Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeસ્પોર્ટ્સયુરો કપ- ફ્રાંસની જીત, રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ

યુરો કપ- ફ્રાંસની જીત, રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ

EURO CUP
Share Now

યુરો કપમાં (EURO CUP 2020) ગઈ કાલે ફ્રાંસે જર્મનીને 1-0થી હરાવ્યું હતું. યજમાન જર્મની તેમના ઘરેલુ સ્ટેડિયમ એરેના ખાતે રમાયેલી મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ફ્રાંસે સારો દેખાવ યથાવત રાખ્યો છે. ફ્રાંસ અત્યારે વિશ્વ ચેમ્પિયન છે. અને જર્મની 2014માં વિશ્વ કપ જીત્યું હતું. મેચની છેલ્લી 20 મિનિટમાં જર્મનીના ખેલાડીએ બોલ પોતાના જ નેટમાં મારી દીધો હતો. આ આત્મઘાતી ગોલના કારણે ફ્રાંસને 1-0ની લીડ બનાવી હતી. ફ્રાંસે આ બઢતને જાળવી રાખી અને અંતે 1-0થી મેચને પોતાના નામે કરી. મેચ ખુબ જ રોચક રહી હતી. હવે પોઇન્ટ ટેબલેમાં ફ્રાંસ બીજા સ્થાને આવી ગયું છે.

યુરો કપમાં ગઈ કાલે સ્લોવેકિયા અને પોલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. સ્લોવેકિયા 10 ખેલાડીથી રમી રહેલા પોલેન્ડને 2-1થી હારવી હતી. લેવેન્ડોવસ્કી જેવા સ્ટાર સ્ટ્રાઈકર ધરાવતા પોલેન્ડને 36મોં ક્રમ ધરાવતા સ્લોવેકિયાએ હારવીને અપસેટ સર્જ્યો છે. સ્લોવેકિયાના રોબર્ટ માકએ પાવરફૂલ કિક મારીને ગોલ કર્યો હતો. તે બાદ 46 મિનિટે કરોલએ ગોલ ફટકારતા મેચ બરાબરી પાર આવી ગઈ હતી. પણ 69મી મિનિટે મિલાન સીરીનીરે ગોલ ફટકારીને સ્લોવેકિયાને જીત અપાવી હતી. આ મેચમાં 62 મિનિટે ક્રાયચોવિકને બીજા યેલ્લો કાર્ડ સાથે ટુર્નામેન્ટનું પ્રથમ રેડ કાર્ડ મળ્યું હતું. જેનો ફાયદો સ્લોવેકિયાને થયો હતો.

RONALDO

PC-GETTY IMAGES

રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ

ગઈ કાલે બીજી મેચ પોર્ટુગલ અને હંગરી વચ્ચે યોજાઈ હતી. તેમાં પોર્ટુગલના સ્ટાર પ્લેયર રોનાલ્ડો મેચ રમીને ઇતિહાસ રચ્યો હતો. 36 વર્ષય રોનાલ્ડો યુરો કપની પાંચ સીઝન રમનારો પેહલો ફૂટબોલર બની ગયો છે. આ ઇતિહાસિક મેચમાં રોનાલ્ડોનો દેખાવ ખુબ જ સારો રહ્યો હતો. રોનાલ્ડોએ 2 ગોલ ફટકારીને હંગરીને 3-0થી હરાવ્યું હતું. તેમાં પોર્ટુગલના રાફેલ ગુરીનોએ પણ 84એ ગોલ ફટકાર્યો હતો. અને મેચની છેલ્લી મિનિટમાં રોનાલ્ડોએ બે ગોલ ફટકારીને પોર્ટુગલને વિજય બનાવ્યો હતો. આ ગોલ સાથે રોનાલ્ડો આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઓલ ટાઈમ ટોપ સ્કોરર બની ગયો છે. રોનાલ્ડોએ ફ્રાંસના માઈકલ પ્લાટીનીના 11 ગોલનો રેકોર્ડને તોડયો છે. સાથે સાથે રોનાલ્ડો હવે ઓલ ટાઈમ સૌથી વધારે ગોલ ફટકારનારા ઈરાનના ખેલાડી અલી ડેઈના 109 ગોલથી માત્ર 3 જ ગોલ પાછળ છે.

આ પણ વાંચો:WTC ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત

આજે યુરો કપમાં ત્રણ મેચ(EURO CUP 2020)

આજે યુરો કપમાં ત્રણ મહત્વની મેચ રમાવની છે. પ્રથમ મેચ ફિનલેન્ડ અને રશિયા વચ્ચે યોજાવાની છે. ફિન્લેન્ડે પ્રથમ મેચમાં ડેનમાર્કને હરાવીને જીતનું ખાતું ખોલ્યું હતું. જયારે રશિયા પોતાની પ્રથમ મેચમાં બેલ્જિમ સામે કરારી હારનો સામનો કરવો પડયો હતો. રશિયાને આજે સારો દેખાવ કરવો પડશે.

આજની બીજી મેચ તુર્કી અને વેલ્સ વચ્ચે યોજાવાની છે. તુર્કીને પોતાની પેહલી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. જયારે વેલ્સને પણ પેહલી જીતની જરૂર છે. આજની ત્રીજી મેચ ઇટલી અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે રમાવાની છે. ઇટલી હાલ પોઇન્ટ ટેબલેમાં પ્રથમ નંબરે છે. તેને તેની પેહલી મેચમાં વિજય મેળવ્યો હતો. જયારે સ્વિત્ઝર્લેન્ડને પેહલી જીતની તલાશ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment