ગોંડલ (Gondal)માર્કેટ યાર્ડ (Market Yard)માં આજે બુધવારે મતદાન (Voting)શરુ થઇ ગયુ છે. જ્યાં પ્રથમ ત્રણ કલાકમાં 83 ટકા મતદાન પૂર્ણ થયું છે. ખેડૂત વિભાગના કુલ 616 મતદારોમાંથી 433 મતદારોએ મતદાન કર્યું છે. માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં મતદારોનો મતદાન કરવાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ગોંડલ Market Yard પર ખેડૂત વિભાગની 10 બેઠક પર મતદાન
જણાવી દઇએ કે ખેડૂત વિભાગની 10 બેઠક પર મતદાન થઇ રહ્યુ છે. જેમાં ભાજપે 10 અને કોંગ્રેસે 8 બેઠક પર ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ છે. જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જયારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થશે તેવો વિશ્વાસ પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો
ગોંડલ યાર્ડ પણ ભાજપનો ગઢ મનાય છે
ગોંડલ (Gondal)પણ ભાજપ (BJP)નો ગઢ માનવમાં આવી રહ્યો છે. તેમાં મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડિયા, કુરજીભાઈ ભાલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી, મનીષભાઈ ગોળ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા મળી 16 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
બેડી માર્કેટ યાર્ડ (Market Yard)માં પણ ભાજપ ()નો દબદબો રહ્યો હતો
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા નંબરના માર્કેટિંગ યાર્ડ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ પર ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઇ હતી. જ્યારે વેપારી વિભાગની 4 બેઠક પર વેપારી વિકાસ પેનલના 1 અને વેપારી હિત રક્ષક પેનલના 3 ઉમેદવારની જીત થઇ હતી. આ સાથે જ ભાજપે ફરી એકવાર યાર્ડ પોતાના કબ્જે કર્યું હતુ.
જેતપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4