અમદાવાદ : ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં રોજબરો અને હવે તો દરરોજ અનેક ક્રિપ્ટોમાં ભારે ઉથલપાથાલ જોવા મળી રહી છે. આ જ પ્રકારની હિલચાલથી વધુ એક વખત મસ્કની ફેવરિટ ક્રિપ્ટોકરન્સી Shiba Inuએ આશ્ચર્યચકિત કર્યા છે. છેલ્લા 24 કલાકમાં શિબા ઈનુમાં ભયંકર તેજી(Elon Musk’s Tweet Spurt Shiba Inu) જોવા મળી છે.
Elon Musk’s Tweet Spurt Shiba Inu
એક જ દિવસમાં શિબા ઈનુની કિંમતમાં 50%નો હાઈ જમ્પ(Elon Musk’s Tweet Spurt Shiba Inu) જોવા મળ્યો છે. મંગળવારે ક્રિપ્ટોકરન્સી Shiba Inu $0.00001264 પર ટ્રેડ કરી રહી હતી અને તેનું માર્કેટ કેપ 4,987,163,972 ડોલર પર પહોંચી ગયું હતું. સોમવારના ભાવ કરતા શિબા ઈનુનો ભાવ આજે 50% વધારે છે.
જોકે ચોંકાવનારી વાત એ છે કે અન્ય તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવ સોમવારે ઘટ્યા હતા. અમુક નાની અને બજારમાં વધુ ટ્રેન્ડેડ ક્રિપ્ટોકરન્સીમાં પણ સામાન્ય વધારો થયો હતો.
આ પણ વાંચો : Pandora Papers Leak: ઘણા ભારતીયોના નામો પર કેન્દ્રની નજર, CBDTના ચેરમેનના નેતૃત્વમાં થશે તપાસ
ક્રિપ્ટોકરન્સીના પોતાના પ્રેમ અને તેને લગતા આગવા અંદાજના પોતાના ટ્વીટ બદલ પ્રખ્યાત ટેસ્લાના વડા એલન મસ્કએ રવિવારે મોડી રાત્રે એક ટ્વીટ કર્યા બાદ શિબા ઈનુમાં શાનદાર તેજી જોવા મળી છે. આ ટ્વીટ(Elon Musk’s Tweet Spurt Shiba Inu) અનુસાર મસ્કને લાગે છે કે શિબા ઈનુ હવે ડોઝેકોઈનથી અલગ થઈ શકે છે. આ કારણે શિબા ઈનુમાં માત્ર એક જ દિવસમાં 49% સુધીની તેજી જોવ મળી છે. મસ્કે ટ્વિટર પર પોતાના કુરકુરિયા(Puppy)નો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું હતુ Floki Frunkpuppy. ક્રિપ્ટોકરન્સીના ઉત્સાહીઓ-રોકાણકારો-ટ્રેન્ડ ફોલોવર્સે આ ટ્વીટનો સંકેત સમજ્યો કે શિબા ઈનુ હવે ડોઝેકોઈનથી અલગ થઈ રહી છે.
Floki Frunkpuppy pic.twitter.com/xAr8T0Jfdf
— Elon Musk (@elonmusk) October 4, 2021
રસપ્રદ વાત એ છે કે મસ્કનું મસ્ત ફ્લોકી(Floki) નામનું નાનું પપી(ગલુડિયું) શિબા ઇનુ જાતિનું છે. તેના નામ પર જ ક્રિપ્ટોકરન્સીનું નામ શિબા ઇનુ નામ રાખવામાં આવ્યું છે અને ડોઝેકોઇનની પાછળ પણ એલન મસ્કનું આ જ પપી છે. Shiba Inu ઓગસ્ટ 2020માં લોન્ચ કરવામાં આવી હતી.
સત્તાવાર વેબસાઇટ અનુસાર શિબા ઇનુ માટે એક અલગ કોમ્યુનિટી બિલ્ડ અપ થઈ રહ્યું છે અને આ જ કારણોસર તેમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : શ્રમમંત્રાલયનો સર્વે : એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નવ ક્ષેત્રોમાં ત્રણ કરોડ લોકોને રોજગારી
Shiba Inuની વેલ્યુએશન હજી પણ ઓછી ?
સોમવાર અને મંગળવાર વચ્ચે શિબા ઈનુમાં 50%ની તેજી છતા તેની કિંમત ખૂબ જ ઓછી છે. Coinbase.comના આંકડા અનુસાર મુજબ શિબા ઇનુમાં છેલ્લા એક વર્ષમાં 8000%ની શાનદાર તેજી જોવા મળી છે.
બિટકોઇન સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી છે અને છેલ્લા અમુક વર્ષોથી સ્થિર કરન્સી છે. શિબા ઈનુમાં ભારે ઉતાર-ચઢાવનું કારણ એલન મસ્ક છે. એલન મસ્કનું દરેક ટ્વીટ શિબા ઇનુની તેજી મંદીને વેગ આપે છે.
આ પણ વાંચો : Sarva Pitru Amas નિમિતે આ રીતે કરો શ્રાદ્ધ તર્પણ અને દાન-પુણ્ય
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4