Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝગ્રહણ: હવે વિશ્વના સૌથી ધનિક અબજોપતિએ લીધા છૂટાછેડા

ગ્રહણ: હવે વિશ્વના સૌથી ધનિક અબજોપતિએ લીધા છૂટાછેડા

Elon Musk Divorced: One more richest man in the world divorced
Share Now

મુંબઈ : ન વિચારી હોય અને ન થવાની પણ અનેક ઘટનાઓ કોરોના કાળમાં જવલ્લે બનતી જોવા મળી છે. અનેક નાના-મોટા લોકોની દુનિયા બદલાઈ ગઈ છે. અનેકના પરિવારો વેર વિખેર થયા છે. કોરોનાએ જીવનમાં ઘણાં બધા બદલાવ લાવવા મહત્વની ભૂમિકા ભજવી. દુનિયાના સૌથી વધુ ધનિકોમાં પણ તેની અસર જોવા મળી. બિલ ગેટ્સ-મિલિન્ડા ગેટ્સ અને જેફ બેઝોસ અને તેની પત્નિ જેવા બિલિયોનર કપલે છુટાછેડા (Divorce) લીધા છે. ત્યારે ભારતમાં પણ આમીર ખાને પોતાની પત્નિથી રાજીખુશીથી છુટા પડવાનું નક્કી કર્યું. હવે વધુ એક સમાચાર પ્રમાણે વિશ્વના સૌથી ધનિક વ્યકતિ અબજોપતિ એલન મસ્ક અને ગાયિકા ગ્રિમ્સ ત્રણ વર્ષના સંબંધો બાદ અલગ(Elon Musk Divorced) થઈ ગયા છે. ટેસ્લા અને સ્પેસ એક્સ (Space X)ના ફાઉન્ડર મસ્કે સિક્સ સાથે આ જાણકારી શેર કરી છે.

Elon Musk Divorced

મસ્કે એક નિવેદનમાં જણાવ્યું કે તે અને ગ્રિમ્સ અલગ થઈ ગયા (Elon Musk Divorced) છે. મસ્કે કહ્યું કે, તે અલગ થઈ ગયા છે પણ ફરીથી એકબીજાથી પ્રેમ કરે છે અને સતત મળતા રહે છે. કેનેડિયન સીંગર (Canadian Singer) ગ્રિમ્સ (33) અને મસ્ક (50)ને એક વર્ષનો પુત્ર છે જેનું નામ X Æ A-Xii છે.

Elon Musk Divorced: One more richest man in the world divorced

 છુટા પડવાનું કારણ ?

મસ્કે કહ્યું કે, સ્પેસએક્સ અને ટેસ્લા (Tesla)ને કારણે તે ઘણાં બિઝી રહે છે. મોટાભાગનો સમય ટેક્સાસ અથવા અલગ-અલગ દેશોના ટ્રાવેલિંગ (Travelling)માં કરવામાં જાય છે. મસ્કે જણાવ્યું કે, ગ્રિમ્સ (Grimes)નું કામ ઘણું અલગ છે. તેને મોટાભાગનો સમય લોસ એન્જલસમાં રહેવું પડે છે. તે અને બેબી X હજી મારી સાથે જ રહે છે.

આ પણ વાંચો  : Naykaa vs અંબાણી : રિલાયન્સ ઓનલાઈન કોસ્મેટીક અને પર્સનલે કેયર કારોબારમાં ઝંપલાવશે

મસ્ક-ગ્રિમ્સને છે એક પુત્ર

મસ્ક અને ગ્રિમ્સ મે 2018માં પહેલી વાર મળ્યા હતા અને મે 2020માં તેને પુત્ર થયો હતો. પોતાના પુત્રના નામ અંગે મસ્ક ઘણી ચર્ચામાં રહ્યા હતા. અંતિમ વાર મસ્ક અને ગ્રિમ્સ સાથે ચાલુ મહિનાની શરૂઆતમાં મેટ ગાલામાં સાથે દેખાયા હતા. રેડ કાર્પેટ પર ગ્રિમ્સ એકલા જ આવ્યા હતા પણ ઈવેન્ટમાં મસ્કે તેણે જોઈન કરી લીધા હતા.

Elon Musk and Grimes 'son

રાઈલી સાથે બે વાર થયા છુટાછેડા

અત્રે ઉલ્લેખનીય છે કે, મસ્ક અગાઉ કેનેડિયન લેખિકા જસ્ટિન વિલ્સન સાથે લગ્ન કરી ચૂક્યા છે, જેનાથી તેને પાંચ પુત્ર છે. તે વેસ્ટવર્લ્ડ એક્ટ્રેસ તાલુલા રાઈલી સાથે પણ બે વાર લગ્ન કરી ચૂક્યા છે. રાઈલી સાથે મસ્કના લગ્ન પહેલી વાર 2010માં થયા અને 2012માં તેના છુટાછેડા (Elon Musk Divorced) થયા હતા. તે પછી 2013માં મસ્ક અને રાઈલીએ ફરી એક વાર લગ્ન કર્યા અને 1026માં ફરી તેઓના છુટાછેડા થયા.

Elon Musk - Talulah Riley

આ પણ વાંચો  : Toyotaએ આ સિડાન કારનું વેચાણ કર્યું બંધ, તમને થશે કોઈ અસર ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment