Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝરાજસ્થાન મંત્રીમંડળનો આજે વિસ્તાર, 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી લેશે શપથ

રાજસ્થાન મંત્રીમંડળનો આજે વિસ્તાર, 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી લેશે શપથ

Rajasthan
Share Now

રાજસ્થાન (Rajasthan)ના સીએમ અશોક ગેહલોત કેબિનેટમાં આજે રવિવારે મોટા ફેરફાર થશે. જેમાં 11 કેબિનેટ અને 4 નવા રાજ્યમંત્રી શપથ લેશે. 4 વાગે રાજભવન ખાતે થપથ ગ્રહણ સમારંભ યોજાશે. જણાવી દઇએ કે આ આ અગાઉ ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા, જે પૈકી રઘુ શર્મા, હરીશ ચૌધરી, ગોવિંદ સિંહ ડોટાસરાના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. નવા મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે.

Rajasthan ના નવા મંત્રીઓ આજે લેશે શપથ

મહત્વનું છે કે, આજે રવિવારે બપોરે 2 કલાકે પાર્ટી ઓફિસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ સાથે બપોરે ચાર વાગે નવા મંત્રીઓના શપથ ગ્રહણ થશે. બીજી બાજુ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર જયપુર ખાતે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે નવા મંત્રીઓ અંગે સહમતિ બની ગઈ છે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું અજય મિશ્રા ટેનીને મંત્રીમંડળમાંથી બરતરફ કરો

11 કેબિનેટ મંત્રીઃ હેમારામ ચૌધરી, મહેન્દ્રીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોષી, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા, મમતા ભુપેશ, ભજનલાલ જાટવ, ટીકારામ જૂલી, ગોવિંદ મેઘવાલ, શકુંતલા રાવત

4 રાજ્યમંત્રીઃ જાહિદા, બ્રૃજેન્દ્ર સિંહ ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણા

અગાઉ Rajasthan ના આ નેતાઓએ આપ્યા હતા રાજીનામા

આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકારના 3 મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા, હરીશ ચૌધરી અને રઘુ શર્માએ રાજીનામું આપી દીધું હતુ.

ખેડૂતો માટે ઐતિહાસિક દિવસ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment