Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝUttarakhand: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે હાથીનું રેસક્યુ કરતું વન વિભાગ

Uttarakhand: પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે હાથીનું રેસક્યુ કરતું વન વિભાગ

Uttarakhand
Share Now

ઉત્તરાખંડ (Uttarakhand)ના હલ્દ્વાનીમાં ભારે વરસાદ (Heavy rain)ના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. તેવામાં ગૌલા નદીમાં પાણીની વધતા પ્રવાહમાં હાથી (Elephant)ફસાયો હતો જેનુ વનવિભાગે રેસક્યુ કર્યું હતું.

Uttarakhand માં વનવિભાગે હાથીનું રેસ્ક્યુ કર્યું

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગૌલા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. આ ધસમસતા પ્રવાહ વચ્ચે એક હાથી ફસાયો હતો. જેને વન વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યો હતો. આ તમામને લઇને વનવિભાગ (Forest Department)ના અધિકારીઓએ જણાવ્યું કે, ગત્ત કેટલાક દિવસોથી રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ છે. પ્રદેશની કેટલીક નદીઓ પાણીના વધતા જતા પ્રવાહને પગલે પુરની સ્થિતિ સર્જાઇ છે. વરસાદ (Rain)ના કારણે અહીંની જીવાદોરી સમાન ગૌલા નદીનું જળસ્તર પણ ભયંકર સ્તરે પહોંચ્યુ છે. ગઇકાલે મંગળવારના રોજ અહીં હલ્દુચૌર અને લાલકુવાની વચ્ચે એક હાથી ફસાઈ ગયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social media)પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હાથી નદીની વચ્ચે, જમીનના નાના એવા ટૂકડા પર નજરે ચઢી રહ્યોં છે.

આ તમામ મુશ્કેલ ભરી પરિસ્થિતિ હોવા છતાં વન વિભાગ ફસાયેલા હાથી માટે સંકટમોચક બની ઉતરી આવ્યું હતું. DFO સંદીપ કુમારે સમાચાર એજન્સીને હાથીના રેસક્યુ અંગે જણાવ્યું હતું કે, હાથી નદીની વચ્ચે ફસાયો હોવાની માહિતી મળી હતી. જેના પગલે અમે રેસક્યુ ટીમને ઘટનાસ્થળ પર મોકલી હતી જેને કાર્યવાહી હાથ ધરતા હાથીનો જીવ બચાવી લીધો હતો. હાથીનું રેસક્યુ કર્યાં બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે. હાલમાં વન વિભાગની ટીમ તેના પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કુદરતનો કહેર: ભારે વરસાદના કારણે 47 લોકોના મોત,બીજા વિસ્તારોની શું છે સ્થિતિ?

જણાવી દઈએ કે ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 47 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગઇકાલે મંગળવારના રોજ 21 લોકોના મોત થયા હતા. તો ભારે વરસાદના પગલે રાજ્યમાં કેટલાક મકાનો જમીનદોસ્ત થયા છે તો કેટલાક લોકો કાટમાળ (Debris)નીચે દબાયા છે. નૈનીતાલનો સંપર્ક રાજ્યના અન્ય વિસ્તારોથી તુટી ગયો છે. અહીં સુધી આવનારા ત્રણ મુખ્ય માર્ગો ભૂસ્ખલનના પરિણામે બ્લોક થઈ ગયા છે.

ઉત્તરાખંડમાં યાત્રાળુઓ ફસાયા જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment