નેધરલેન્ડ અને યુક્રેન
અત્યારે યુરો કપ (UEFA EURO CUP )ચાલી રહ્યો છે. તેમાં ગઈ કાલે નેધરલેન્ડ અને યુક્રેન વચ્ચે મેચ યોજાઈ હતી. નેધરલેન્ડ ભારે રસાકસી બાદ યુક્રેનને 3-2થી હરાવ્યું હતું. મેચની છેલ્લી 15 મિનિટમાં યુક્રેને શાનદાર પ્રદશન કર્યું હતું. નેધરલેન્ડ 2-0થી લીડમાં હતું પરંતુ યુક્રેને હાર માની નહતી. તેમણે ગોલ કરવા ખુબ પ્રયાસ કર્યો અને સામે વાળી ટીમને પણ ગોલ કરતા રોક્યા હતા. તે બાદ યુક્રેને સતત બે ગોલ કાર્ય અને મેચ 2-2થી બરાબરીએ લાવી દીધી હતા. પણ આખરે નેધરલેન્ડ તરફથી ડૅન્ઝલે ગોલ ફટકારીને ટીમને વિજય બનાવી હતી. યુક્રેનની હારથી તેના પ્રેક્ષકોમાં નિરાશા પ્રસરી હતી. અને નેધરલેન્ડની ટીમ 7 વર્ષ પછી પેહલી મેજર ટુર્નામેન્ટ રમી રહી છે. તેવામાં આ જીતનું મહત્વ વધી જાય છે.
ચેક રિપબ્લીક અને સ્કોટલેન્ડ
આ સાથે ગઈ કાલે ચેક રિપબ્લીક અને સ્કોટલેન્ડ વચ્ચે પણ યુરો કપની (UEFA EURO CUP )મેચ યોજાઈ હતી. આ મેચમાં ચેક રિપબ્લીક દ્વારા સારો દેખાવ જોવા મળ્યો હતો. ચેક રિપબ્લીકે સ્કોટલેન્ડને 2-0થી હરાવ્યું હતું. ચેક રિપબ્લીક તરફથી બંને ગોલ પેટ્રિક સકીકે ફાટકર્યા હતા. સ્કોટલેન્ડે પણ સારો દેખાવ કર્યો હતો પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. સ્કોટલેન્ડ 1998 બાદ પેહલી વાર આ કપ રમવા ક્વોલિફાઇ થઇ છે. સ્કોટલેન્ડ ટીમ ઘણા ટાઈમથી સારો દેખાવ કરતી આવી છે. અને હવે તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે છે. જેમને હારવવું સ્કોટલેન્ડ માટે મુશ્કિલ રહી શકે છે. ઇંગ્લેન્ડ હાલ સારા ફોર્મમાં છે.
PC-JONATHAN NACKSTRAND
સ્પેન અને સ્વીડન
તો આજે સ્પેન અને સ્વીડન વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં સ્પેને સારો દેખાવ કર્યો હતો પરંતુ તે જીતી શક્યું નહતું. આC. મેચ ખુબ જ રોચક રહી હતી. આ સાથે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો હતો. ફર્સ્ટ હાફમાં સ્પેન ગેમને ચલાવી રહ્યું હતું. તેની મેચ પાર પકડ હતી. પરંતુ બીજા હાફમાં સ્વીડને સારો દેખાવ કર્યો હતો. બને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
આ પણ વાંચો:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે મહાસંગ્રામ
આજે બ્લોકબસ્ટર મેચો રમાશે
યુરો કપ 2020માં આજે પ્રથમ બ્લોકબસ્ટર મેચ રમવા જઈ રહી છે. બુધવારે ફ્રાન્સ અને જર્મની વચ્ચે મહાજંગ યોજાશે. આ મેચની પ્રેક્ષકો રાહ જોઈ રહ્યા હતા. આ બંને ટીમો મજબૂત માનવામાં આવે છે. બંને ટીમો યુરો કપ 2020 ટુર્નામેન્ટ જીતવાના દાવેદાર છે. ફ્રાન્સ અને જર્મની બંને ટીમો પાસે સ્ટાર પ્લેયર્સની કમી નથી. તો આ મુકાબલો ભારે રસપ્રદ હશે. અને જોવું રહ્યું કોણ કોના પર ભારે પડે છે અને કોણ જીતે છે.
આજે ગ્રુપની બીજી મેચ પણ યોજાવાની છે તેમાં હંગરી અને પોર્ટુગલ એક બીજા સામે ટકરાશે. આ મેચ પણ ભારે રોમાંચક રહશે. આ ગ્રુપને સૌથી ડેન્જર ગ્રુપ માનવામાં આવે છે. આ ગ્રુપમાં ચારેય ટીમ મજબૂત છે અને કપ જીતવાના પ્રબળ દાવેદાર પણ છે. પરંતુ તે ગ્રુપ મેચમાં જ ભારે રસપ્રદ મેચોથી પેક્ષકો ખુશ જોવા મળી રહ્યા છે અને પોતાની ફેવરેટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન્સ તેમના યુરો 2020 અભિયાનોની શરૂઆત કરશે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4