Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝવિશ્વ હૃદય દિવસ : હિંમતનગરમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ, જાણો કેવી રીતે થાય છે આ બીમારી

વિશ્વ હૃદય દિવસ : હિંમતનગરમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ, જાણો કેવી રીતે થાય છે આ બીમારી

heart
Share Now

સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં શરીરની બહાર નીકળેલા  (heart)હૃદય સાથે એક બાળકનો જન્મ થયો  છે. આ બાળકના(heart) હૃદયને બાહર જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે.  હિંમતનગરની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં શરીરની (heart) હૃદય નીકળેલા બાળકને જોઈને હોસ્પિટલના ડોક્ટરની સાથે સ્ટાફ પણ હેરાન થઈ ગયા હતા. સિવિલમાં પ્રથમ વખત આવા બાળકનો જન્મ થતાં કુતૂહલ પેદા થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટર પ્રમાણેआ આ બીમારી ખુબ જ દુર્લભ છે. દસ લાખ બાળકે એકાદ બાળકમાં આવું જોવા મળે છે, એવું આર.એમ.ઓએ જણાવ્યું હતું. બાળકનો જન્મ થતાં અમદાવાદ યુએન મહેતામાં રિફર કરાયું હતું.

heart

શરીરની બહાર હૃદય (heart) સાથે જન્મવાની સ્થિતિ (Ectopia cordis) તરીકે ઓળખાય છે. ઈડરના ચિત્રોડી ગામના માતા-પિતાના આ બાળકને અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યું છે.

આ બાળકની અમદાવાદ સિવિલમાં સર્જરી થશે અને યોગ્ય સ્થાને બાળકના હૃદયને સ્થાપિત કરવામાં આવશે. આ પ્રકારના ઓપરેશનમાં બાળક ઓપરેશન રૂમ સુધી ન પહોંચે ત્યાં સુધી હૃદયની બહારની સપાટી સૂકાય નહીં અને અને ઇન્ફેક્શન ન લાગે એની કાળજી લેવી પડે છે. મહદંશે આવી સર્જરીમાં અત્યારે સફળતા મળી રહી છે.

શું છે આ દુર્લભ બીમારી

એક્ટોપિયા કોર્ડિસ એક જન્મજાત હૃદયની બીમારી છે. આ બીમારીમાં ક્યારેક હૃદય સંપૂર્ણ બહાર હોય છે અથવા ક્યારેક અર્ધબહાર હોય છે. જેથી આ બીમારીના દર્દીને બહારના સંક્રમણનો ભય રહે છે જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો આવા બાળકોનું મોત થઈ શકે છે.

કેવી રીતે થાય છે આ બીમારી

(Ectopia cordis) એક્ટોપિયા કોર્ડિસ ગર્ભના વિકાસ દરમિયાન મિડલાઇન મેસોડર્મ અને વેન્ટ્રલ  એટલે કે છાતીની રચના સમયે યોગ્ય પરિપક્વતા નથી આવતી જેથી આવી બીમારી બાળકોમાં પરિણમે છે. વૈજ્ઞાનિકો માને છે કે, જ્યારે બાળકનો ભ્રૃણ બને છે ત્યારે બાળક માતાના ગર્ભમાં સંપૂર્ણ રીતે પરિપક્વ થતું નથી. અને આ પરિપક્વતાના અભાવે ભ્રૃણમાં ખામી રહે છે. જ્યારે ભ્રૃણમાં છાતીના ભાગે ખામી રહે ત્યારે આ બીમારી થાય છે. જ્યારે આ બીમારીને લઈને અન્ય કારણો પણ વૈજ્ઞાનિકો માને છે, પરંતુ એમની સાથે કોઈ etiology એટલે કે, કોઈ ખાસ કારણ શોધી ન મળ્યુ હોવાથી આ બાબતથી વૈજ્ઞાનિકો અજાણ છે. હાલ પૂરતુ ભ્રૃણનો વિકાસ ન થવો જ કારણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : સુરતમાં ન્હાવા પડેલો યુવક પાણીમાં ગરક, 22 વર્ષના યુવકના મોતથી પરિવારમાં શોક

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment