Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝભાજપ TMC સામે સરકારી એજન્સીઓનો કરે છે ઉપયોગ: મમતા બેનર્જી

ભાજપ TMC સામે સરકારી એજન્સીઓનો કરે છે ઉપયોગ: મમતા બેનર્જી

mamta banerjee,tmc,abhishek banerjee,ed,news in gujarati
Share Now

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ(Mamta Banerjee) કોલસાની દાણચોરી સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને(Abhishek Banerjee) બોલાવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જ્યારે દિલ્હીની ભાજપ સરકાર રાજનીતિમાં અમારો મુકાબલો કરી શકતી નથી, ત્યારે તેઓ એજન્સીઓનો ઉપયોગ કરે છે.

લોકો માટે કામ કરવું એ અમારી પ્રાથમિકતા 

મમતા બેનર્જીએ કહ્યું કે, “લોકો માટે કામ કરવું એ અમારી પ્રાથમિકતા છે. જ્યારે દિલ્હીની ભાજપ સરકાર રાજકારણમાં અમારો મુકાબલો કરી શકતી નથી, ત્યારે તેઓ સરકારી એજન્સીઓનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો અમને છોડીને જતાં રહ્યા હતા પરંતુ હવે તેઓ પાછા ફર્યા છે કારણ કે તેઓ જાણે છે કે તેમનું ઘર અહીં (TMC) છે. 

mamta banerjee,tmc,abhishek banerjee,ed,news in gujarati

આ પણ વાંચો:દેશમાં બંધારણ,બિનસાંપ્રદાયિકતા અને કાયદો ત્યાં સુધી જ જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં

માનવધિકાર સહિત તમામ કમિશન રાકીય બન્યા 

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય માનવધિકાર પંચ સહિત તમામ કમિશન રાજકીય બની ગયા છે. આ બધા કમિશનના તમામ સભ્યો પણ ભાજપના(BJP) છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મતદાન બાદ થયેલી હિંસામાં ભાજપના 5 કાર્યકરો અને 16 TMC કાર્યકરો માર્યા ગયા હતા. અમને સીબીઆઈ સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ ભાજપના નેતાઓને તેમની સાથે ગામોમાં કેમ લઈ જઈ રહ્યા છે? NHRC અને અન્ય તમામ કમિશન રાજકીય બની ગયા છે, તેમના તમામ સભ્યો ભાજપના છે.

બંગાળના વિદ્યાર્થીઓ નેતૃત્વ કરે 

કાલીઘાટમાં એક કાર્યક્રમમાં બોલતા મમતાએ કહ્યું, “ભાજપ સોશિયલ મીડિયા(BJP Social Media) પર વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને અન્ય લોકોના અવાજને દબાવી રહી છે. હું ઇચ્છું છું કે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ આગેવાની લે. ભાજપ સરકાર અમાનવીય છે. આ સરકાર લોકોને પ્રેમ નથી કરતી અને દેશને વેચી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, આપણે જય હિન્દ, વંદે માતરમ અને ખેલા હોબે કેમ કહીએ છીએ? અમારું માનવું છે કે વિદ્યાર્થી એ જ છે જે અસહાય લોકો સાથે આગળ વધવાનું શરૂ કરે છે. તેઓ દેશનું ભવિષ્ય છે. હું ઈચ્છું છું કે તેઓ રાજકારણનું નવું સમીકરણ બને. 

અભિષેક બેનર્જીને EDએ પાઠવ્યું સમન્સ 

ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને(Abhishek Banerjee) કોલસાની દાણચોરી સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 સપ્ટેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં ઇડીએ અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીને પણ સમન્સ પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે અભિષેક મમતા બેનર્જીનો ભત્રીજો છે.

ઇડીએ અભિષેક બેનર્જીને 3 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યું છે, જ્યારે રૂજીરા બેનર્જીને 1 સપ્ટેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસ સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોને પણ આગામી મહિને જુદી જુદી તારીખે હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. અભિષેક બેનર્જી લોકસભામાં ડાયમંડ હાર્બર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment