Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝશ્રમમંત્રાલયનો સર્વે : એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નવ ક્ષેત્રોમાં ત્રણ કરોડ લોકોને રોજગારી

શ્રમમંત્રાલયનો સર્વે : એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નવ ક્ષેત્રોમાં ત્રણ કરોડ લોકોને રોજગારી

Employment of 30 million people in nine sectors in April-June quarter: Labor Ministry Survey
Share Now

નવી દિલ્હી: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે સોમવારે સર્વે રીપોર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે ૨૦૧૩ -૧૪માં પ્રસિદ્ધ છઠ્ઠા આર્થિક સૂચકાંકની તુલનાએ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨૯ ટકા વધારે રોજગાર (Employment) પેદા થયો છે. શ્રમ બ્યુરો દ્રારા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર (Unorganized Sector)ના ૯ સેક્ટરમાં ત્રિમાસિક આંકડાકીય માહિતીનાં આધારે સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આમાં કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

વર્ષ ૨૦૧૩-૧૪ના સમાન ક્વાર્ટરથી ૨૯ ટકા વધ્યા આંકડા

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઈટી-બીપીઓ (IT BPO) અને વિનિર્માણ સહિત નવ ક્ષેત્રમાં કુલ ૩.૦૮ કરોડ લોકોને રોજગારી આપી છે. શ્રમ મંત્રાલય દ્વારા કરાવવામાં આવેલા સર્વે અનુસાર આ આંકડો વર્ષ ૨૦૧૩-૧૪ના સમાન ત્રિમાસિક ગાળામાં ૨.૩૭ કરોડ રોજગાર (Employment)ની તુલનાએ ૨૯ ટકા વધુ છે.

Employment of 30 million people in nine sectors in April-June quarter: Labor Ministry Survey

આ ક્ષેત્રોમાં વધી રોજગારી

સર્વેમાં વિનિર્માણ, નિર્માણ, શિક્ષણ, વેપાર, વાહન-વ્યવહાર, આરોગ્ય, હોટલ –રેસ્ટોરન્ટ, આઈટી-બીપીઓ અને નાણાકીય સેવાઓ સામેલ છે. આ તમામ આંકડા અત્યંત પારદર્શી અને જવાબદારી સાથે એકત્ર કરવામાં આવ્યા હોવાનો દાવો ભુપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) કર્યો હતો. જેનો ઉદ્દેશ દેશના દરેક ક્ષેત્રમાં રોજગારની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરીને સરકાર દ્વારા ચલાવવામાં આવતી જનકલ્યાણકારી યોજના (Government Schemes)ઓને સમાજના અંતિમ તબક્કા સુધી લઇ જવાની છે. સર્વેમાં જાણકારી મળી છે કે ગત વર્ષે લોકડાઉન દરમિયાન (૨૫ માર્ચથી ૩૧ જૂન સુધી ) ૮૧ ટકા કર્મચારીઓને પૂર્ણ વેતન પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 7 ઓક્ટોબર સુધી NCBના સકંજામાં રહેશે આર્યન ખાન, કોર્ટે જામીન અરજી નકારી

સૌથી વધુ IT-BPO સેક્ટરમાં વધ્યો રોજગાર

સર્વે અનુસાર પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આઈટી-બીપીઓમાં સૌથી વધારે ૧૫૨ ટકા વૃદ્ધિ રહી હતી. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં ૭૭ ટકા, શિક્ષણ ક્ષેત્ર (Education Sector)માં ૩૯ ટકા, વિનિર્માણ ક્ષેત્રમાં ૨૨ ટકા, ઓટો મોબાઈલ ક્ષેત્ર (Auto Mobile Sector)માં ૬૮ ટકા, નાણાંકીય ક્ષેત્રમાં ૪૮ ટકા અને નિર્માણ ક્ષેત્રમાં ૪૨ ટકાની વૃદ્ધિ થઇ હતી. જો કે વેપાર ક્ષેત્રમાં પહેલાની તુલનાએ ૨૫ ટકા ઘટાડો થયો છે જયારે હોટલ-રેસ્ટોરન્ટ ક્ષેત્ર (Hospitality Sector)ને પણ ૧૩ ટકાનો ઘટાડો જોવો મળ્યો છે.

Employment

શું કહે છે સર્વેના આંકડા?

સર્વેમાં સામેલ ૯૦ ટકા સંસ્થામાં ૧૦૦થી પણ ઓછા કર્મચારી કામ કરી રહ્યા છે. જયારે આર્થિક સૂચકાંક -૬ દરમિયાન આ આંકડો 95 ટકા હતો. જો કે આઈટી-બીપીઓ ક્ષેત્રના ૩૫ ટકા સંસ્થાઓમાં ઓછામાં ઓછા ૧૦૦ કર્મચારીઓ જયારે ૧૩.૮ ટકા સંસ્થાઓમાં ૫૦૦થી વધુ કર્મચારી (Employees)ઓ કાર્યરત હતા. આરોગ્ય ક્ષેત્રમાં ૧૮ ટકા સંસ્થાનોમાં ૧૦૦થી વધુ લોકો ફરજ બજાવતાં હતા. જો કે મહિલા કર્મચારીઓ (Women Employees)ની સંખ્યા ૨૦૧૩-૧૪ની ૩૧ ટકાની તુલનાએ ઘટીને ૨૯ ટકા રહી છે.

કયા સેક્ટરમાં કેટલી રોજગારી :

વિનિર્માણ : ૪૧ ટકા

શિક્ષણ : ૨૨ ટકા

આરોગ્ય : ૮ ટકા

વેપાર : ૭ ટકા

આઈટી-બીપીઓ : ૭ ટકા

Employment of 30 million people in nine sectors in April-June quarter: Labor Ministry Survey

આ પણ વાંચો : કોઈ તસવીરની કિંમત શું કરોડોમાં હોઈ શકે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment