Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઑટો & ગેજેટ્સટેસ્લાને પણ ટક્કર આપશે આ ઈલેકટ્રીક કાર, 10 મિનિટમાં થશે 80% ચાર્જ અને માઈલેજ તો…………

ટેસ્લાને પણ ટક્કર આપશે આ ઈલેકટ્રીક કાર, 10 મિનિટમાં થશે 80% ચાર્જ અને માઈલેજ તો…………

ev-electric-car-will-charge-faster-by-filling-petrol-chinese-company-claimed
Share Now

બેઈજિંગ: પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ વધારાને પગલે દેશના સામાન્ય લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો (Electric Vehicle) તરફ મીટ માંડીને બેઠા છે. ઈવી બનાવતી કંપનીઓ પણ હવે મોટા પ્લાન્ટ સ્થાપી આગામી વર્ષથી પોતાના ઈલેક્ટ્રીક વાહનોનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરવા અને માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. ઈલેક્ટ્રીક વાહન સેગમેન્ટ ગ્લોબલી ધીમે-ધીમે પોતાની ઓળખ બનાવી રહી છે. ચીનની ઈવી(EV) નિર્માતા કંપનીએ દાવો કર્યો છે કે, તેણે બનાવેલા ઈલેક્ટ્રીક વાહનોને લાઈટનિંગ-ફાસ્ટ સ્પીડમાં ચાર્જ કરી શકાશે. એટલે કે વાહન ચાર્જ થવામાં પેટ્રોલ-ડીઝલ ભરવાથી પણ ઓછો સમય લાગે છે.

ચીનની કંપનીનો દાવો 

ચીનની ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગુઆનઝોઉ ઓટોમોબાઈલ કોર્પોરેશન (GAC) Aionએ આવો દાવો કર્યો છે. જો કે, ઘણી કાર્સ અને ટૂ વ્હીલરમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ (Fast Charging System) આપવામાં આવે છે, પરંતુ આ ટેક્નીક તેનાથી ઘણી વધુ આગળ છે. કંપની અનુસાર, તેને જલ્દી લોન્ચ થનાર EV કાર Aion V તેનાથી નવી ટેક્નીક સાથે આવશે, જે કંપની અનુસાર ફક્ત 10 મિનિટમાં 30-80 ટકા અને 16 મિનિટમાં 0-80 ટકા સુધી વાહનને ચાર્જ કરી શકાય છે.

આ પણ વાંચો : શ્રધ્ધાજંલી મોહમ્મદ રફી: ગુંજતી હૈ આવાજ તેરી અમીરો કે મહેલમેં…

હાલમાં ઈલેક્ટ્રીક વાહનોમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ચીનની કંપનીએ પોતાના વાહનમાં એક સ્કેલેબલ ગ્રાફીન બેટરીનો ઉપયોગ કર્યો છે. આ બેટરી લિથિયમ-આયન બેટરીની તુલનામાં ઘણી વધુ ઝડપથી ચાર્જ થઈ જાય છે. કંપની અનુસાર, આ સ્કેલેબલ ગ્રાફીન બેટરી સિંગલ ચાર્જમાં 1,000 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપવા સક્ષમ છે, જે ટેસ્લા કારોની ડ્રાઈવિંગ રેન્જને પણ માત આપી શકે છે.

ev-electric-car-will-charge-faster-by-filling-petrol-chinese-company-claimed

આ પણ વાંચો : ના હોઈ..! અમરેલીમાં બનશે વિમાન

આ કાર બની શકે છે ઉત્તમ ઉપાય

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં ગ્રાહકો ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા પર જોર આપી રહ્યા છે પરંતુ તેમને ચાર્જિંગની પણ ચિંતા સતાવી રહી હોય છે. ત્યારે જો હવે માર્કેટમાં લાંબી ચાલે તેવી બેટરી મળી રહે તો નેકી ઐર પુછ પુછ જેવું થાય. કેમ કે, નવી ટેક્નોલોજીની બેટરી તો પેટ્રોલ ભરાવો એટલા સમયમાં જ ચાર્જ થઈ જાય છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment