ઇમરાન હાશ્મી (Emran Hashmi) અને અમિતાભ બચ્ચન રૂમી જાફરીની આગામી ફિલ્મ ચેહરેમાં પ્રથમ વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ઇમરાને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે બાળપણમાં થયેલ એક મુલાકાતને યાદ કરી હતી. ઇમરાને તે સમયને યાદ કર્યો જ્યારે મેગાસ્ટાર તેમની માતાના વર્ક પ્લેસ પર નસીબ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા.
જુઓ આ વિડીયો: Bollywood news
ઇમરાને કહ્યું, “મને ખરેખર ચોંકી ગયો હતો. અને મેં તેને (અમિતાભને) આ વાત પણ કહી હતી. મારી માતાએ મને આ વાત વિશે જણાવ્યું હતું. તેણીએ મને કહ્યું હતું કે જ્યારે હું પાંચ વર્ષનો હતો. ત્યારે તેણે મારા ગાલ ખેંચ્યા હતા. તે બેન્ડસ્ટેન્ડની એક હોટલમાં નસીબનું શૂટિંગ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: સાયરા બાનુ અને દિલીપ કુમારની લવ સ્ટોરી, તફાવત માત્ર ઉમરમાં પ્રેમમાં નહિ!
મારી માતા ત્યાં મેનેજર તરીકે કામ કરતી હતી. તે મને પોતાની સાથે લઈ ગઈ હતી અને અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) મારા ગાલ ખેંચ્યા. ઇમરાને આગળ કહ્યું કે, “હું બિગ બીની ફિલ્મો માટે ખુબ જુસ્સાદાર હતો. હું તેમની ફિલ્મોથી ઘેલો હતો. મેં તેમને એમ પણ કહ્યું કે મેં શોલે, શ્રી નટવરલાલને લગભગ 50-100 વખત જોયા છે. જ્યાં સુધી મને શ્રી બચ્ચનની ફિલ્મો ફરી જોવા ન મળે ત્યાં સુધી મેં શાળામાંથી પાછા આવ્યા પછી બપોરનું ભોજન ન કર્યું. “
image credit- google image
આનંદ પંડિત દ્વારા નિર્મિત, ચેહરે ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), ઇમરાન હાશ્મી (Emran Hashmi) , અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા, રિયા ચક્રવર્તી, રઘુબીર યાદવ અને સિદ્ધાંત કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 27 ઓગસ્ટે રિલીઝ થવાની છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4