Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝજાંબુના પાકને કોરોનાનું ગ્રહણ

જાંબુના પાકને કોરોનાનું ગ્રહણ

Eclipse of corona to purple crop
Share Now

કોરોનાએ ન માત્ર માનવ પર હવે તો પ્રકૃતિ પર પણ માઠી અસર પહોચાડી છે. માળીયા હાટીના તાલુકામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કોરોનાનું ગ્રહણ લગતા મુશ્કેલી વધી છે. અત્યારે માણસ દવા, ઓક્સિજન અને સારવારના ખર્ચાથી તંગ છે અને ઉપરથી ખેડૂતોની રોજીરોટી સમાન ખેતીના પાકમાં નુકસાન થાય તો ? પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જાય… માળીયા હાટીનામા જાંબુનો પાક તો મબલખ માત્રામાં થયો..પણ બજારમાં મંદીના માહોલમાં ખેડૂત પાક વેચે કઈ રીતે ? ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા પાક પશુને ખવડાવી દીધો હતો.

જાંબુ વિષે આ જાણો છો: કમરૂદીનભાઇ જારીયા કહી રહ્યા છે કે…

jambu tree

માળીયા હાટીના તાલુકામાં ગયા વર્ષ દરરોજ 3 હજારથી વધુ કમાણી થતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો હતો. અમરાપુર ગીર ગામે જાંબુનો પાક લોકો મફત પણ લેવા તૈયાર નથી. જેથી ખેડૂતોની ચિંતા વધી છે. જાંબુનુ વૃક્ષ અંદાજે 10 થી 12 ફુટ ઉંચુ થાય છે અને ભરાવદાર હોય છે. આવા ખાટા-મીઠા રોચક ફળનો સ્વાદ પણ અનેરો હોય છે પરંતુ આ કોરોના મહામારીએ ખેડૂતોનો નુક્સાનીનો માર સહન કરવા મજબુર કર્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો :

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment