Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeઑટો & ગેજેટ્સકયું બાઇક હશે યોગ્ય ઈલેક્ટ્રોનિક કે પેટ્રોલ ?

કયું બાઇક હશે યોગ્ય ઈલેક્ટ્રોનિક કે પેટ્રોલ ?

petrol vs electronic
Share Now

અત્યારના સમયમાં જોવા જઈએ તો બજારમાં ઘણા બધા બાઇક જોવા મળે છે. કોઈ વધારે સ્પીડ વાળ હોય. કોઈનું માઇલેજ વધારે હોય તો કોઈમાં નવી ટેક્નોલોજી હોય પણ બદલાતા જતા સમયમાં જ્યાં ધુમાડાના કારણે પર્યાવરણ ઉપર વધારે અસરથઈ રહી છે, પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સામાન્ય ગ્રાહક માટે મુશ્કેલીઓ વધી જાય છે કે બજારમાં આવતા નવા ઇલેક્ટ્રોનિક બાઇક લેવા કે પછી પેટ્રોલ બાઇક લેવા.

petrol vs electronic

pc- revolt

કઈ બાઇક વધારે યોગ્ય રહેશે પેટ્રોલ કે ઇલેક્ટ્રોનિક ?

પર્યાવરણ અને વધતાં જતાં પેટ્રોલના ભાવને ધ્યાનમાં રાખીએ તો ઈલેક્ટ્રોનિક બાઇક વધારે સસ્તી અને યોગ્ય રહેશે. એવા ગ્રાહકો માટે જે વિચારતા હોય નવી ઇલેક્ટ્રોનિક બાઇક લેવાનું. તો વાંચો તેના થોડા નુકશાન પણ છે.

  • બજારમાં મળતા લેક્ટ્રોનિક બાઇક પર સરકાર સબસિડી તો આપે છે. પણ બાઇકની કિમત વધારે હોય છે બજારમાં મળતા સામાન્ય બાઇક કરતાં. જે માધ્યયમ વર્ગના ગ્રાહકો માટે લેવું થોડું મુશ્કેલ બને છે.
  •  ઇલેક્ટ્રિક બાઇકમાં સૌથી મોટી મુશ્કેલી છે તેની મર્યાદા. બાઇક એક વખત ચાર્જ કર્યા પછી વધુમાં વધુ 100 થી 120km સુધી નું અંતર કાપી શકે છે. જેથી બાઇકને લાંબી સફર પર લઈ જવું મુશ્કેલ છે.
  • ભારતમાં હજુ સુધી ઇલેક્ટ્રોનિક વાહનો વધારે નથી જેના કારણે બધી જગ્યા પર ચાર્જિંગના પોઇન્ટ્સ મળી શકે નહીં. જો તમે લાંબી સફર પર હોવ તો તમારે ચાર્જિંગ ની વ્યવસ્થા પહેલા કરવી પડશે. અથવા તમારું ઘર 5માં માળ પર હોય અને નીચે ચાર્જિંગ ની સુવિધા ન હોય તો ઈલેક્ટ્રોનિક બાઇક કારણ વગરની છે. હજુ 2 થી 3 વર્ષનો સમય લાગી શકે છે. ભારતમાં ચાર્જિંગના સ્ટેશનમાં વધારો થવામાં.
  • ઇલેક્ટ્રોનિક વાહન ઓછા હોવા થી તેના પાર્ટસ મળવામાં થોડી મુશ્કેલી થશે.

આ કારણોના લીધે હમણાં ઇલેક્ટ્રોનિક બાઇક લેવાનું ટાળવું જોઈએ

પેટ્રોલ બાઇક જે કિમતમાં સસ્તા હોય છે અને ઓછા સમયમાં વધારે કામ થાય છે. જેમ કે એક ઇલેક્ટ્રોનિક બાઇક ને ચાર્જ થવાનો સમય ઓછામાં ઓછો 1.50 કલાક થાય છે જ્યારે પેટ્રોલ બાઇક માં ખાલી 5મિનિટ થાય. એટલે પેટ્રોલ બાઇક વધારે યોગ્ય રહે સમયમાં અને પેટ્રોલની ઉપલબ્ધતા ને જોઈએ તો. 

  • પેટ્રોલ બાઇક વધારે યોગ્ય રહે છે લાંબી મુસાફરી માટે. 
  • પેટ્રોલની ઉપલબ્ધતા લગભગ બધે હોવાથી કોઈ પણ જગ્યાએ લઈ જવામાં સરળતા રહે છે. 
  • પાર્ટસ સરળતા થી મળી રહે છે. કોઈ પણ ગેરેજમાં સરળતા થી સર્વિસ થઈ શકે છે. 
  • ઇલેક્ટ્રોનિક બાઇકની તુલનામાં વધારે પાવર અને ક્ષમતા ધરાવે છે. 
  • ઇલેક્ટ્રોનિક બાઇક કરતાં વધારે સસ્તી હોય છે. 

સામાન્ય રીતે વધતાં જતાં પેટ્રોલના કારણે પેટ્રોલ બાઇક લેવાનું લોકો ટાળે છે પણ સામે જ્યારે ઇલેક્ટ્રોનિક બાઈકનો વિચાર આવે ત્યારે તે વધુ કિંમત વાળ હોવા થી સામાન્ય વર્ગના લોકો આ બાઇક ને લેવાનું ટાળતા હોય છે અને પેટ્રોલ બાઇક વધુ સરળ રહે છે. 

ઇલેક્ટ્રોનિક બાઇક લેવામાં માટે તેની કિમત ઓછી હોવી જોઈએ અને સૌથી મહત્વની વાત એક વખત ચાર્જિંગ કર્યા બાદ તેની ક્ષમતા વધારે હોવી જોઈએ. 

ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોનું બજાર ધીમે ધીમે વધી રહ્યું છે અને આવનાર સમયમાં હવે ઇલેક્ટ્રોનિક વાહનની માંગમાં વધારો થશે. ચાર્જિંગ અને તેના પાર્ટસની સમસ્યાનો ઉકેલ થશે ત્યારે ઇલેક્ટ્રિક બાઇક લેવું યોગ્ય છે. જો તમે એક સિટી માટે જ બાઇક જોતાં હોવ તો ઇલેક્ટ્રોનિક બાઇક લેવામાં નુકશાની નથી.  

 

આ પણ વાંચો:જાણો લિજ્જતનું માત્ર 80 રૂપિયા થી 1600 કરોડનું રહસ્ય.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

  

 

No comments

leave a comment