આપણે હંમેશા વિચાર્યા વગર જ આપણી ત્વચા પર ફેસ શીટ માસ્ક (Face Mask Sheet) લગાવીએ છીએ. પણ શું તમને ખબર છે કે, તે ત્વચા માટે લાભદાયક છે કે નહીં. આ માસ્કને લગાવવાથી ત્વચામાંથી ડેડ સેલ્સ દૂર થઈ જાય છે. સ્કિનમાં તાજગીનો અનુભવ થાય છે અને ખોવાયેલી ચમક પાછી આવી જાય છે.
જો તમારી ત્વચામાં કોઈ પણ સમસ્યા થતી નથી તો તમારુ ફેસ શીટ માસ્ક એકદમ સરસ છે. પણ એવું સહેજપણ માની ના લેતા કે હંમેશા ત્વચા માટે આ માસ્ક સારા જ રહેશે. આથી તેને ખરીદતી વખતે તમારી સ્કિન ટાઈપનું ખાસ કરીને ધ્યાન આપજો. જો તમારી ત્વચામાં પહેલાથી જ તકલીફ હો તો ફેસ શીટ માસ્કનો ઉપયોગ કરતા પહેલ સ્કિન એક્સપર્ટની સલાહ અવશ્યથી લો.
Face Mask Sheet
નોંધનિય છે કે, ફેસ માસ્કને લાંબો સમય રાખવાથી રિંકલ્સ પણ થઈ શકે છે. તેનાથી ત્વચામાં ઢીલાશ આવી શકે છે અને તેનાથી ઘણીવાર સ્કિનના પોર્સ પણ વધી જાય છે.
આ માસ્કને વારંવાર લગાવવાથી જ તમારી ત્વચા ડ્રાય બની જશે તે સાથે જ ખંજવાળ આવવા લાગશે, જેના લીધે ત્વચાની લગતી તમામ સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચોઃ- Multani Mitti ના ઉપયોગથી ત્વચા અને વાળની ચમક પાછી આવશે…
Face Mask Sheet લગાવવાથી ખીલની સમસ્યા
જો કોઈને બ્રેકઆઉટ થવાની સમસ્યા છે, તો તેમાં ફેસ શીટ માસ્ક (Face Mask Sheet) લગાવવાથી એક્નની સમસ્યા થઈ શકે છે. જે ત્વચા પર ખીલ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા અને સીબમને ફસાવી શકે છે, જેના કારણે વ્હાઈટહેડ્સ, બ્લેકહેડ્સ અને સોજાવાળા એક્ન થઈ શકે છે. માસ્કની અંદરની ગરમી સ્કિનના સેલ્સને પાતળુ કરી શકે છે, જેનાથી રોસેસિયા થવાની સંભાવના વધી શકે છે. આ ગરમીના લીધે ચીનના ભાગમાં રેસિસ થઈ શકે છે.
IMAGE CREDIT: GOOGLE
ડ્રાય સ્કિન
કેટલાક ફેસ શીટ માસ્ક ચહેરાના નેચરલ મોઈસ્ચરને એબ્ઝોર્બ કરી શકે છે, જેના પરિણામ સ્વરૂપે તે ભાગની ત્વચા સખત શુષ્ક થઈ જાય છે.
ડર્મેટાઈટિસ
જે લોકો નિયમિક ફેસ શીટ માસ્ક લગાવવાથી, તેમના કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ નામની સમસ્યા થઈ શકે છે.
ઉપચાર
ફેસ માસ્કને અઠવાડિયામાં એક જ વાર ઉપયોગ કરો. કારણ કે, તમારી ત્વચા શુષ્ક અને ખંજવાળવાળી બની શકે છે.
Android: http://bit.ly/3ajxBk4