Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝફેસબુકની તાલિબાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી, કન્ટેન્ટ પર લાદ્યો પ્રતિબંધ

ફેસબુકની તાલિબાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી, કન્ટેન્ટ પર લાદ્યો પ્રતિબંધ

Share Now

તાલિબાને (Taliban)હાલમાં અફઘાનિસ્તાન (Afghanistan)પર કબજો જમાવ્યો છે. તાલિબાન (Taliban) ભલે અફઘાનિસ્તાનમાં નવી સરકાર તરીકેને ગણતરી કરી રહ્યા હોય, પરંતુ દુનિયા તેને સ્વીકારવા તૈયાર નથી. હવે ફેસબુકે તાલિબાનને પોતાના પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદ્યો છે. ફેસબુક (Facebook)ના પ્રવક્તાનું કહેવુ છે કે અમેરિકી (America) કાયદા હેઠળ તાલિબાની એક આતંકી સંગઠન છે અને તેથી તેમનો અમારી સર્વિસ પર પ્રતિબંધ રહેશે.

ફેસબુક (Facebook) દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે કે, અમારી નીતિ મુજબ આતંકી સંગઠનને પ્લેટફોર્મ ન આપી શકે. તેવામાં તાલિબાન (Taliban) અથવા તેની સાથે જોડાયેલા કોઇ પણ એકાઉન્ટ, પોસ્ટને ફેસબુક પર પ્રદર્શિત નહીં કરવામાં આવે.

એટલુ જ નહીં, ફેસબુકનું કહેવુ છે કે અમે અમારી ટીમમાં અફઘાનિસ્તાનના એક્સપર્ટને પણ સામેલ કર્યા છે. જેમાં ભાષાને સમજનારા લોકોની પસંદગી કરવામાં આવી છે. જેથી તાલિબાન (Taliban)ના સમર્થનવાળી કોઇ પોસ્ટ આવે તો તેના પર તુરંત એક્શન લઇ શકાય.

જણાવી દઇએ કે તાલિબાનના કેટલાક પ્રવક્તા, નેતા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર કાર્યરત છે. તેમાંથી કેટલાકના ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે. જ્યાંથી તે સતત નિવેદન બહાર પાડી રહ્યા છે. હવે જ્યારે ફેસબુકે આ એક્શન લીધુ છે, તો દરેકની નજર ટ્વિટર સહિત અન્ય પ્લેટફોર્મ પર હશે.

એરપોર્ટ પર અફરાતફરી

ઉલ્લેખનિય છે કે હાલમાં અફઘાનિસ્તાનની તમામ બોર્ડર (Boarder) પર તાલિબાનોએ કબ્જો કરી લીધો છે. આ તમામ વચ્ચે એયરપોર્ટ એકમાત્ર વિકલ્પ છે. જેમાંથી લોકો અફઘાનિસ્તાનથી બહાર નિકળી શકે. કાબુલના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે વીડિયોમાં લોકોમાં અફરાતફરી સર્જાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને  ડર છે કે આ વિકલ્પ પણ જલ્દીથી ખતમ થઇ રહ્યો છે. તેવામાં લોકો કોઇ પણ પ્લેનમાં બેસી અફઘાનિસ્તાનથી નિકળવાની કોશીશ કરી રહ્યા છે.

લોકો દેશ છોડી ભાગી રહ્યા છે

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે. લોકો વિમાનો પર લટકવાની કોશિશ કરતા નજરે ચઢી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાનો (Taliban)ના ડરથી લોકો દેશ છોડી ભાગી રહ્યા છે. કાબુલ (Kabul) એયરપોર્ટ (Airport)થી ઉડાન ભરી રહેલા પ્લેન (Plane)માં લોકોને જગ્યા નહીં મળતા ત્રણ લોકો ટાયર પકડી અને સવાર થયા હતા. જેમાં તેનું અફઘાનિસ્તાન છોડવાનું સપનું સપનુ જ રહી ગયુ હતુ. ત્રણ લોકો પ્લેનમાંથી પડ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયા છે. હાલમાં આ અંગેની કોઇ જાહેરાત ન કરી શકીએ કે આ વીડિયો (Video) ક્યારનો છે અને શું પ્લેનમાં આ લોકો લટક્યા હતા કે નહીં.

તાલિબાન રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ

કાબુલ (Kabul)માં દાખલ થયાની સાથે જ તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો છે. આ સાથે જ તાલિબાન (Taliban)ના આતંકી રવિવારે રાત્રે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી ગયા હતા. એટલુ જ માત્ર નહીં ત્યાં તલિબાનોએ પોતાનુ નિશાન પણ છોડી દીધુ. જણાવી દઇએ કે રવિવારે તાલિબાન કાબુલમાં ધુસી ગયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિએ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધુ હતુ.

 લોકોને ચેતવણી

તાલિબાને (Taliban) જાહેરાત કરી છે કે હવે અફઘાનિસ્તાનમાં શરિયા કાનુન લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઇ પણ દેશ છોડવાની કોશિશ ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યુ કે 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જેવી રીતે કામ કરતા હતા, હવે તેવી જ રીતે તે ફરી કામ કરે. તાલિબાને વધુમાં જણાવ્યું કે એક નવી શરૂઆત કરે અને ભ્રષ્ટાચાર અને કૌભાંડથી સાવધાન રહે.

તાલિબાને (Taliban) પોતાનો ઝંડો લગાવ્યો

નોંધનીય છે કે તાલિબાનના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં આતંકી રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઇ અને બેસ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ખુરશી, સોફા પર આતંકી બેસતા નજરે ચઢી રહ્યા છે. તાલિબાને રવિવારે જાહેરાત કરી કહ્યુ હતુ કે કાબુલમાં રહેલા તમામ હેડક્વાર્ટરને પોતાના કબ્જામાં લઇ લીધા છે. એવા પણ ફોટા (Photo) સામે આવ્યા હતા કે જેમાં આતંકી અફઘાનિસ્તાનનો સરકારી ઝંડો નિકાળી અને પોતાના ઝંડા લગાવી રહ્યા હતા.

રસ્તા (Road)ઓ પર ટ્રાફીક

જણાવી દઇએ કે તાલિબાનના લડવૈયાઓએ કાબુલ શહેરની બહારના વિસ્તારોમાં રવિવારે પ્રવેશ કરી લીધો હતો. જેનાથી સ્થાનિકોમાં ભયના માહોલ ફેલાયો હતો. એયરપોર્ટ (Airport), રસ્તા (Road)ઓ પર લોકોની ભીજ  નજરે આવી રહી હતી. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. કંધાર, હેરાત, મજાર-એ-શરીફ અને જલાલાબાદ જેવા શહેરો સહિત 34 માંથી 25 પ્રાંતીય રાજધાની પર કબજો કરી લીધો છે. 

ઉલ્લેખનિય છે કે આ પહેલા રવિવારે તાલિબાને (Taliban) એક નિવેદન બહાર પાડતા કહ્યુ કે તે વચન આપે છે કે કોઇ પણ નાગરિક અથવા સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. તાલિબાનના જણાવ્યાં અનુસાર પુરા દેશ પર હવે તેમનો કબ્જો છે.

તાલિબાન સેના અને સરકારી કર્મી (Government Employee)ઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાને કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલા (Kabul)માં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેનાને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

લોકો દેશ ન છોડે

તાલિબાને પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકાર (Government)ને જોવે.

આ પણ વાંચો: તાલિબાનના કબજા બાદ જો બાઇડને કહ્યું- અફઘાન સેનાએ લડ્યા વિના જ હાર સ્વીકારી

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment