Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / September 27.
Homeન્યૂઝપશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં મમતા બેનર્જીની ચિંતા ઘટી

પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં મમતા બેનર્જીની ચિંતા ઘટી

west bengal election,by election,west bengal,mamta banerjee
Share Now

પશ્ચિમ બંગાળમાં(West Bengal) પેટા ચૂંટણીની(By Election) તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ મમતા બેનર્જીનું મોટું ટેન્શન પૂરું થયું તેમ કહી શકાય. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ત્રણ અને ઓડિશામાં(Odisha) એક બેઠક માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ મુજબ, ભવાનીપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી 30 સપ્ટેમ્બરે થશે અને મત ગણતરી 3 ઓક્ટોબરે થશે. બંગાળની ભવાનીપુર વિધાનસભા એ જ બેઠક છે જ્યાંથી મમતા બેનર્જી પેટા ચૂંટણી લડશે.

30 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી 

એક જાણીતી સમાચાર એજન્સી અનુસાર, ચૂંટણી પંચે(Election Commission) ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. આ તારીખે પશ્ચિમ બંગાળના સંસેરગંજ અને જંગિરપુર અને પીપલી (ઓડિશા) માં પણ પેટા ચૂંટણી યોજાશે. અને મતની ગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. જો કે, ચૂંટણી પંચે કહ્યું કે અન્ય 31 મતવિસ્તારની પેટા ચૂંટણી કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી છે.

west bengal election,by election,west bengal,mamta banerjee

આ પણ વાંચો:મુઝફ્ફરનગર કિસાન મહાપંચાયતને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ

બંગાળની વિશેષ વિનંતીને ધ્યાને રાખીને ચૂંટણી યોજવામાં આવી 

ચૂંટણી પંચે જણાવ્યા અનુસાર, 13 સપ્ટેમ્બર નામાંકન ભરવાની છેલ્લી તારીખ હશે અને ઉમેદવારો 16 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારીપત્રો પરત ખેંચી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે બંધારણીય જરૂરિયાત અને પશ્ચિમ બંગાળ રાજ્યની વિશેષ વિનંતીને ધ્યાનમાં રાખીને, ભવાનીપુર (મમતા બેનર્જીની પરંપરાગત બેઠક) માટે પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ગાઈડલાઇન પણ નક્કી કરી છે. 

સમયમર્યાદા 5 નવેમ્બર સુધી છે

તમને જણાવી દઈએ કે મમતા બેનરજીની(Mamta Banerjee) સીટ પર પેટાચૂંટણી યોજવા માટે TMCએ દિવસ-રાત એક કર્યો હતો. કારણ એ હતું કે જો મમતા બેનર્જી 5 નવેમ્બર સુધીમાં વિધાનસભાનું સભ્યપદ નહીં લે તો તેમને મુખ્યમંત્રી પદ પરથી હટી જવું પડશે. જેમ જેમ આ સમયગાળો ટૂંકો થતો ગયો તેમ તૃણમૂલ કોંગ્રેસની બેચેની વધી રહી હતી. આ સાથે જ ભાજપ પેટા ચૂંટણીનો પણ વિરોધ કરી રહ્યુ હતું.

શું છે બંધારણીય જોગવાઈ 

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મમતા બેરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે, મમતા બેનરજી ચૂંટણી હારી ગયા હતા.  પરંતુ બંધારણીય નિયમ પ્રમાણે મુખ્યમંત્રી બનનાર જો વિધાનસભ્યનો સભ્ય ના હોય એટલે કે ધારાસભ્ય ના હોય તો તેને મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર ફરીથી ચૂંટણી જીતીને વિધાનસભાના સદસ્ય બનવું પડે છે. નહીં તો તેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે છે. ત્યારે હવે ચૂંટણી પંચના આ નિર્ણયથી મમતા બેનરજીની ચિંતા ઓછી થઈ છે. 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં(West Bengal) પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ મમતા બેનર્જીનું મોટું ટેન્શન પૂરું થયું તેમ કહી શકાય. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ત્રણ અને ઓડિશામાં એક બેઠક માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ મુજબ, ભવાનીપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી 30 સપ્ટેમ્બરે થશે અને મત ગણતરી 3 ઓક્ટોબરે થશે. બંગાળની ભવાનીપુર વિધાનસભા એ જ બેઠક છે જ્યાંથી મમતા બેનર્જી પેટા ચૂંટણી લડશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment