Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરંગીલું રાજકોટ બનશે હવે ગ્રીન રાજકોટ !!!

રંગીલું રાજકોટ બનશે હવે ગ્રીન રાજકોટ !!!

green rAJKOT
Share Now

હવે રાજકોટ બનશે હરિયાળું. વૃક્ષોને કારણે પર્યાવરણ તો બચશે પરંતુ પ્રદુષણ પણ નહિ વધે. રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉછરેલા વ્રુક્ષો ફરતે સુંદર ક્યારા બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે, અત્યાર સુધીમાં ત્રણેય ઝોનમાં કુલ મળીને ૧૫૧થી વધુ ક્યારા બની ચુક્યા છે અને હજુ પણ બાકી રહેલા અન્ય વૃક્ષો માટે ક્યારા બનાવવામાં આવી રહ્યા હોવાનું મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું.

BOX OF TREES IN RAJKOT ROAD

ક્યારામાં કચરો નહીં ભરાય અને તેમાં પાણી આસાનીથી જમીનમાં ઉતરી જાય

કમિશનરશ્રીએ પૂરક માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, શહેરના ત્રણેય ઝોનના મુખ્ય રસ્તા પર વ્રુક્ષો માટે ક્યારા બનાવી તેમાં કપચીથી ભરવામાં આવે છે. આમ કરવાથી ક્યારામાં કચરો નહીં ભરાય અને તેમાં પાણી આસાનીથી જમીનમાં ઉતરી જાય. જો કદાચ કચરો ભરાય તો પણ તે આસાનીથી બહાર કાઢી શકાય છે. ક્યારાને કારણે વ્રુક્ષ અને તેની આસપાસનો એરિયા ચોખ્ખો અને સુંદર દેખાય છે.

આ પણ વાંચો : રાજકોટમાં નહીં યોજાય ગરબા ! |

દરેક જગ્યાએ હરિયાળી જ

RAJKOT ARUN MAESH BABUશહેરના વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર-૯મા ૧૦ ક્યારા, વોર્ડ નંબર – ૧૦માં ૧૫૧ ક્યારા બનાવવામાં આવી ચુક્યા છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નંબર -૧૬મા ૪ અને અન્ય વોર્ડમાં હવે ક્રમશ: કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર-૨ માં રેસકોર્સ ફરતે અને એરપોર્ટ પાસેના રસ્તા પર હાલ આ કામગીરી ચાલુ છે.રાજકોટને હરિયાળું બનવામાં આવી રહ્યું છે.

વૃક્ષો માટે દર ફ્લાવર બેડ બનાવવાનું શરૂ

કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આ ફ્લાવર બેડ બનાવવા માટે ફૂટપાથ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પથ્થર તેમજ નોનયુઝમાં રહેલ સિમેન્ટ પાઈપલાઈનના વેસ્ટમાંથી તેના કટકાનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આમ વ્રુક્ષો માટે ચોરસ અને ગોળ આકારના સુંદર ફ્લાવર બેડ બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે.

આપને જણાવી દઈએ કે રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા પણ વૃક્ષો માર્ગો પર બંનવામાં આવ્યા છે જેથી પ્રદુષણ ઓછું ફેલાઈ તો સાથે જ પર્યાવરણનું જતાં થઇ. ટ્રાફિક દિન પ્રાટીન વધી રહયો છે અને પ્રદુષણ પર એટલું જ. તો હવે રાજકોટમાં સુંદર ક્યારાઓ બનાવવામાં આવશે જેથી રંગીલું રાજકોટ બનશે ગ્રીન રાજકોટ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment