Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / September 27.
Homeન્યૂઝત્રીજી લહેર માટે રાજકોટ તંત્ર સજ્જ

ત્રીજી લહેર માટે રાજકોટ તંત્ર સજ્જ

Maheshbabu
Share Now

કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહિવટી તંત્રની સજ્જતા ચકાસતા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ

કલેકટરશ્રી કોરોનાના દર્દીઓ માટે કાર્યરત કરાયેલા સમરસ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાતે : તમામ આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવશે

 જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે સમરસ બોયઝ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી.પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ અને શ્રી વીરેન્દ્ર દેસાઈએ કલેકટરશ્રીને કોરોનાના દર્દીઓને સારવાર માટે કાર્યરત કરાયેલા બંને સેન્ટરોની વિશેની માહિતી આપી હતી. કલેકટર સમગ્ર પરિસરની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું. બંને સેન્ટરોમાં પૂરતી માત્રામાં જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સમરસ હોસ્ટેલ ખાતે ટૂંક સમયમાં શરૂ કરાનારા ઓ.પી.ડી. સેન્ટર તથા તમામ બેડને પુરતો ઓક્સિજન સપ્લાય આપવા, વેપરાઈઝરનું કનેક્શન આપવા અને પ્રત્યેક કોરોના દર્દીના બેડ ઉપર માસ્ક અને પોર્ટેબલ બાયપેપની સુવિધા ઉપલબ્ધ કરવા પણ તેમને સૂચના આપી હતી.

Maheshbabu

પ્રાંત અધિકારીના વડપણ હેઠળ ૧૦૮ નો કંટ્રોલરૂમ બંને સેન્ટર ખાતે શરૂ કરવા પણ તેમણે આદેશો આપ્યા હતા. સમરસ હોસ્ટેલ ખાતે નોડલ ઓફિસર ડોક્ટર મેહુલ પરમાર અને કેન્સર રિસર્ચ સેન્ટર ખાતે નોડલ ઓફિસર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડા અને ડોક્ટર મીના શાહે કલેકટરશ્રીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇકોસીસના ૪૭ દર્દીઓ છે, જે પૈકીના સાત દર્દીઓના આજે ડીસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. કલેક્ટરે આઇસોલેશન વોર્ડની પણ મુલાકાત લીધી હતી અને મેડિકલના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ની ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ વગેરેની કામગીરીની સરાહના કરી હતી. અને કોરોના કાળ દરમિયાન તેમણે કરેલી કામગીરી બદલ સન્માન પત્ર આપવા તથા સન્માન સમારંભ યોજવા પણ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટે બંને સેન્ટરના નોડલ ઓફિસર તથા ડોક્ટરો પાસેથી જરૂરી તબીબી સાધનો તથા સ્ટાફની જરૂરિયાત અંગેની પણ માહિતી મેળવી હતી અને આ અંગે યોગ્ય કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીની મુલાકાત સમયે પંડિત દિન દયાલ હોસ્પિટલના ડીન ડોક્ટર આર. એસ. ત્રિવેદી, ડોક્ટર જે. કે. નથવાણી, ડોક્ટર ઉમેદ પટેલ, ડોક્ટર સેજલ, હેડ નર્સ કિશોર તથા શ્રી નીતા પટેલ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ : તંત્રની વધતી બેદરકારી

બાળકો માટે શું તકેદારી રાખવી જોઈએ:

  • વધુને વધુ બાળકો કોવિડ ચેપનો કરાર કરી રહ્યાં છે અને આ ત્રીજી તરંગ દરમિયાન પણ ચાલુ થઈ શકે છે. બાળકો માટે તેમના માતાપિતા શું કહે છે તે કાળજીપૂર્વક સમજવું જરૂરી છે. તેઓએ માસ્ક, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ, અને 6 બાળકોનું સામાજિક અંતર જાળવી રાખીને અન્ય બાળકો અથવા પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ. બીમાર લોકોની આસપાસ રહેવાનું ટાળો અને ખાંસી અને છીંક આવે ત્યારે મોં ઢાંકવાનો પ્રયાસ કરો. સોશિયલ મીડિયા પર ફરતી કોઈપણ માહિતીમાં વિશ્વાસ ન કરો. ફક્ત વિશ્વસનીય અને વિશ્વસનીય સ્રોતોમાંથી માહિતી જુઓ. અફવાઓનો શિકાર ન બનો.
  • માતાપિતા તરીકે, તમારે તે જોવું જ જોઇએ કે કુટુંબના તમામ વૃદ્ધ સભ્યોએ કોવિડ -19 માટે ઇનોક્યુલેશન કરાવવું જોઈએ. જો તમને પછાડવામાં આવે છે, તો પછી તમને ઘરના બાળકોમાં ચેપ લાગવાની સંભાવના નથી.

Child Care

  • જો કુટુંબમાંના કોઈપણ સભ્યો કોવિડ -19 ના લક્ષણો દર્શાવે છે જેમ કે ઉધરસ, તાવ અથવા શરીરમાં દુખાવો, તો પછી પોતાને બાળકોથી અલગ કરો, નહીં તો તેઓ વાયરસને સંકુચિત કરશે.
  • ડોરકોનબ્સ, હેન્ડલ્સ, ફauક્સ અને ફર્નિચર જેવા બાળકો દ્વારા વારંવાર સ્પર્શતી સપાટીને જંતુનાશિત કરવાનું ભૂલશો નહીં.
  • તમારા બાળકોને તમામ જરૂરી પોષક તત્વોનો સમાવેશ સંતુલિત આહાર ખાવા માટે બનાવો. તેમના આહારમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરીને તેમની પ્રતિરક્ષા વધારવાનો પ્રયાસ કરો. મસાલેદાર, જંક, તેલયુક્ત, સુગરયુક્ત, પ્રોસેસ્ડ અને ખારા ખોરાકને ટાળો જે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
  • તમારા બાળકની રસીકરણમાં વિલંબ અથવા અવગણો નહીં. ગીચ સ્થળોએ તમારા બાળકો સાથે સાહસ ન કરો. ઘરે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરો. કંટાળાને દૂર કરવામાં મદદ કરવા માટે તમારા બાળકોને પેઇન્ટિંગ, નૃત્ય અથવા ઘરે બગીચા જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે કબજે રાખવા પ્રયાસ કરો. તમે સ્વસ્થ અને હાર્દિક રહેવા માટે તમારા બાળકો સાથે ઘરે પણ કસરત કરી શકો છો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment