Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટપોર્નોગ્રાફી કેસ: બિઝનેસમેન રાજકુન્દ્રા પર લાગેલા આરોપો વિશે પત્નિ શિલ્પા શેટ્ટીએ શું કહ્યું?

પોર્નોગ્રાફી કેસ: બિઝનેસમેન રાજકુન્દ્રા પર લાગેલા આરોપો વિશે પત્નિ શિલ્પા શેટ્ટીએ શું કહ્યું?

Shilpa Shetty
Share Now

એન્ટરટેન્મેન્ટ: પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને તેનું વેચાણ કરવાના આરોપ પર એકટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ અને બિઝનેસમેન રાજકુન્દ્રાની 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી, કાલે આ કેસમાં કોર્ટમાં અપીલ થયા બાદ બિઝનેસમેન રાજકુન્દ્રાને હજુ જેલની હવા ખાવી પડશે, બિઝનેસમેન રાજકુન્દ્રાને 27 જુલાઇ સુધી જેલમાં જ રહેવુ પડશે. આ સિવાય કેસમાં પોલીસને પ્રોડક્શન હાઉસમાંથી 70 થી વધુ પોર્નફિલ્મો મળી આવી હતી.

રાજકુન્દ્રા 27 જુલાઇ સુધી પોલીસની કસ્ટડીમાં

આ કેસમાં રાજકુન્દ્રા 27 જુલાઇ સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે બિઝનેસમેન રાજકુન્દ્રાના ઘરે ગઇ હતી, જ્યાં શિલ્પા શેટ્ટી અને તેમના પતિ બિઝનેસમેન રાજકુન્દ્રા સાથે વાતચીત થઇ હતી.

''Erotica' Is Not 'Porn', My Husband Innocent'

Image Courtsey :File Photo

શિલ્પા શેટ્ટીએ પોલીસના સવાલોનો કર્યો સામનો કરવો

શિલ્પા શેટ્ટીએ પોલીસના સવાલોનો કર્યો સામનો કરવો પડ્યો હતો, જેમાં શિલ્પા શેટ્ટીએ પોલીસને જણાવ્યુ હતુ કે, તેનો આ કેસમાં કોઇ હાથ નથી. મુંબઇ પોલીસના જણાવ્યા પ્રમાણે શિલ્પા શેટ્ટીએ કહ્યું હતુ, કે તે આ કેસમાં કોઇપણ રીતે જોડાયેલી નથી, ના તેને આ બાબતે કોઇ જાણ હતી.

રાજકુન્દ્રા માત્ર એરોટિક ફિલ્મો જ બનાવે છે, આ સિવાય હોટશુટ, તેમજ એપ અને તેમજ કન્ટેન્ટ થી પણ કોઇ લેવા દેવા નથી, : શિલ્પા શેટ્ટી

Raj Kundra

Image Courtsey: Raj Kundra Instagram

આ સિવાય પોલીસે તેની કમાણીને લઇને પણ પુછ્યુ હતુ, તેના જવાબમાં શિલ્પાએ જણાવ્યુ કે, હોટશોટથી પણ તેને કોઇ જાતનો પ્રોફિટ થયો નથી. પતિ રાજકુન્દ્રાના કેસમાં કોઇ પણ જાતનો તેનો હાથ નથી, આ સિવાય તે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પણ સમજાવતી હતી કે, પતિ રાજકુન્દ્રા કોઇ પોર્નફિલ્મો નથી બનાવતા, તે માત્ર એરોટિક ફિલ્મો જ બનાવે છે. આ સિવાય હોટશુટ, તેમજ એપ અને તેમજ કન્ટેન્ટ થી પણ કોઇ લેવા દેવા નથી.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનું આ કેસમાં કહેલુ છે કે, શિલ્પા શેટ્ટી પતિને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી, આ કેસમાં પોલીસ પાસે રાજકુન્દ્રા વિરુદ્વ પોર્નફિલ્મો બનાવવા બાબતે પુરાવા પણ છે. હવે જોવાનુ એ રહ્યું કે આ કેસ ક્યાં જઇને અટકે છે, કુન્દ્રાના વકિલે કોર્ટમાં રાજકુન્દ્રાને જેલમાં રાખવા બદલ વિરોધ પણ કર્યો હતો. પણ તે કોર્ટે નકારી કાઢ્યો હતો.

આ કેસ બહાર આવ્યા બાદ અભિનેત્રી પુનમ પાંડેએ પણ ગંભીર આરોપો રાજકુન્દ્રા પર લગાવ્યા હતા, જે બાદ કુન્દ્રા મિડિયા પર ટ્રોલ પણ થઇ રહ્યાં હતા. આ સિવાય આ કેસમાં કુન્દ્રાની વોટ્સઅપ ચેટ બહાર આવ્યા બાદ તે કઇ રીતે આ કારોબાર કરતા હતા તેમજ તેમને એક વીડિયોમાંથી લાખો રુપિયા મળતા હતા.

 

આ પણ વાંચો:  પોર્નોગ્રાફી કેસ: રાજકુદ્રાની મુશ્કેલીમાં વધારો, 27 જુલાઇ સુધી રહેવુ પડશે જેલમાં

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment