Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeસ્પોર્ટ્સયુરો કપમાં 24 ટીમો વચ્ચે જામશે જંગ, કાલથી થશે શરૂઆત

યુરો કપમાં 24 ટીમો વચ્ચે જામશે જંગ, કાલથી થશે શરૂઆત

EURO CUP
Share Now

 

યુરોપીયન ફૂટબોલની ટુર્નામેન્ટ યુરો કપ(EURO CUP) 2021ની શરૂઆત 12 જૂનથી થવાની છે, આ ટુર્નામેન્ટ યુરોપની ટોચની 24 ટીમો વચ્ચે યોજવા જઈ રહી છે. કોરોનાના કારણે આ ટુર્નામેન્ટનું આયોજન 2020માં સંભવ નહતું. તેથી યુરો કપ ને 2021માં યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં નિર્ધારિત સંખ્યામાં પ્રેસકોને પ્રવેશ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પયન પોર્ટુગલ સહીત FIFA વર્લ્ડ કપ વિજેતા ફ્રાન્સ, જર્મની, સ્પેન, અને ઇંગ્લેન્ડ જેવી ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ ઇટલી અને તુર્કી વચ્ચે રોમના સ્ટેડિયમમાં રમવાની છે. ભારતીય સમય મધરાત બાદ 12:30 વાગે મેચ રમાશે.

 

11 દેશોમાં રમાશે યુરો કપ

12 જૂનથી 11 સ્થળો પર આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. યુરો કપના ઇતિહાસમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ 11 જુદા જુદા મેદાનો પર રમાડવામાં આવશે. ગ્રુપ સ્ટેજની મેચો 24 જૂન સુધી રમાશે તે બાદ રાઉન્ડ ઓફ 16 રમાશે. 2 થી 4 જુલાઈ વચ્ચે ચાર કવાટૅર ફાઇનલ રમાશે. પછી બે સેમિફાઇનલ 7 અને 8 તારીખે રમાડવામાં આવશે. અને 12 જુલાઈના રોજ ફાઇનલ રમાશે. લંડનમાં રમાશે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો.

ગ્રુપ

 એ : તુર્કી, વેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ, ઇટલી

 

 બી : ડેનમાર્ક, રશિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ

 

 સી : ઓસ્ટ્રિયા, ઉત્તર મેસોડોનિયા, નેધરલેન્ડ, યુક્રેન

 

 ડી : ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ક્રોએશિયા, ચેક રિપબ્લિક

 

ઈ : સ્પેન, સ્લોવેકિયા, પોલેન્ડ, સ્વીડન

 

 એફ : જર્મની, ફ્રાન્સ, હંગેરી, પોર્ટુગલ

 

EURO CUP

IMAGE CREDIT- MATHRUBHUMI ENGLISH

11 મેજબાન ટીમોમાંથી સાત ટીમોએ આ ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે. તેમાં ડેનમાર્ક, ઇંગ્લેન્ડ, જર્મની, નેધરલેન્ડ, રશિયા, ઇટલી અને સ્પેનનો સમાવેશ થાય છે.  હંગરી અને સ્કોટલેન્ડએ પ્લેઓફથી કવોલિફાય કર્યું છે. જયારે રોમાનિયા અને અઝરબૈજાન કવોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા હતા.આ ટુર્નામેન્ટમાં બે ટીમો ફિનલેન્ડ અને ઉત્તર મેસોડોનિયા પ્રથમવાર રમશે. ટુર્નામેન્ટમાં પોર્ટુગલની ટીમ યુરો કપ જીતવા માટે ફેવરેટ માનવામાં આવે છે. પણ ઇટલી અને જર્મનીને ઘરઆંગણે રમવાનો ફાયદો થઇ શકે છે. રોનાલ્ડો ફરી વખતે પોર્ટુગલને જીત અપાવી શકશે?  સાથે ગ્રુપ એફ ની વાત કરીયે તો તેમાં હંગરી સાથે પોર્ટુગલ,જર્મની, ફ્રાન્સ જેવી ટીમો હોવાથી આ ગ્રુપની મેચ વધુ રોમાંચક રહશે.આ ટુર્નામેન્ટ ખુબ જ રોમાંચક રહશે.  ઇંગ્લેંડની ફૂટબોલ ટીમ યુરો કપમાં સૌથી યુવા ટીમો માંથી એક છે.  ઇંગ્લેંડના ચાહકો કપ જીતવાની આશા લગાવી છે. 

આ પણ વાંચો:ઇંગ્લેન્ડ ટીમના આ ખેલાડીની ટવિટથી વિવાદ, કરાયો સસ્પેન્ડ

સ્પેન ટીમનો ખેલાડી કોરોના પોઝિટિવ

આ ટુર્નામેન્ટમાં પણ કોરોનાનો કેશ સામે આવ્યો છે. સ્પેનનો એક ખિલાડી પોઝિટિવ આવ્યો છે. તેથી સ્પેનએ પોતાની ટીમમાં બીજા 11 પ્લયેરોને તયાર કરવાંમાં આવ્યા છે. કોચે તેમની તાલીમ શરૂ કરી દીધી છે. સ્પેનિશ સોકર ફેડરેશનના જણાવ્યા મુજબ, હજી સુધી અન્ય કોઈ ખેલાડી પોઝિટિવ આવ્યો નથી.

 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

 

 

 

No comments

leave a comment