Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝચીનના કારણે ભારતમાં ઉભું થઇ શકે વીજળી સંકટ

ચીનના કારણે ભારતમાં ઉભું થઇ શકે વીજળી સંકટ

electricity-crisis-in-india-may-cause-because-of-china
Share Now

નવી દિલ્હી : ચીનમાં ઘણા દિવસોથી સર્જાયેલું વીજળી સંકટથી સમગ્ર વિશ્વ વાકેફ છે ત્યારે ભારતમાં પણ હવે આ પ્રકાર(Electricity Crisis in India)ની સ્થિતિ ઉભી થઇ શકે છે.

Electricity Crisis in India

Electricity Crisis in India

ભારતમાં વીજળી બનાવનાર થર્મલ પાવર પ્લાન્ટ પણ કોલસાની સંભીર સમસ્યાનો સામનો કરી રહયા છે. આ કારણથી ઘણા બધા પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન ઠપ્પ થઇ ગયું છે અને અન્ય પ્લાન્ટમાં પણ ઉત્પાદન ઠપ્પ થઇ શકે છે. આ વીજળી સંકટ(Electricity Crisis in India)નું કારણ ચીન બની શકે તેવા પણ અહેવાલ છે.

આ પણ વાંચો : ચીનને તેની ભાષામાં જવાબ આપવા ભારત તૈયાર, મોદી સરકારને મળશે અદાણીનો સાથ

ઓસ્ટ્રેલિયન કોલસો બની શકે છે કારણ 

Amid Power Crisis China Govt Orders Energy Firms To Secure Supplies, Nearly 60% of Chinese economy is powered by coal

 

ભારત વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાથી કોલસો આયાત કરે છે અને ચીનના બંદર પર ભારતનો ૨૦ લાખ ટનથી વધુ ઓસ્ટ્રેલીયન કોલસો મહિનાઓથી પડેલો છે.જે લોકોએ ઓસ્ટ્રેલિયાથી કોલસો ખરીદ્યો છે તેમણે આ માહિતી આપી છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે કેવી રીતે રાજકીય સ્થિતિના કારણે એક દેશ બીજા દેશને નુકશાન કરી શકે છે. ચીનના આ પગલાંથી ભારતમાં ઉર્જા સ્પલાયનું સંકટ ઉભું થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયાથી આ સમયે ભારત ૧૨ થી ૧૫ ડોલર પ્રતિ ટનના ભાવે કોલસો ખરીદી રહ્યા છે.જે વાસ્તવમાં વિશ્વનો સૌથી સસ્તો થર્મલ કોલસો છે જે બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કોલસા સમાન છે.ભારતમાં સિમેન્ટ બનાવનાર અને આયરન સ્પોજ પ્લાન્ટ સ્થાનિક બજારમાં કોલસાની કમીને ઉકેલવા માટે ઓસ્ટ્રેલિયાથી કોલસો આયાત કરવામાં આવે છે.

આ પણ વાંચો : શાહરુખ ખાનનો પુત્ર આર્યન 4 વર્ષથી ડ્રગ્સ લે છે, NCBની પૂછપરછ ખુલાસો

ચીન-ઓસ્ટ્રેલિયા વચ્ચે શીત યુદ્ધ 

ભારતમાં વિજળી સંકટ

 

છેલ્લાં ઘણા દિવસથી ચીન અને ઓસ્ટ્રેલિયાના સબંધોમાં ખટાશ આવી ગઈ છે.તેની સાથે સાથે ચીન અને ભારતના સબંધ પણ સારા નથી.ચીનમાં વીજ સંકટ જબરજસ્ત છે અને આગામી શિયાળામાં આ સંકટ વધવાની આશંકા છે.જેના પછી પણ ચીન ઓસ્ટ્રેલિયાથી કોલસો આયાત કરવા માટે રસ નથી લઇ રહ્યું.ભારતની કંપનીઓએ ઓસ્ટ્રેલિયાથી ૨૦ લાખ ટન થર્મલ કોલસા ખરીદ્યો છે જે ચીનન બંદર પર પડયો છે.

આ પણ વાંચો : NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment