આમ તો દર વર્ષે દેશભરમાં લાખો લોકો વૃક્ષો વાવે છે. કેટલાક પર્યાવરણના જતન માટે, તો કેટલાક ફોટા પડાવવા અને સોશિયલ મિડિયામાં દેખાડો કરવા વૃક્ષો વાવતા હોય છે. તો કેટલાક રાજકીય પક્ષો વૃક્ષારોપણના કાર્યકમો યોજી મીડિયામાં છવાયેલા રહેવા માંગતા હોય છે. પણ વૃક્ષો રોપ્યા પછી કેટલા વૃક્ષો જીવે છે? કેટલા એનું જતન કરે છે? ક્યારેક એ કૂમળા છોડ ગાય બકરીના પેટમાં જતા રહે છે. તો કેટલાક પાણીના અભાવે સુકાઈ જાય છે. વૃક્ષારોપણનો પછી ફિયાસ્કો થઈ જાય છે. પણ બધે એવુ નથી હોતું.
પર્યાવરણ પ્રેમી (Eco friendly village) અને વૃક્ષ પ્રેમી ગામ કુંવરપરા!
પર્યાવરણનું મહત્વ સમજનારા સાચા પર્યાવરણ પ્રેમીઓ પણ આપણે ત્યાં છે. જે સાચા અર્થમાં પર્યાવરણની ચિંતા કરે છે. આજે આપણે એવા જ એક પર્યાવરણ પ્રેમી (Eco friendly village) અને વૃક્ષ પ્રેમી ગામ કુંવરપરા ગામની વાત કરવી છે.
આ એક ગામ એવુ છે, જે ગામના ગ્રામજનોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગામમા અને ગામ વિસ્તારની ગૌચર જમીનમાં 27500 વૃક્ષો વાવ્યા છે. અને તે પણ ગામલોકોએ ચેકડેમના પાણીથી ઘડા, ડોલથી સિંચીને વૃક્ષ ઉછેર્યા છે. જે આજે ફૂલી ફાલીને 10 થી 15 ફૂટ જેટલાં મોટા થઇ ગયા છે.
આ પણ વાંચો: એક ગાંવ ઐસા ભી…
નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકાનું કુંવરપરા ગામ બન્યું છે, વૃક્ષમિત્ર ગામ (Eco friendly village). આ ગામના યુવા સરપંચ નિરંજન વસાવાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો સહયોગથી, ગામલોકોએ ત્રણ વર્ષમાં કુલ 27500 વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમા પહેલા વર્ષે 11000 અને બીજા વર્ષે 11000 વૃક્ષો મળીને, છેલ્લા બે વર્ષમાં કુલ 22000 વૃક્ષોનું ગ્રામજનોએ વાવેતર કર્યું છે. ત્યારે આ વખતે ફરીથી ફૂલીને 8થી 10ફુટ જેટલાં ઉછેરેલા વૃક્ષો મોટા થઇ ગયા છે. અને આ વર્ષે વધુ 5500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ અંગે ગામના યુવા સરપંચ નિરંજનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ વર્ષથી અમારી ગ્રામ પંચાયતમાં અમે વૃક્ષારોપણ ગ્રામજનોના સહયોગથી કરી રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષમાં અમે 27500 વૃક્ષો રોપ્યા છે. આ વર્ષે ગામલોકોએ 5500 વૃક્ષો કુંવરપુરા બસ સ્ટેશનથી વાવ્યા છે. બસ સ્ટેશન જવાના રસ્તે અને કુંવરપરાના જૂના ગામને જોડતો રસ્તો, તેમજ સ્મશાનની આજુબાજુમાં પડતર જગ્યામાં, ગૌચરની જગ્યાઓમાં આ વૃક્ષા વાવવામાં આવ્યા છે. અમે ચેકડેમના પાણીથી આ વૃક્ષોને સિંચીને તેમનો ઉછેર કર્યો છે.”
વૃક્ષો માત્ર બે વર્ષ યોગ્ય ટ્રીટમેન્ટ આપો
છેલ્લા 2 વર્ષથી વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશમાં અને દુનિયામાં ઓક્સિજનની કમીના કારણે અને પૂરતો ઓક્સિજન ન મળવાના લીધે ઘણા બધા સ્વજનોને ગુમાવ્યા છે. આજે દિવસેને દિવસે ગ્લોબલ વોર્મિંગમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે. ગમે તે સમયે વરસાદ પડી રહ્યો છે. અત્યારે જે ભૂગર્ભમાં જે પાણી રહેલું છે. એ પણ દિવસેને દિવસે ખૂબ ઊંડાણમાં જઈ રહ્યું છે.
ત્યારે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદ પણ ખુબ સરસ પડી રહ્યો છે. ત્યારે જો આપણે આપણા ઘરની આસપસ અને શહેરમાં રહેલી વિવિધ બિન જરૂરી જગ્યા પર વૃક્ષો વાવીશું, તો ભવિષ્યમાં ઓક્સીજન અને વિવિધ ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમનો સામનો નહિ કરવો પડે. વૃક્ષને માત્ર બે વર્ષ યોગ્ય ટ્રીટમેન્ટ આપો કે જેથી કરીને આવનારી આપણી પેઢીને પૂરતો ઓક્સિજન મળી રહે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4