Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝદેશમાં કોરોના વિરુદ્ધ લડાઇમાં સૌથી મોટા ‘દાનવીર’

દેશમાં કોરોના વિરુદ્ધ લડાઇમાં સૌથી મોટા ‘દાનવીર’

Azim Premji
Share Now

કોરોના વાઇરસની મહામારીના પ્રકોપથી દુનિયાનો કોઈ એવી જગ્યા નથી જે બચી શકી હોય. આ વાયરસે સમયની સાથે સાથે પોતાનું સ્વરૂપ પણ ઘણી વખત બદલ્યું છે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા ભારતમાં પણ તિવ્ર ગતિએ વધી રહી છે. અને તે સાથે જ કોરોના ભારત સહિત ઘણા દેશોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશામાં ચારેય તરફ નિરાશાના વાદળો વચ્ચે દેશના લોકોને બચાવવા અને તેમની મદદ માટે દેશના કરોડપતિઓએ ઘણા દાન આપ્યા છે,

દેશ જ્યારે આ કપરી અને કઠિન પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થઇ રહ્યો છે, ત્યારે દેશના ધનવિરો દાન કરવામાં કોઇ પાછા નથી પડી રહ્યાં. ભારત પર આવેલા સંકટને ધ્યાનમાં રાખીને કેટલાક બિઝનેસમૅન સહિત ઘણા લોકોએ મદદ માટે આગળ આવ્યા છે. આ આપત્તિ સામે લડવા માટે દિલ ખોલીને દાન કર્યું છે, એડલગિવ હુરુન ઇન્ડિયા પરોપકારની લિસ્ટ (Edelgive Hurun India Philanthropy List 2020) માં વિપ્રોના સંસ્થાપક અને ચેરમેન અજીમ પ્રેમજી સૌથી ઉપરના સ્થાન પર છે, અજીમ પ્રેમજીએ આ કોરોનાકાળમાં દેસને 7,904 કરોડ રુપિયાનું દાન કર્યું છે.

Azim Premji donetion 

2020માં દેશના અગ્રણી 90 દાનવીરોએ રૂ.9324 કરોડ દાન આપ્યું હતું

હુરુન ઇન્ડિયાએ 10 કરોડથી વધુનું દાન કર્યું હોય તેની લિસ્ટ બહાર પાડી છે, જેમાં અજીમ પ્રેમજી Azim Premji donation એ 2020માં  દેશના એ મોટા 90 દાનવીરોમાં સામેલ છે.એમાં કોઇ સવાલ નથી કે સૌથી મોટા દાનવીર અજીમ પ્રેમજી છે, જેમણે 7904 કરોડ રુપિયા દાન કર્યા છે. એક રિપોર્ટ મુજબ તો અજીમ પ્રેમજીના દાનનો હિસાબ કરવામાં આવે તો એ દિવસના 22 કરોડ રુપિયા દાન કરે છે.

  • અજીમ પ્રેમજી એન્ડ ફેમિલી-7,904 કરોડ
  • શિવ નદાર એન્ડ ફેમિલી-795 કરોડ
  • મુકેશ અંબાણી -458 કરોડ
  • કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી -276 કરોડ
  • અનિલ અગ્રવાલ એન્ડ ફેમિલી -215 કરોડ
  • અજય પિરામલ એન્ડ ફેમિલી-196 કરોડ

 

એચસીએલ ટેક્નોલોજીના સંસ્થાપક અધ્યક્ષ શિવ નાડર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણી ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર છે, મુકેશ અંબાણીની જો વાત કરવામાં આવે તો તેમણે 458 કરોડ પરોપકારી કામો માટે કર્ટ કર્યા છે, દાન કરવાની બાબતમાં મુકેશ અંબાણી ત્રીજા સ્થાન પર છે. બિડલા ગૃપના ચેરમેન કુમાર મંગલમ બિડલાને ચોથા સ્થાન પર છે, તેમણે 276 કરોડ દાન કર્યા છે, જ્યારે અધ્યક્ષ અનિલ અગ્રવાલ દાનવીરોમાં પાંચમાં સ્થાન પર છે. તેમેણે 215 કરોડ રુપિયા દાન કર્યા છે.

STOCK-Mukesh-Ambani_ Reuters

Reuters

એક ફાઉન્ડેશન મુજબ 2020 માં કુલ દાન વધીને 175%થી વધીને 12050 કરોડ રુપિયા થઇ ગઇ છે. બીજા દાનવીરોની વાત કરવામાં આવે તો ક્રમશ: પીરમલ એન્ટરપ્રાઇઝના અજય પીરમલ એન્ડ ફેમિલી 196 કરોડ, ઇન્ફોસિસ કંપનીના નંદન નીલકણિ 159 કરોડ, હિન્દુજા ગૃપના બ્રદર્શને 133 કરોડ, ગૌતમ અડાણી 88 કરોડ, Torrent Pharmaceuticals ના સુધીર મહેતા અને સમીર મહેતા 82 કરોડ દાનમાં આપ્યા છે.

આ પણ વાંચો: એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ SWAC કમાન્ડર્સને સંબોધન

કોરોનાની કપરી પરિસ્થિતિમાં જ્યારે દેશમાં કેસ અને મરણની સંખ્યા વધી રહી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ આંકડો ક્યા જઇને પહોંચે છે, Who પણ લોકોને માસ્ક પહેરવાનુ અને એકબીજાથી દુર રહેવાનું કહી રહ્યુ છે, વેક્સિન પણ આવી છતાં દેશમાં કોઇ ફર્ક નથી દેખાઇ રહ્યો ત્યારે આ મોટા દાન દેશને ઘણી રીતે મદદ કરી શકે.

ફ્લિપકાર્ડના કો ફાઉન્ડર બિની બસંલ 37 વર્ષના પહેલા એવા ડોનર છે, જે દાનવીરોની લિસ્ટમાં સૌથી નાના છે, રોહિણી નીલકર્ણી પરોપકારની માદ્યમથી દાન કરે છે, ભારતની સૌથી ઉદાર મહિલા છે, આ લિસ્ટ લાંબી છે, જેમાં અનુ આગા અને થર્મેન્સના પરિવારનો પણ સમાવેશ થાય છે.

અજીમ પ્રેમજીને ભારતના બિલ ગેટ્સ પણ કહેવાય છે, તે ક્યારેય અમીરીથી પ્રભાવીત થયા નથી. એઝીમજ પ્રેમજી એક ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી આવે છે, 2001 માં તેમણે અઝીમ પ્રેમજી ફાઇન્ડેશનની સ્થાપના કરી હતી. દેશના શિક્ષણ માટે તેમણે અબજો રુપિયાનું દાન કર્યું છે.  અજીમ પ્રેમજી પરોપકારિયો માટે એક રોલ મોડલ છે.

 

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment