સીએમએ જર્નલમાં છપાયેલા એક રિસર્ચ પ્રમાણે, વધારે પ્રદૂષણવાળા ક્ષેત્રોમાં પણ જો નિયમિત કસરત Exercise કરવામાં આવે તો ફક્ત શારીરિક સમસ્યાઓ જ નહીં પણ ગંભીર બીમારીમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે તથા કુદરતી રીતે થતા મૃત્યુના જોખમમાંથી પણ બચી શકાય છે. જોકે, ઓછા પ્રદૂષણવાળા ક્ષેત્રોમાં રહેવુ દરેક રીતે યોગ્ય હોય છે.
કેનેડિયન મેડિકલ એસોશિએશન જર્નલ પત્રિકા (સીએમએજે)માં છપાયેલા એક રિસર્ચ પ્રમાણે, નિયમિત કરવામાં આવતી કસરત કુદરતી રીતે થતા મૃત્યુના જોખમથી બચાવે છે. ભલે તે વધારે પ્રદૂષણવાળી જગ્યામાં જ કરવામાં કેમ ના આવી હોય.
આ રિસર્ચમાં હોંગકોંગના એક ચાઈનિઝ વિશ્વવિદ્યાલયના રિસર્ચર જિયાંગ કિયાન લાઓએ જણાવ્યું છે કે, “સૌ કોઈ જાણે છે કે, હવામાં પ્રદૂષણ વધારે હોય અને તે જ હવામાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે મૃત્યુનો જોખમ વધી જાય છે, પણ એક વ્યક્તિની નિયમિત કસરતની આદતથી એવા વાતાવરણમાં પણ પ્રાકૃતિક મૃત્યુના જોખમથી બચી શકાય છે જ્યાં હવા પ્રદૂષણનું સ્તર વધારે હોય.”
IMAGE CREDIT: GUJARATIDAYRO
તે જણાવે છે કે, પ્રદૂષણના લીધે લોકોના મૃત્યુ દરને ઓછા કરવાના ઉદ્દેશ્યથી લોકોને નિયમિત કસરત (Exercise)ની આદતને સ્વાસ્થ્ય સુધારી શકાય છે. પછી ભલે ને કોઈ વ્યક્તિ વધારે પ્રદૂષણવાળી જગ્યા પર રહેતો હોય.
આ રિસર્ચ અનુસાર, રિસર્ચરની ટીમે 2001થી 2016 (15 વર્ષ) સુધી તાઈવાનમાં 384,130 યુવાનોના સ્વાસ્થ્ય પર નજર રાખી. જેમાં કુદરતી કારણોના લીધે મૃત્યુના જોખમ પર નિયમિત કસરત અને સૂક્ષ્મ કણોના લાંબા સમય સુધી સંપર્કના પ્રભાવોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
આ પણ વાંચોઃ- શું તમને પણ ખીલની સમસ્યા છે??? તો આટલુ કરો…
રિસર્ચર જિયાંગ કિયાન લાઓ જણાવે છે કે, રિસર્ચ દરમિયાન સામે આવ્યુ છે કે, નિયમિત ઉચ્ચ સ્તરની કસરત કરવા તથા ઓછામાં ઓછા માહોલના સંપર્કમાં આવનારી કુદરતી મૃત્યુનું જોખમ ઓછુ રહે છે. ત્યાં જ વધારે પ્રદૂષિત સ્થળ પર રહેનારા અને નિયમિત કસરતને લઈને મૂડી લોકોમાં મૃત્યુનું જોખમ વધારે હોય છે. નોંધનિય છે કે, આ રિસર્ચમાં અમેરિકા, ડેનમાર્ક અને હોંગકોંગમાં કરવામાં આવેલા અન્ય નાના નાના રિસર્ચને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેના સામૂહિક પરિણામમાં સામે આવ્યુ છે કે પ્રદૂષિત ક્ષેત્રોમાં પણ નિયમિત કસરત કરવી ફાયદાકારક હોઈ શકે છે.
IMAGE CREDIT: ACRONYMS AND SLANG
વધુમાં તે જણાવે છે કે, “જેમ લોકો કસરત કરે છે, તેમની વેન્ટિલેશન દરમાં વધારો થાય છે, જેનાથી લોકો વધારે માત્રામાં હવા પ્રદૂષણને ગ્રહણ કરે છે. આ સ્થિતિ હવા પ્રદૂષણોના સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે. આથી જ પ્રદૂષિત ક્ષેત્રોમાં નિયમિત કસરત કરવી કેટલી સુરક્ષિત છે, એ સમજવા માટે હવા પ્રદૂષણ અને કસરત (Exercise) ના વચ્ચે જોખમ-લાભ સબંધને સમજવુ ઘણુ જરૂરી છે.”
જોકે, આ રિસર્ચના વિપરિત અન્ય ઘણા રિસર્ચ સામે આવ્યા છે કે, પ્રદૂષિત વાતાવરણમાં કસરત કરતી વખતે હવા પ્રદૂષણની અસર કસરતના લાભને ઓછુ કરે છે. જેનાથી કસરત કરવાવાળા શરીરમાં બીમારી આવી શકે છે.
આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, હવા પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવા અને એવા વાતાવરણમાં નિયમિત રીતે કસરતની આદતથી માનવીના સ્વાસ્થ્ય પર પ્રભાવને લઈને હજી સુધી ઓછી જાણકારી જ છે.
આ રિસર્ચમાં લેખક જણાવે છે કે, “અમારા પરિણામની ચકાસણી કરવા માટે વધુ ગંભીર વાયુ પ્રદૂષણવાળા ક્ષેત્રોમાં હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે.” “અમારુ રિસર્ચ હવા પ્રદૂષણના શરીર પર પ્રભાવને ઓછુ કરવા માટે નિયમિત કસરતના મહત્વને મજબૂત કરે છે”
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt