Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝઆનંદો! ગુજરાત સરકારની મોટી જાહેરાત, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી

આનંદો! ગુજરાત સરકારની મોટી જાહેરાત, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી

farmar
Share Now

સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે.જેને લઇને ખેડુતોને અનેક યોજનાઓનો લાભ લઇ રહ્યા છે.ખેડુતોને નવી ટેકનોલોજી દ્વારા સમજણ સાથે જ નવી ટેકનોલોજીથી કઇ રીતે ખેતી કરાય તેની માહીતી આપવામાં આવી રહી છે.સરકાર દ્વારા આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને(farmer) સ્માર્ટફોન ખરીદવા માટે પ્રેરિત કરવાનો છે. જેથી તેઓ તેનો ઉપયોગ એવા સમયે કૃષિ આવક વધારવા માટે કરી શકે જ્યારે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ સેવાનું ચલણ વધી રહ્યું છે.

ગુજરાતમાં સરકાર સ્માર્ટફોન ખરીદવા માટે સબસીડી

એક તરફ કેન્દ્રની મોદી સરકારે કૃષિ કાયદા નાબૂદ કરવાનો નિર્ણય લઈને ખેડૂતોની નારાજગી દૂર કરી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં સરકાર સ્માર્ટફોન ખરીદવા માટે સબસીડી આપી રહી છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને(farmer) સ્માર્ટફોન ખરીદવા માટે સબસીડીના રૂપે 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે.સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પ્રેરિત કરવાનો છે, જેથી તેઓ તેનો ઉપયોગ એવા સમયે કૃષિ આવક વધારવા માટે કરી શકે જ્યારે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ સેવાનું ચલણ વધી રહ્યું છે.

ખેડૂતોને વધુને વધુ ટેકનોલોજી તરફ વળે અને ખેડુતોને ટેકનોલોજી તરફ ખેતી કરવા માહિતી આપવામાં આવી રહી છે.તો સાથે જ ખેડૂતોને  હવામાન, વરસાદ, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી સમયસર મળી રહે તેમજ કૃષિક્ષેત્રે ઉપયોગી માહિતી જેવી કે પ્રકાશનો, નવીનતમ પદ્ધતિ રોગ- જીવાત નિયંત્રણની ટેકનોલોજી ,યોજનાઓની માહિતી ,સહાય માટે ઓનલાઈન અરજી, ફોટોગ્રાફસ, ઈ – મેઈલ, જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ખેડૂતો(farmer) કરી શકે તે ઉદ્દેશ્યથી આ યોજના લોન્ચ કરાઈ છે.

રાજ્યના કૃષિ, ખેડૂત(farmer)કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા કરાયેલ સરકારી ઠરાવ (GR) માં જણાવાયું છે કે ગુજરાતમાં જમીન ધરાવતો કોઈપણ ખેડૂત સ્માર્ટફોનની કુલ કિંમતના 10 ટકા (1,500 થી વધુ નહીં)ની સહાય મેળવી શકશે. જેમાં આ માટે ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

farmar

કેવી રીતે કરશો અરજી?

જે ખેડૂતને(farmer) સ્માર્ટફોન ખરીદવો હશે તેમણે I-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે, જેની સરકારીરાહે ચકાસણી બાદ વહેલા તે પહેલાના ધોરણે એક લાખ લાભાર્થીઓના પ્રો-રેટામાં ખેડૂતોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા લાભાર્થી ખેડૂતને આ રીતે પૂર્વ મંજૂરીના આદેશના 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે. જેનું GST નંબર ધરાવતુ અસલ બીલ ,મોબાઈલનો IMEI નંબર , 8/ અની નકલ, રદ્દ કરેલો ચેક અને આધારકાર્ડની નકલ ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી કે પછી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાની રહેશે. ફોનની કિંમતના 10 ટકા સુધી સબસિડી સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment