Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeલાઇફ સ્ટાઇલઈમોશનલી ડિસટર્બ હોવ ત્યારે આટલુ કરો… ડિપ્રેશનમાંથી બહાર આવી જશો…

ઈમોશનલી ડિસટર્બ હોવ ત્યારે આટલુ કરો… ડિપ્રેશનમાંથી બહાર આવી જશો…

emotional
Share Now

ભાવનાત્મક (Emotional) અસ્વસ્થતા આપણા શરીરમાં શારીરિક અને માનસિક સમસ્યાઓને વધારી શકે છે. આથી ખૂબ જરૂરી છે કે, લોકો તેમના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યની સાથે ભાવનાનત્મક સ્વાસ્થ્ય માટે પણ જાગૃત રહે.

એક રિસર્ચ પ્રમાણે, ભાવનાત્મક (Emotional) સ્વાસ્થ્યની સારસંભાળ કરવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી કે તમારા ભૌતિક શરીરની સારસંભાણ કરવી. જો તમારુ ભાવનાત્મક સ્વાસ્થ્ય અસંતુલિત છે, તો તમને હાઈ બ્લડ પ્રેશર, અલસર, છાતિમાં દુઃખાવો અને અન્ય ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે તમે તમારા વિશે સારુ વિચારો છે ત્યારે ભાવનાત્મક રીતે તમે સ્વસ્થ હોવાનો અનુભવ કરો છો. ત્યારે જીવનના નાના-મોટા બધા જ ઉતાર-ચઢાવ સામે લડી શકો છો.

ભાવનાત્મક (Emotional)સ્વાસ્થ્ય વ્યક્તિની માનસિક સ્થિતિ, તેમના વિચાર, ભાવનાઓ તથા વ્યવહાર સાથે સંકળાયેલુ છે. જે રીતે શારીરિક અને માનસિક અસ્વસ્થતા વ્યક્તિની સામે સામાન્ય જીવનમાં પણ સમસ્યા ઉતપન્ન કરે છે, એ જ રીતે વ્યક્તિનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ફક્ત તેના વિચારોથી જ નહીં પણ જીવનની ગુણવત્તાને પણ પ્રભાવિત કરે છે. આથી ખૂબ જરૂરી છે કે, ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પ્રયત્નો કરવામાં આવે. તો આવો જાણીએ આપણે કેવી રીતે આ સમસ્યામાંથી બહાર આવી શકાય…

Emotional થાવ ત્યારે મિત્રો બનાવો તેમની સાથે સમય વિતાવો…

આપણા મિત્રો આપણી માટે એ સ્તંભ સમાન છે જે દરેક પરિસ્થિતિમાં આપણને સ્નેહ, સાથ અને સહકાર આપે છે. આથી ખૂબ જ જરૂરી છે કે આપણી જોડે મિત્રો અને પરિવારનો એક સહકાર આપતુ ગ્રૂપ હોય. જેથી જરૂર પડવા પર આપણી સમસ્યાઓ, મનની પીડા, ખુશી, અને દુઃખ બધુ જ વહેંચી શકીએ અને અનુભવી શકીએ કે આપણે એકલા નથી.

ડરમાંથી બહાર આવો

આપણા ભાવનાત્મક (Emotional)સ્વાસ્થ્યની અનિશ્ચિતતા, ભવિષ્યની ચિંતા અને કંઈક ખોટુ થવા પર ડર ખૂબ પ્રભાવિત કરે છે. આથી ખૂબ જરૂરી છે કે, તમારા ડરને ઓળખો અને તેને દૂર કરવા માટે અથાક પ્રયત્નો કરો.

નિયમિત કસરત કરવાથી શરીર, મન, ભાવનાઓ સંતુલિત રહેશે…

ભાવનાત્મક (Emotional) અસ્વસ્થતાની સૌથી વધારે અસર આપણા મૂડ પર પડે છે. વ્યવહારમાં ચીડચીડિયાપણુ, ગુસ્સા પર નિયંત્રણ ન હોવું, કંઈ પણ ન કરવાની ઈચ્છા જેવી ઘણી બધી અસરો છે જે શારીરિક, માનસિક તથા ભાવનાત્મક અસ્વસ્થતાના લીધે આપણા વ્યવહારમાં જોવા મળે છે. એવામાં નિયમિત કસરત કરવી ઘણુ ફાયદાકારક નીવડશે. નિયમિત કસરત શરીર અને મન પરના પ્રભાવને અને સ્વાસ્થ્યને સુધારશે. જીવનમાં અનુશાસન આવવાથી આવેગો તથા ઉદ્દેગો પર નિયંત્રણ રાખવાની ક્ષમતા વધી જાય છે અને તણાવમાંથી મુક્તિ મળે છે.

emotional

IMAGE CREDIT: HARVARD UNIVERSITY

મૂડ ખરાબ હોય ત્યારે પાર્ટનર સાથે સમય વિતાવો…

સામાન્ય રીતે એડલ્ટ લોકોમાં અલગ-અલગ કારણોસર ભાવનાત્મક સમસ્યા જોવા મળે છે. એવામાં તમારા પાર્ટનર સાથેના ક્વોલિટી ટાઈમ પસાર કરવામાં આવે તો તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યને સારુ બનાવી શકે છે. તેનાથી મન પ્રસન્ન થાય છે અને તણાવ પણ દૂર થાય છે. તથા આત્મવિશ્વાસ વધે છે.

તમારા શોખને જીવંત રાખો…

હોબી હોવી જ જોઈએ તેનાથી વધારે સ્વાસ્થ્ય સુધરે છે. જો આપણે આપણી દિનચર્યાનો થોડો સમય પોતાના શોખ પૂરા કરવા પસાર કરીએ તો, વિચારમાં સકારાત્મકતા અને જીવનમાં ખુશી, સંતોષ તથા આત્મવિશ્વાસ વધવામાં ઘણી મદદ મળે છે. ખાસ કરીને રતનાત્મક શોખ માટે સમય કાઢવો જોઈએ તેનાથી મૂડ સારો રહે છે અને ગભરામણ ઓછી થાય છે, સાથે જ ક્રિએટિવીટી વધી જાય છે અને જૂની બીમારીઓનું જોખમ પણ ઓછુ થઈ જાય છે.

સીમિત પ્રમાણમાં ખોરાક લો

ખોરાક હોય કે ટેવ, તેની ગતિ હોવી જરૂરી છે. જો સંયમ અને અનુશાસનની સાથે શોખની મજા લેવામાં આવે તો મૂડ ને સારો કરી શકાય છે. અહીં સુધી કે નિયંત્રિત પ્રમાણમાં દારૂ પીવાથી તણાવ ઓછુ કરી શકાય છે. ચટપટુ ખોરાક લેવાથી પણ મૂડ સારો થઈ જાય છે.

તણાવ દૂર કરવામાં મદદ કરશે-મેડિટેશન અને યોગ

મેડિટેશન તથા યોગ જેવી બાબતો તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે. વ્યવહારમા વ્યાકુળતા ઓછી થાય છે. તણાવના લીધે થતા માથાના દુઃખાવામાં, ઊંઘની સમસ્યામાં તથા માંસપેશિઓ અને ઘૂંટણના દુઃખાવામાંથી પણ રાહત મળે છે. જોકે, ધ્યાન કે યોગ સમયે સેરોટોનિન હોર્મોનનું વધારે ઉત્પાદન થાય છે. જેનાથી મનમાં ખુશીનો ભાવ ઉત્પન્ન થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જ્યારે પણ અસ્થિર અને ભાવનાત્મકતાથી પીડાતા હોવ ત્યારે ધ્યાન કરવું જોઈએ તેનાથી મન શાંત થશે.

emotional

IMAGE CREDIT: EVERDAY HEALTH

ઊંઘ પૂરતી લો

જે લોકો સારી ઊંઘ લે છે તે વધારે ઊર્જાની સાથે જાગે છે. અને બધા જ કામ સારી રીતે કરી શકે છે. જો તમે વધારે થાકેલા હોવ અને કામની જવાબદારીનું ભારણ હોય તો એવા કિસ્સામાં નાની બાબતો પણ મોટી સમસ્યા સમાન લાગે છે.

“ના” પાડતા શીખો

જો તમે તમારી ક્ષમતા કરતા વધારે કાર્ય કરવાનો પ્રયત્ન કરો છો તો તમે ફક્ત નિરાશ અને તણાવગ્રસ્ત જ રહેશો. જો તમને કોઈ કંઈ કરવા માટે કહે તો તમે સાફ શબ્દોમાં ના પાડતા શીખો. તેનાથી ઘણી સમસ્યાઓનું નિવારણ આવી જશે.

આ પણ વાંચોઃ- ચોકલેટ ખાવાના શોખિન છો તો થઈ જાઓ સાવધાન…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment