રાજસ્થાનના બાડમેર (Barmer)જિલ્લામાં બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
#UPDATE | Total 8 dead so far in the collision between a passenger bus and a truck near Pachpadra in Rajasthan's Barmer district: SP Deepak Bhargava
— ANI (@ANI) November 10, 2021
Barmer જિલ્લાના અકસ્માતમાં 8 લોકોના મોત
બાડમેર જિલ્લાના પાચપાડ્રા નજીક બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહન વચ્ચે ટક્કર થયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. એસપી દીપક ભાર્ગવે જણાવ્યું કે, અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે. હાલમાં અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ (Police)અને ફાયર બ્રિગેડ (Fire brigade)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Jodhpur: બેકાબુ ઓડી કારે એક બાદ એક 10થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા, એકનું મોત
લોકોને બસના કાચ તોડીને બહાર નીકળ્યા
બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત (Accident)થતાં જ બસમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ લાગતાની સાથે જ લોકો ફસાયા હતા. જેમાંથી કેટલાક લોકો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કેટલાક લોકોને બસમાંથી બહાર નિકાળ્યા હતા.
भरतपुर सांसद श्रीमती रंजीता कोली से फोन पर बात कर कुशलक्षेम जानी। साथ ही, डीजीपी, प्रमुख सचिव, गृह विभाग को निर्देशित किया है कि घटना की पूरी जांच कर सख्त कार्रवाई की जाए। घटना की जांच के लिए जयपुर से SOG की टीम भरतपुर जाकर घटना की जांच करेगी।
— Ashok Gehlot (@ashokgehlot51) November 10, 2021
સીએમએ તપાસના નિર્દેશ આપ્યા
અકસ્માતની ઘટનાને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ડીજીપી, મુખ્ય સચિવ અને ગૃહ વિભાગને નિર્દેશ આપ્યો છે કે, ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. ઘટનાની તપાસ માટે જયપુરથી SOGની ટીમ ભરતપુર જશે અને ઘટનાની તપાસ કરશે.
बाड़मेर में हुई बस-ट्रक दुर्घटना के संबंध में जिला कलेक्टर, बाड़मेर से फोन पर वार्ता कर राहत-बचाव कार्यों के संबंध में निर्देशित किया है। घायलों का बेहतर से बेहतर इलाज सुनिश्चित किया जाएगा।
— Ashok Gehlot (@ashokgehlot51) November 10, 2021
Barmer ની અકસ્માતની ઘટનાને લઇને CM અશોક ગેહલોતે દુ:ખ વ્યક્ત કર્યું
અકસ્માત બાબતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. સીએમએ જણાવ્યુ હતું કે, બાડમેરમાં સર્જાયેલી દુર્ઘટના બાબતે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરીને તેમને રાહત અને બચાવ કાર્યો બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઇકો કારે પલટી મારી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4