Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઑટો & ગેજેટ્સEV Expo 2021: ઈવેન્ટમાં સામેલ થઈ રહી છે 80 કંપનીઓ, જાણો તમામ બાબતો

EV Expo 2021: ઈવેન્ટમાં સામેલ થઈ રહી છે 80 કંપનીઓ, જાણો તમામ બાબતો

EV Expo 2021: 80 companies are participating in the event, know all the things
Share Now

નવી દિલ્હી: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઈ-વ્હીકલ 9 (E-Vehicle)ની માંગ તેજીથી વધી રહી છે. આ પર્યાવરણ માટે પણ સારુ છે. પેટ્રોલ અને ઈ-સ્કૂટર (E-Scooter)ની તુલના કરવામાં આવે તો પેટ્રોલથી ચાલતા કોઈ પણ સ્કૂટર 2 રૂપિયા પ્રતિ કિમી સુધી પડે છે. ત્યારે, ઈ-વ્હીકલ 10 પૈસા પ્રતિ કિમીમાં પડે છે. સૌથી મોટી વાત તેમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી. તો એવામાં વધુને વધુ લોકોને ઈ-સ્કૂટર તરફ વળી રહ્યા છે. એવામાં દેશમાં પ્રથમવાર ઈ વ્હીકલ (E-Vehicle) સંબંધિત એક્સપો(EV Expo 2021) યોજાઈ રહ્યો છે.

આ પણ વાંચો : રવિવારે જાહેર જગ્યાએ પીપળો કે લીમડાનો છોડ વાવો : ફાયદો થશે

દેશની રાજધાની નવી દિલ્હીમાં 6 ઓગસ્ટથી 11મો ઈલેક્ટ્રિક વ્હીકલ એક્સપો (E-Vehicle Expo)શરૂ થયો છે. આ ઈવેન્ટ 8 ઓગસ્ટ સુધી ચાલશે. ફેબ્રુઆરી 2020 પછીથી દેશમાં થનાર આ પહેલો એક્સપો પણ છે. આ ઈવેન્ટ દરમિયાન દેશની કેટલીક કંપનીઓ પોતાના ઈ-વ્હીકલ (E-Vehicle), બેટરી અને તેને સંબંધિત એસેસરીઝને રજૂ કરશે. 2015થી આ ઈવેન્ટને અલ્ટીઅસ ઓટો સોલ્યુશન (Altimus Auto Solution) કંપની ઓર્ગેનાઈઝ કરી રહી છે. કંપનીના ફાઉન્ડર રાજીવ અરોરા (Rajeev Arora) ઈવેન્ટ મેનેજ કરે છે.

કેવી રીતે થાય છે આ ઈવેન્ટનું આયોજન

અલ્ટીઅસ ઓટો સોલ્યુશન આ એક્સપો(EV Expo 2021)ને ઓર્ગેનાઈઝ કરે છે. ઈવેન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ, ICAT, MSME, NSICનો સપોર્ટ મળે છે. 2015થી સતત અલ્ટીઅસ આ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. આખરે આયોજન 2019માં થયું હતું. કોરોના મહામારીને કારણે 2020માં તેનું આયોજન નહોતું કરાયું. પણ 2021માં થઈ શક્યું.

EV Expo 2021: Pic 5

એક્સપોમાં સામેલ થઈ રહી છે 80 કંપનીઓ

એક્સપોમાં કુલ 80 કંપનીઓ સામેલ થઈ રહી છે. તેમાં ચીન અને જાપાનની પણ 4 કંપનીઓ છે, પરંતુ એ તમામની ઓફિસ દેશમાં જ છે. એમ તો દર વર્ષે એક્સપોમાં લગભગ 200 કંપનીઓ સામેલ થાય છે, જેમાં 40 ટકા સુધી કંપનીઓ બહાર કરવામાં આવે છે પણ આ વખતે કોવિડને કારણે ઓછી કંપનીઓને જ સામેલ કરવામાં આવી રહી છે.

EV Expo 2021: 80 companies are participating in the event, know all the things

એક્સપોમાં મોટાભાગની કંપનીઓનું ફોકસ શું રહેશે?

સરકારે ગયા મહિને ઈ-સ્કૂટર (E-Scooter) પર સબસિડીને વધારીને દોઢ ગણી કરી દીધી છે. એટલે કે પહેલા જ્યાં પ્રતિ કિલોવોટ બેટરી પર 10,000 રૂપિયાની છુટ મળી રહી હતી, તેને વધારીને 15,000 રૂપિયા કરી દીધા છે. આ કારણે મોટાભાગની કંપનીઓનું ફોકસ ઈ-સ્કૂટર તરફ છે. તેમાં લગભગ 20 કંપનીઓ ઈ-સ્કૂટર (E-Scooter)ની રહેશે. ત્યારે, અમુક કંપનીઓ ઈ-રિક્શા અને ઈ-ઓટોની સામેલ થઈ રહી છે. જો કે, ઈલેક્ટ્રીક ફોર વ્હીલર બનાવતી કોઈ પણ કુંપની નથી આવી રહી.

EV Expo 2021: Pic 1

બેટરી બનાવતી કંપનીઓ પણ ઈવેન્ટમાં સામેલ

હવે ઈ-સ્કૂટરનું પ્રોડક્શન વધી રહ્યું છે, જેને કારણે બેટરી બનાવતી કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે. જો કે, સરકાર દ્વારા જે સબસિડી મળી રહી છે તે ફક્ત લિથિયમ બેટરી પર જ આપી રહી છે. આ કારણે એક્સપોમાં લગભગ 25 કંપનીઓ લિથિયમ બેટરી સાથે જોડાયેલી સામેલ થઈ શકે છે.

EV Expo 2021: Pic 2

સસ્તી ઈ-બાઈક અને ઈ-સ્કૂટર લોન્ચ થશે?

આ એક્સપોમાં અલ્ટીઅસ પણ સ્પ્લેન્ડર જેવી ફેમિલી બાઈક લઈને આવી રહી છે. તેને 6 ઓગસ્ટે ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. સબસિડી સાથે તેની કિંમત લગભગ 48,000 રૂપિયા હશે. આ બાઈક સિંગલ ચાર્જિંગ પછી 140થી 150 કિમી સુધીની રેન્જ આપશે. આ રીતે કંપની એક ઈલેક્ટ્રીક સ્કૂટર (E-Scooter)પણ લોન્ચ કરી રહી છે, જે સિંગલ ચાર્જમાં 110 કિમી સુધીની રેન્જ આપશે. આ સબસિડી સાથે ગ્રાહકોને લગભગ 35,000 રૂપિયામાં મળશે.

EV Expo 2021: Pic 3

વિઝિટર્સ માટે એક્સપોમાં કેવી છે તૈયારીઓ

સરકારે જારી કરેલ ગાઈડલાઈન પ્રમાણે, દરેક 3 સ્ક્વેર મીટરમાં એક વિઝિટર આવી શકશે. ત્યારે, આ ઈવેન્ટને 5500 સ્ક્વેર મીટરમાં કરવામાં આવી રહી છે. આ હિસાબે વિઝિટર્સને એન્ટ્રી આપવામાં આવશે. વિઝિટર્સ માટે એન્ટ્રી એકદમ ફ્રી રહેશે. એવા પ્રયત્નો થશે કે વિઝિટર ગાડી જોઈ લે પછી હોલથી બહાર નીકળી જાય.

EV Expo 2021: Pic 4

2015 પછી અત્યાર સુધી એક્સપોમાં શું બદલાયું?

2015માં 80 ટકા ડિસ્પ્લે ચીનની પ્રોડક્ટ હોતી. ઈ-રિક્શા, ઈ-વ્હીલર, ફોર વ્હીલર તમામ ચીનથી મંગાવવામાં આવતા. 2019 સુધી તો આ બાબત એકદમ ઉલટાઈ ગઈ. હવે એક્સપોમાં ચીની કંપનીઓના ડિસ્પ્લે 20 ટકા પણ નથી રહ્યા. એટલું જ નહિં, પણ તેમાં ઉપયોગમાં લેવાતા કમ્પોનેન્ટ્સ પણ હવે ભારતમાં જ તૈયાર થઈ રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment