએ સદંતરે નકારી દીઘી છે.

આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક માટે જિયો અને ITC કરશે સરકારની મદદ ?

બેન્કની એથીક્સ કમિટીના કહેવા પર લો ફર્મ વિલ્મરહેલએ એક આંતરિક ઓડિટ રીપોર્ટ તૈયાર કર્યો હતો. 80,000 ડોક્યુમેન્ટોના એનાલિસિસ બાદ તૈયાર કરાયેલ આ રીપોર્ટમાં વર્લ્ડ બેંક પર ચીનના દબાણના મુદ્દે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર ક્રીસ્ટલીનાએ કર્મચારીઓ પર દબાણ કર્યું હતું કે તે ચીનનું રેન્કિંગ સારું દર્શાવે. તેની સાથે જ આઈએમએફના તત્કાલીન અધ્યક્ષ જીમ યોગ કીમ પર પણ ચીનનું દબાણ હોવાની વાત બહાર આવી છે.

જોર્જીવાનો નકારો

દરમિયાન જોર્જીવાએ તપાસ અહેવાલને નકારી દેતા કહ્યું છે કે તે આ બાબતોથી સહમત નથી અને આઈએમએફના કાર્યકારી બોર્ડ સામે પોતાનો પક્ષ રજુ કર્યો છે.આ પહેલા ગુરુવારે વિશ્વ બેન્કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ(Ease Of Doing Business Report)ના રીપોર્ટને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં બેન્કે કહ્યું હતું કે રીપોર્ટમાં ડેટા સાથે છેડછાડ કર્યા હોવાની વાત બહાર આવી છે.જેથી હાલ તેને રદ્દ કરવામાં આવે છે.

સમગ્ર મામલે હવે અમેરિકાના ટ્રેજરી વિભાગે કહ્યું છે કે તે સમગ્ર બાબતની સમીક્ષા કરશે. જો આ અહેવાલ સાચો હશે તો આ એક ગંભીર બાબત છે. વિલ્મરહેલના અહેવાલ અનુસાર આઈએમએફના પૂર્વ અધ્યક્ષ જીમ યોગ કીમના વરિષ્ઠ કર્મચારી મારફતે પ્રત્યક્ષ અને પરોક્ષ દબાણ હતું કે રીપોર્ટની મુખ્ય ગણતરીના આધારને જ બદલી દેવામાં આવ્યો હતો જેથી કરીને ચીનનો સ્કોર સારો દેખાય.

China data manipulation for EODB Ranking Report

વિશ્વ બેન્કે કેપિટલ માટે ચીનની મદદ માંગી હતી જેથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેના બદલે રીપોર્ટમાં ચીનને ફાયદો કરાવવાનો પ્રયાસ કરાયો હતો. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ(Ease Of Doing Business Report) ૨૦૧૮ના રીપોર્ટમાં ચીન સાત સ્થાનનો કુદકો લગાવી ૭૮માં સ્થાન પર આવી ગયું હતું. 78મા સ્થાને ચીનને 65.3 સ્કોર મળ્યો હતો, જે ખરેખરમાં ડેટા ધાંધલી વગર 64.5 હોત અને ચીન આ રીપોર્ટમાં 85મા સ્થાને હોત.

જોકે આ ઓડિટ રીપોર્ટમાં માત્ર ચીન જ નહિ અઝેરબાઈઝાન અને સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ એમિરાતસ જેવા મોટા દેશોના નામ પણ શામેલ છે જેમણે રીપોર્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ધાંધલીઓ કરી છે.

આ પણ વાંચો : ભારતના માત્ર ૧૦ ટકા અમીરો પાસે દેશની અડધી અડધ સંપતિ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment