આજના સમયમાં પણ મંદિરના ખજાનાની રક્ષા કરી રહ્યા છે. તો હકીકતમાં હશે કે શું ? તમને આવા વિચારો આવતા હશે. પરંતું આ સત્યતા છે કે અહિંયાના આ મંદિરોમાં મણીધારી નાગનાગીન (SNAKE IN KHAZANA)આ ખજાની સંભાળ લઇ રહ્યા છે.અને કોઇ પણ તે ખજાનાને લેવા જાઇ તો આ નાગનાગીન તેની રક્ષા કરે છે. આ સમયમાં આવુ્ કેમ હોઇ શકે તમને પણ એવું થતું હશે. પંરતુ આ વાત સાચી છે.આ મંદિર સતના જિલ્લાના કોઠી કસ્બામાં આવેલુ છે.અવધટનાથ, ઢોલખનાથ અને મરગઠનાથ મંદિર એમ ત્રણ મંદિરો પાસ પાસે આવેલા છે. તો જ્યાં ભગવાન શિવ બિરાજમાન છે.આ મંદિરને લગભગ 1300 વર્ષ પહેલા કોઠી રજવાડાના સમયમાં બાંધવામાં આવ્યા હતા.ફોટમાં જોતા તમને તે જુના અને જર્જરિત હોય તેવું લાગશે.પરંતુ તેનો ઈતિહાસ એટલો જ સમૃદ્ધ છે.
મંદિર( Temple)પરિસરમાં સોનાચાંદીનો વિશાળ ખજાનો
મંદિરો સાથે જોડાયેલા અનેક રહસ્યો આજે પણ એક કોયડો છે.પંરતું અહી મંદિર પરિસરમાં સોનાચાદીનો વિશાળ ખજાનો જમીનમાં દફન છે. તેવી વાત આ ગામના લોકોમાં માન્યાત છે અને આજે પણ ખજાનાની રક્ષા ખુદ મણીધારી નાગનાગણ કરે છે તેવું ગામ લોકોનું માનવું છે. નાગનાગણ અને ખજાનાનું રહસ્ય (SNAKE IN KHAZANA)પણ તમને જણાવીશું.પરંતુ તે પહેલા આ ત્રણેય મંદિરોનો ઈતિહાસ પણ જાણી લો.દરિયા કિનારે બનાવવામાં આવેલા અવધટનાથ, ઢોલખનાત અને મરગઢનાથના મંદિરો સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે.આ ત્રણેય મંદિર ઐતિહાસિક છે.અને તેને સિદ્ધ માનવામાં આવે છે.જેમાંથી મરગઢનાથ અને ઢોલખનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ચુક્યો છે.જ્યારે અવધટનાથ મંદિર આજે પણ જુના સ્વરુપમાં હયાત છે.વાસ્તુ પ્રમાણે પણ ત્રણેય મંદિરોનું વિશેષ મહત્વ છે.ગામ લોકોમા પણ આ મંદિરને લઇ ખુબ આસ્થા જોવા મળે છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
ખજાનાની રક્ષા આજે પણ નાગનાગણ કરે છે
900 વર્ષ પહેલા કોઠી રજવાડાના ભંડાર ગૃહમાં આગ લાગી હતી.સમગ્ર ભંડારગૃહ બળીને ખાખ થઈ ગયો હતો.ખજાનામાં રાખેલું સોનું-ચાંદી પીગળીને નાળામાં વહી ગયું હતું.કેટલોક સોના-ચાંદી હીરા ઝવેરાતનો ખજાનો મંદિર પરિસરમાં દાટી દેવામાં આવ્યો હતો.કહેવાય છે કે તે ખજાનાની રક્ષા આજે પણ નાગનાગણ કરે છે.લોકોનું કહેવું છે કે આ ખજાનાને શોધવાના અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યા છે.આજે પણ આ પ્રયાસ ચાલુ છે.પરંતુ જે લોકોએ પણ ખજાનો શોધવા હદ પાર કરી છે તે જીવીત નથી રહ્યા.કહેવાય છે કે કેટલાક લોકોએ ભંડારાની આડમાં ખજાનો શોધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.ખજાનો તો ના મળ્યો.પરંતુ આ લોકો સાથે અનહોની ચોક્કસ બની હોવાનું ગામ લોકોનું માનવું છે.તો સાથે જ જે પણ અહી નાપાક ઈરાદાથી આવ્યું છે અને જેણે પણ ખજાનો શોધવાનો પ્રયાસ કર્યો છે તે લોકોને નાગનાગણે ડંખ માર્યા છે.
અહિંયાના લોકો દાવો કરે છે કે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં સાપ છે.જેમાં મણીધારી નાગનાગણ (SNAKE IN KHAZANA)પણ છે.અહી આવતા લોકોને શાંતિનો અનુભવ છે.હવે શ્રદ્ધાળઓની ઇચ્છા છે કે આ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં આવે.પરંતુ મંદિરનો કબ્જો પ્રશાસન પાસે હોવા છતાં સરકારી સિસ્ટમની બેદરકારી છતી થઈ રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4